Home » 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીની મોડી રાત્રે ધરપકડ
5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીની મોડી રાત્રે ધરપકડ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
103
મોરબી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં માસૂમ 5 વર્ષની બાળકી સાથે સાવકા બાપે દુષ્કર્મ આચરતા બાળકીની માતાએ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે.
મોરબી પંથકની સિરામીક ફેક્ટરીમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ થયું હોવાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બીજા રાજ્યમાંથી થોડા સમય અગાઉ પતિને છોડીને પોતાની 5 વર્ષની શારીરિક રીતે અસક્ષમ દિકરી સાથે સિરામીક કારખાનાની ઓરડીમાં રહીને મજૂરી કામ કરવા આવેલી મહિલાને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો વતની રવિરાજ રાજેન્દ્રભાઈ થરેસા સાથે પ્રેમ સંબંધ બંધાતા આ બન્ને કારખાનાની એક જ ઓરડીમાં ઘણા સમયથી પતિ પત્નીની જેમ જ રહેવા લાગ્યા હતા.
દરમિયાન બન્ને પતિ પત્નીની જેમ રહેતા હોય આ સંબંધથી સાવકો બાપ સમાન રવિરાજે સાથે રહેતી પરપ્રાંતીય મહિલાની 5 વર્ષની દિકરી ઉપર નજર બગાડી હતી અને ગત તા.3ના રોજ મહિલા પોતાની ઓરડીમાં હતી ત્યારે બાજુની ઓરડીમાં રમતી પોતાની પુત્રી સમાન આ બાળકી પાસે જઈ ઓરડીને અંદરથી બંધ કરીને નરાધમે બાળકી ઉપર કુર્કમ આચર્યું હતું. આ બનાવ અંગે બાળકીની માતાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તુરંત તાલુકા પોલીસે આરોપીને અટકાયતમાં લઈ કોવિડ ટેસ્ટ બાદ વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો – મોરબીમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, સાવકા બાપે જ દીકરી સાથે હેવાનીયત ભર્યું કૃત્ય આચર્યું
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject