રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પ્રચંડ બહુમતી મેળવી ભાજપે શાનદાર જીત મેળવી છે. પરિણામ આવ્યા બાદ હવે ભાજપ મુખ્યમંત્રીના નામ પર મંથન શરૂ કરી દીધું છે. હવે મુખ્યમંત્રીના ચહેરાને લઈને સૌ લોકોની નજર દિલ્હી પર છે. ત્રણ રાજ્યની કમાન કોને અપાશે તેના ઉપર સૌની નજર ટકી છે.
આ ત્રણ રાજ્યોમાં CM ચહેરાને લઈને વડાપ્રધાન નિવાસસ્થાને બેઠક થઇ. જે.પી.નડ્ડા, અમિત શાહ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. જો રાજસ્થાનની વાત કરી એ તો અહીં વસુંધરા રાજે અને બાલકનાથના નામની ચર્ચા થઇ રહી છે. આ સાથે વસુંધરા રાજે પણ ધારાસભ્યો સાથે બેઠક કરી રહ્યાં છે. બીજી તરફ છત્તીસગઢમાં CM માટે પાંચ દાવેદારના નામ ચર્ચામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણનું નામ હાલ ટોપ પર છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, કૈલાશ વિજયવર્ગીયના નામની પણ ચર્ચા થઇ રહી છે. 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખી પાર્ટી મહત્વનો નિર્ણય લઈ શકે છે. CMને લઈને વડાપ્રધાનનું નવું ટ્રમ્પ કાર્ડ પણ સામે આવી શકે છે. ત્રણ રાજ્યના CMને લઈને શું વડાપ્રધાન મોદી આપશે સરપ્રાઈસ? તે હવે જોવું રહ્યું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ