Home » દેશમાં ત્રણ ઋતુ એક્ટિવ, ઉત્તર ભારતમાં સવારે ગરમી તો રાત્રે ઠંડી, વરસાદની પણ છે આશંકા
દેશમાં ત્રણ ઋતુ એક્ટિવ, ઉત્તર ભારતમાં સવારે ગરમી તો રાત્રે ઠંડી, વરસાદની પણ છે આશંકા
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
69
દેશમાં ઠંડી ધીમે ધીમે જઇ રહી છે. જોકે, સવારના સમયે દેશના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી પડી રહી છે તો બીજી તરફ જો રાત્રિના સમયની વાત કરીએ તો લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. વળી, તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, પશ્ચિમ હિમાલયમાં ફરી એકવાર વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. કહેવામાં આવી રહ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ હિમાલયમાં આગામી 3 દિવસ સુધી હળવો વરસાદ અને બરફ પડી શકે છે.
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અન્ય પહાડી વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. વરસાદની સાથે સાથે અનેક વિસ્તારોમાં હિમવર્ષા પણ થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયા 2 માર્ચ સુધી ચાલુ રહેશે. તે પછી હવામાન ખુલશે. જો કે આ સપ્તાહના અંતે ફરી એકવાર આકાશમાં વાદળો જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બુધવારે રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 માર્ચે ઘણા વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે.
દરમિયાન, બિહાર અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ચાલુ છે. જેના કારણે આજે છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં હળવા વરસાદની સંભાવના છે. આ સાથે આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સપ્તાહના અંત સુધીમાં કેટલીક જગ્યાએ વાદળો પણ જોવા મળી શકે છે.
સ્કાયમેટ વેધર અનુસાર, આગામી 24 કલાકમાં અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તેમજ કેટલીક જગ્યાએ હળવો હિમવર્ષા થઈ શકે છે. આ સાથે પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર રાજસ્થાનના કેટલાક ભાગોમાં 2 માર્ચે હળવો વરસાદ થવાની સંભાવના છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject