Home » પાંચમા નોરતે વડાપ્રધાનશ્રીએ મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવી ગબ્બરની આરતી ઉતારી
પાંચમા નોરતે વડાપ્રધાનશ્રીએ મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવી ગબ્બરની આરતી ઉતારી
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
87
અંબાજી ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધી હતી. બોલી મારી મા, જય જય અંબેના નારાથી લોકોએ પીએમનું સ્વાગત કર્યું હતું. કેન્દ્ર સરકારના કુલ 4732 કરોડ, અને રાજ્ય સરકારના કુલ 2177 કરોડના મળીને કુલ 6909 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
અંબાજી તેમજ આસપાસના વિસ્તારને પીએમ મોદીએ મોટી ભેટ આપી છે. લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષે તેમજ બનાસકાંઠા ભાજપના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમ પુર્ણ થયા બાદ પીએમ મોદી મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા અહી મા અંબાજીના દર્શન અને પૂર્જા અર્ચના કરી આરતી ઉતારી હતી ત્યારે બાદ વડાપ્રધાનશ્રીએ રોપવેમા બેસીને મા ગબ્બરના કર્યા હતા.
દર્શન અને માવડાપ્રધાનશ્રીએ આરતી ઉતારી અને રોપવેને કેસરી રંગથી સુશોભિત કરવામાં આવ્યો અને ગબ્બર પર વડાપ્રધાનશ્રીએ 3 ડી શો નિહાળ્યો હતો.
અંબાજી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ માતાજીનું પુજન અર્ચન કર્યું હતું, જુઓ વિડીયો…
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject