ચોમાસાની ઋતુ પૂર્ણતાના આરે છે. તેવામાં રાજ્યમાં વધુ એક વખત વરસાદી વાતાવરણ સર્જાયુ છે. હવામાન વિભાગ દ્વારા પણ રાજ્ય (State)ના અનેક જિલ્લા (District)માં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે વહેલી સવારથી ગુજરાત (Gujarat)ના અનેક જિલ્લાઓ અને શહેરમાં વરસાદી માહોલ સર્જાયો છે.
વધુમાં બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પાલનપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠાના જગાણા, ભાગલ અને લાલાવાડા સહિતના ગામે વરસાદી છાંટા પડ્યા હતા. બીજી બાજુ આજે સાબરકાંઠાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં ઝરમર-ઝરમર વરસાદ શરૂ થયો છે. જો વધુ વરસાદ થાય તો મગફળીના પાકને નુકસાન થઈ શકે છે.