એર ઈન્ડિયાની કમાન ઈલ્કર અયસી પાસે, ટાટા સન્સે કર્યા ફેરફાર
ટાટા સન્સે એર ઈન્ડિયાના નવા MD અને CEOની પસંદગી કરી છે. ટાટા ગ્રૂપે એર ઈન્ડિયાની બાગડોર તુર્કી એરલાઈનના ભૂતપૂર્વ ચેરમેન ઈલ્કર અયસીને સોંપી છે. આ માટે ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન એન ચંદ્રશેકરનની હાજરીમાં બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં તેમની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે.એન ચંદ્રશેખરન, જણાવ્યું હતું કે, 'ઇલ્કર એવિએશન ઉદ્યોગના નેતા છે જેમણે ટર્કિશ એરલાઇન્સને ત્યà
ટાટા સન્સે એર ઈન્ડિયાના નવા MD અને CEOની પસંદગી કરી છે. ટાટા ગ્રૂપે એર ઈન્ડિયાની બાગડોર તુર્કી એરલાઈનના ભૂતપૂર્વ ચેરમેન ઈલ્કર અયસીને સોંપી છે. આ માટે ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન એન ચંદ્રશેકરનની હાજરીમાં બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં તેમની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે.
એન ચંદ્રશેખરન, જણાવ્યું હતું કે, 'ઇલ્કર એવિએશન ઉદ્યોગના નેતા છે જેમણે ટર્કિશ એરલાઇન્સને ત્યાં તેમના કાર્યકાળ દરમિયાન તેની વર્તમાન સફળતા તરફ દોરી હતી'. 'ટાટા ગ્રુપમાં ઇલ્કરને આવકારતાં અમને આનંદ થાય છે જ્યાં તેઓ એર ઇન્ડિયાને નવા યુગમાં દોરી જશે'.
સરકારે ખોટમાં ચાલી રહેલી એર ઈન્ડિયાને વેચી દીધી
27 જાન્યુઆરીએ, ટાટાએ એર ઈન્ડિયા, તેની પેટાકંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ તેમજ જોઈન્ટ વેન્ચર AISATSમાં 50 ટકા હિસ્સો સંભાળ્યો છે ત્યારે સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા મારફતે, સરકારે ખોટમાં ચાલી રહેલી એર ઈન્ડિયાને ટેલેસને રૂ. 18,000 કરોડમાં વેચી દીધી. સોદાના ભાગરૂપે, ટેલેસે રોકડમાં રૂ. 2,700 કરોડ ચૂકવ્યા અને એરલાઇનનું રૂ. 15,300 કરોડનું દેવું લીધું. એર ઈન્ડિયાનું બાકીનું દેવું અને ઉધાર એર ઈન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડ (AIAHL)ને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
જાણો કોણ છે ઈલ્કર અયસી
ઉલ્લેખનીય છે કે, 51 વર્ષીય કે ઇલકાર આઈશીની 2015માં તુર્કી એરલાઈન્સના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. એક વર્ષ સુધી સેવા આપ્યા પછી, તેમણે 26 જાન્યુઆરી 2022ના રોજ તેમના પદ પરથી રાજીનામું આપ્યું. બેઠકમાં વ્યાપક ચર્ચા-વિચારણા બાદ હવે તેમને એર ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી છે. તેમણે 1994 માં બિલ્કેન્ટ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ પોલિટિકલ સાયન્સ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. 1997 માં, આયાશીએ મારમારા યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય માસ્ટર પ્રોગ્રામ કર્યો.
Advertisement