Home » વધુ વેરો ચૂકવવા મહેસાણાવાસીઓ થઈ જાઓ તૈયાર, ડ્રેનેજ, સામાન્ય દીવા બત્તી, સફાઈ, પાણી ખર્ચ વેરામાં વધારો કરવા કારોબારી બેઠકમાં ચર્ચા
વધુ વેરો ચૂકવવા મહેસાણાવાસીઓ થઈ જાઓ તૈયાર, ડ્રેનેજ, સામાન્ય દીવા બત્તી, સફાઈ, પાણી ખર્ચ વેરામાં વધારો કરવા કારોબારી બેઠકમાં ચર્ચા
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
88
મહેસાણા નગરપાલિકા દ્વારા 15 વર્ષ બાદ વેરો વધારવા વિચારણા કરવામાં આવી રહી છે. આગામી વર્ષમાં મહેસાણાવાસીઓએ હવે વધુ વેરો ચૂકવવો પડી શકે છે. મહેસાણા પાલિકા દ્વારા આજે મળેલી કારોબારી બેઠકમાં વેરો વધારવા ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ડ્રેનેજ, સામાન્ય દીવા બત્તી, સફાઈ, પાણી ખર્ચ વેરામાં વધારો કરવા ચર્ચા કરવામાં આવી હતી. પાલિકામાં હાલમાં કુલ આવક સામે 222 ટકા ખર્ચ વધુ થાય છે. 15 વર્ષ પહેલાં વર્ષ 2008માં વેરો વધારવામાં આવ્યો હતો. હવે 15 વર્ષ બાદ વર્ષ 2023 માં પાલિકા દ્વારા વેરો વધારવા આગામી સભામાં નિર્ણય લેવામા આવશે. હાલમાં વાર્ષિક સરેરાશ કુલ રૂ.1100 વેરા આવક સામે રૂ. 4475 ખર્ચ પાલિકા ભોગવી રહી છે. જે કુલ રૂ.1100 માંથી અંદાજે રૂ.2900 આસપાસ વેરો કરવા વિચારણા કરવામાં આવી હતી. જે આગામી સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવશે. અને બાદમાં લોકોની એક માસ દરમ્યાન વાંધા અરજીઓ મંગાવવામાં આવશે. જે પ્રાદેશિક કમિશનરમાં મંજૂર થયા બાદ વેરો વધારવામાં આવશે.
મહેસાણા નગર પાલિકાનો નવીન વેરો આ મુજબ રહેશે
નગરપાલિકા ની કારોબારી યોજાઈ જેમાં કારોબારીમાં તમામ વેરા વધારવાનો નિર્ણય લેવાયો. 100 થી 200 ગણો વેરો વધારવાનો નિર્ણય નગરપાલિકાની સામાન્ય સભામાં લેવાયો. જેમાં ગટરમાં હાલ 200 રૂપિયા વધારી ને 450, દિવાબત્તી કર 100 થી વધારી 300, સફાઈ 100 થી વધારી 400, પાણી વેરો 600 થી વધારી 1800, સામાન્ય પાણી વેરો 100 થી વધારી 200 , પાણી ટેન્કર 200 થી 300 કરવા સૂચન કરાયું છે , વાણિજ્ય માં પણ અધધ વધારો કરવામાં આવશે. મહેસાણા નગરપાલિકા માં અધધ વેરા વધારા ના સૂચન લગભગ તમામ સભ્યોએ માન્ય રાખ્યા. તમામ વેરા સાધારણ સભા માં મંજુર કરાશે સાથે સાથે શહેરીજનોના સૂચન પણ મંગાવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject