Home » રામમંદિર કેસમાં ચૂકાદો સંભળાવનાર નિવૃત જજ બન્યા રાજ્યપાલ, આ રાજ્યની સોંપાઇ જવાબદારી
રામમંદિર કેસમાં ચૂકાદો સંભળાવનાર નિવૃત જજ બન્યા રાજ્યપાલ, આ રાજ્યની સોંપાઇ જવાબદારી
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
216
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અયોધ્યાના રામ મંદિર મામલામાં ચુકાદો સંભળાવનાર જજને રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. પૂર્વ જસ્ટિસ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રામજન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ પૂર્વ જસ્ટિસ અબ્દુલ નઝીરને લઈને ઘણી ચર્ચા થઈ હતી. પૂર્વ જસ્ટિસ અબ્દુલ નઝીર આ વર્ષે 4 જાન્યુઆરીએ નિવૃત્ત થયા હતા.જ્યારે તેઓ નિવૃત્ત થયા ત્યારે CJI DY ચંદ્રચુડે તેમની સાદગીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે વર્ષ 2019 સુધી પૂર્વ જજ નઝીર પાસે પાસપોર્ટ પણ નહોતો. તાજેતરમાં જ તેઓ મોસ્કો ગયા હતા.
આ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી છે
પૂર્વ જસ્ટિસ અબ્દુલ નઝીરનો જન્મ 5 જાન્યુઆરી 1958માં થયો હતો. ત્યારબાદ 18 ફેબ્રુઆરી, 1983ના રોજ તેઓએ એડવોકેટ તરીકે નામાંકન કરાવ્યું. તેમણે કર્ણાટક હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. 12 મે 2003ના રોજ તેમની હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
6 નવા ચહેરાને રાજ્યપાલ બનાવાયા
ઉલ્લેખનીય છે કે, ભાજપના ચાર નેતાઓ અને પૂર્વ જજ અબ્દુલ નઝીર સહિત 6 નવા ચહેરાઓને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. પૂર્વ ન્યાયાધીશ નઝીર અયોધ્યા કેસમાં ચુકાદો આપનારી સુપ્રીમ કોર્ટની બેંચના સભ્ય હતા. આ સિવાય મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર આરકે માથુરના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
ભાજપના આ નેતાઓ રાજ્યપાલ બન્યા
જણાવી દઈએ કે બીજેપી નેતા સીપી રાધાકૃષ્ણન, લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, ગુલાબ ચંદ કટારિયા અને શિવ પ્રતાપ શુક્લાને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. સાથે જ ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસ મહારાષ્ટ્રમાં ભગત સિંહ કોશિયારીનું સ્થાન લેશે. આ ઉપરાંત આરકે માથુરની જગ્યાએ અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બ્રિગેડિયર બીડી મિશ્રા (નિવૃત્ત)ને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject