Home » ‘સાહેબ મારે પત્ની સાથે અઢી વર્ષથી શારીરિક સંબંધ નહોતો’ હેવાન પિતાએ અઢી વર્ષની દિકરીને પીંખી નાંખી
‘સાહેબ મારે પત્ની સાથે અઢી વર્ષથી શારીરિક સંબંધ નહોતો’ હેવાન પિતાએ અઢી વર્ષની દિકરીને પીંખી નાંખી
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
75
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની એક ધૃણાસ્પદ ઘટનામાં હેવાન પિતાને પોતાની જ આઠ વર્ષની બાળકીને પીંખી નાખી.ઘટના એમ હતી કે આરોપી ઘરે હતો ત્યારે તેની આઠ વર્ષની દીકરી પણ ઘરે એકલી હતી. આરોપીની પત્ની તેની માતા સાથે હોસ્પિટલમાં હતી. તે સમયે આરોપીએ તેની દીકરીને આઇસ્ક્રીમ ખવડાવ્યો. બાદમાં તેને ફોસલાવી અને તેની પર દુષકર્મ આચર્યું.
માતા આરોપી પતિ સાથે બાળકીને લઇ હોસ્પિટલ પહોંચી હતી
બાળકીને દુખાવો થતાં તેણે બુમાબુમ કરી હતી. જેથી આરોપીએ બાજુમાં રહેતી એક મહિલાને બોલાવી હતી..જે મહિલાએ બાળકીની માતાને જાણ કરી…માતા ઘરે આવી અને બાદમાં આરોપી પતિ સાથે બાળકીને લઇને હોસ્પિટલ ગઇ હતી…જ્યાં ડોક્ટરે ચેકઅપ કર્યું તો દુષકર્મ થયું હોવાનું સામે આવ્યું….દીકરીની માતાએ તેની બાળકીને પૂછ્યું તો તેણે તેના જ પિતાનું નામ આપ્યું અને સમગ્ર હકીકત જણાવી…જેથી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી હેવાન પિતાની ધરપકડ કરી છે.
પત્ની સાથે અઢી વર્ષથી શારિરીક સંબંધ બંધાયા ન હોવાનું કહ્યું
પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી…પણ સાથે એક એવી ચોંકાવનારી વાત કરી કે પોલીસ પણ તે વાત સાંભળી લાલચોળ થઇ ગઇ…જી હા આરોપીએ કબૂલાત કરી કે તેને તેની પત્ની સાથે અઢી વર્ષથી શારિરીક સંબંધ બંધાયા ન હોવાથી વિકૃત થઇ ગયો હતો…..અને બાળકી તે સમયે ઘરે એકલી હોવાથી તેની પર તેણે દુષકર્મ આચર્યું હતું.હાલ પોલીસે હેવાન પિતાની ધરપકડ કરી સાયન્ટિફિક અને મેડિકલ પુરાવા એકત્રિત કરી યોગ્ય સજા થાય તે માટેના પ્રયાસ હાથ ધર્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject