લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓમાં તમામ પક્ષ હવે વ્યસ્ત હોય તેવું દેખાઇ રહ્યું છે. તો બીજી તરફ વિપક્ષ પણ કેન્દ્રમાં મક્કમતાથી બેઠેલા ભાજપને હરાવવા માટે પૂરેપૂરી તૈયારીઓ કરી રહ્યું છે. બંને પક્ષો તરફથી ભારે હોબાળો ચાલી રહ્યો છે. વિપક્ષ માટે તૈયાર થઈ રહેલા INDIA ગઠબંધનની મહત્વની બેઠક આજે બપોરે 3 વાગ્યાથી મળવા જઈ રહી છે, તે પહેલા સંસદ ભવનમાં ભાજપ સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વડાપ્રધાન મોદી સાંસદોને સરકારનો એજન્ડા સમજાવી શકે છે અને 2024ની ચૂંટણીમાં જીતનો મંત્ર પણ આપી શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ