Home » ગરમીથી કંટાળી ગયા છો? તો આ સમાચાર સાંંભળી થઇ જશો ખુશ
ગરમીથી કંટાળી ગયા છો? તો આ સમાચાર સાંંભળી થઇ જશો ખુશ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
112
છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પારો સતત ઉપર જઇ રહ્યો છે. દિવસે રસ્તે જતા લોકોની સંખ્યા આ ગરમીના કારણે ખૂબ જ ઘટી ગઇ છે. ત્યારે ગરમીથી કંટાળી ગયેલા લોકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. જીહા, મળી રહેલી માહિતી અનુસાર રાજ્યમાં 8 જૂનથી પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ થવાની સંભાવના છે.
રાજ્યમાં લોકો છેલ્લા ઘણા સમયથી ચોસામાની રાહ જોઇ રહ્યા છે. ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે, લોકો જો સુવિધા હોય તો ઘરમાં આખો દિવસ ACમાં જ બેસી રહેવાનું પસંદ કરી રહ્યા છે. વળી ઓફિસ કામ કરતા લોકો પણ કામનો સમય પૂર્ણ થયા બાદ પોતાના ઘરે ગયા બાદ બહાર જવાનું ટાળી રહ્યા છે. આના પરથી ગરમીનો પ્રકોપ કેટલો છે તે સ્પષ્ટપણે સમજી શકાય છે. આ તમામ વચ્ચે હવામાન વિભાગે આગામી 8 થી 10 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, વલસાડ, નવસારી, અમરેલીમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. વળી દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથમાં પણ વરસાદ પડવાની પૂરી સંભાવના છે. જોકે, અમદાવાદવાસીઓને ગરમીમાં રાહત જલ્દી મળે તેવું દેખાઇ રહ્યું નથી. અમદાવાદમાં આજે 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, 9 જૂન બાદથી ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
સોમવારે અમદાવાદ, ભાવનગર, કંડલા, અમરેલી, રાજકોટ, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, સુરેન્દ્રનગર, ડીસા, ગાંધીનગર સહિત 10 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 40થી 42.6 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યો હતો. જોકે, હવામાન ખાતાએ જણાવ્યું છે કે, આજથી ગરમીનું પ્રમાણ ઘટશે અને ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો ત્રણથી ચાર ડિગ્રી જેટલો નીચે ઉતરશે. ગરમી ભલે ઓછી થાય પરંતુ બફારો વધશે, કારણ કે આજે રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું હતું અને આકાશમાં છુટા છવાયા ભેજવાળા વાદળો જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં જો વરસાદ એકવાર પડીને બંધ થાય છે તો બફારો વધી શકી છે અને તેના કારણે લોકો વધુ હેરાન-પરેશાન થઇ શકે છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject