Download Apps
Home » મુંદ્રાની “પેડ વુમન” કચ્છની ગ્રામીણ મહિલાઓમાં ફેલાવી રહી છે માસિક અંગે જાગૃતિ

મુંદ્રાની “પેડ વુમન” કચ્છની ગ્રામીણ મહિલાઓમાં ફેલાવી રહી છે માસિક અંગે જાગૃતિ

આજની ૨૧મી સદીમાં પણ મહિલાઓ માસિકધર્મ દરમિયાન સેનેટરી નેપકિન કે મેન્સ્ટ્રુઅલ કપના બદલે ઘરેલુ કાપડનો ઉપયોગ કરી રહી છે. જેને લીધે  ગ્રામીણ કક્ષાએ આરોગ્ય અંગે જાગૃતિના અભાવે મહિલાઓ જીવલેણ ચેપનો ભોગ બને છે. ત્યારે ગ્રામીણ મહિલાઓમાં જાગૃતિ આવે તેમજ તેઓને સસ્તા અને ઓર્ગેનિક સેનેટરી નેપકિન સરળતાથી મળી રહે તે માટે મુંદ્રાની “પેડ વુમન”એ કચ્છમાં પ્રથમ વાર સ્વસહાય જૂથ સ્થાપીને સેનેટરી નેપકીન બનાવવાનું સ્ટાર્ટ-અપ ઉભું કર્યું છે. જેના માધ્યમથી ૮ મહિલાઓ  પગભર બની છે. 
આ ઉપરાંત કચ્છના ગામડા, શાળા, કોલેજ વગેરે જગ્યાએ પિરિયડસમાં સ્વચ્છતા તથા સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવો કેટલો હિતાવહ છે તે અંગે પણ જાગૃતિનું કામ કરી રહી છે. આ કામગીરીમાં સરકાર દ્વારા ખરીદી સાથે માર્કેટીંગ પ્લેટફોર્મની સહાય આપવામાં આવતી હોવાથી આ મહિલાઓના સાહસને મજબુત પીઠબળ મળ્યું છે.
તાજેતરમાં ભુજ હાટ ખાતે હસ્તકલા મેળામાં વેંચાણ માટે આવેલા “સહેલી સ્વસહાય જૂથ- મુંદરા”ના ચેતનાબેન પટેલ અને મયુરીબેન પટેલ સમગ્ર સ્ટાર્ટ-અપ વિશે જણાવે છે કે, પિરિયડસને લઇને ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ અનેક મહિલાઓ કેટલીક માન્યતાઓને વશ થઈને કાપડનો જ વપરાશ કરવો યોગ્ય છે તેવા વિચાર સાથે જીવી રહી છે. જેના કારણે તેઓ અનેક રોગોનો ભોગ બને છે. આજના બદલાતા યુગમાં આ મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા સાથે તેઓ પગભર બને તે પણ જરૂરી છે. તેથી સામાજિક સંસ્થાની સહાયથી કંઇક અલગ ઉદ્યોગ સ્થાપવાના નિર્ધારથી સેનેટરી નેપકીન બનાવવાની કામગીરી એક વર્ષ પહેલા આરંભી હતી. હાલ આ ગૃહઉદ્યોગ સાથે ૮ મહિલાઓ જોડાઇને પગભર બની  છે. ઉપરાંત સમાજમાં માસિક ધર્મના  વણસ્પર્શ્યા રહેલા મુદાને લઇને જાગૃતિ પણ ફેલાવી રહી છે. 
 સરકાર દ્વારા અમને હસ્તકલા મેળામાં સ્થાન આપવામાં આવતા પ્રથમ વાર મેળામાં ભાગ લઇને અમે અમારી પ્રોડકટનું ડેમોસ્ટ્રેશન કર્યું છે. અમારા માટે આ બાબત ખરેખર પ્રોત્સાહનરૂપ છે. કોઇ પણ ભાડા વગર સરકાર મહિલાઓને આ રીતે સ્ટોલ આપીને મદદ કરતી હોવાથી અમારી પ્રોડકટની પહોંચ તો વધી છે ઉપરાંત અમને માર્કેટીંગ, લોકોની માંગણી વગેરે અંગે પણ જાણ થાય છે. જેના કારણે પ્રોડકટને વધુ બહેતર કેવી રીતે કરી શકાય તે પણ શીખવા મળ્યું છે. 
આ સ્ટાર્ટ-અપમાં હાલ એક મશીનની મદદથી કામ કરાઇ રહ્યું છે. જેમાં દર ૧૦ સેકન્ડે ૬ પીસ બની શકે છે. આ કામ સાથે જોડાયેલી બહેનો દર માસે ૫ હજારથી વધુની કમાણી કરી રહી છે. હાલ સરકારી હોસ્ટેલ, શાળા સહિતના ઓર્ડર મળતા હોવાથી ખુબ જ સારુ વેચાણ થઇ રહયું છે. તાજેતરમાં જ કચ્છની સરકારી હોસ્ટેલમાં ૨૮ હજાર સેનેટરી નેપકીનનો ઓર્ડર પૂર્ણ કરવામાં આવ્યો છે. વધુ ૧ લાખ પેડનો ઓર્ડર મળ્યો છે. આમ, વધતા જતાં કામના કારણે વધુ એક મશીન ખરીદવાની વિચારણા છે જેથી વધુ બહેનો આ કામ સાથે જોડાઇ શકે તેમજ માંગને આસાનીથી પહોંચી શકાય.
 મુંદ્રા ચાલતામાં  “સહેલી સ્વસહાય જુથ”ના આ પ્રોજેકટ અંતર્ગત ૮ મહિલાઓ આસપાસના ગામની શાળા, ગામડાની બહેનો સાથે ખાસ બેઠક કરીને સેનેટરી નેપકીનના વપરાશની સમજણ, તેના ફાયદા તેમજ પિરીયડસને લઇને જાગૃતિનું કામ પણ કરી રહી છે. જેના કારણે અનેક મહિલા, કિશોરીઓ કપડાંને તિલાંજલિ આપીને સેનેટરી નેપકીન વાપરતી થઇ છે. 
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…!