Home » ઉત્તર પ્રદેશના DGP મુકુલ ગોયલને પદ પરથી દૂર કરાયા, ડ્યુટીમાં બેદરકારીના કારણે કાર્યવાહી
ઉત્તર પ્રદેશના DGP મુકુલ ગોયલને પદ પરથી દૂર કરાયા, ડ્યુટીમાં બેદરકારીના કારણે કાર્યવાહી
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
113
ઉત્તર પ્રદેશની યોગી સરકાર બરાબર કામ નહીં કરનારા અધિકારીઓ પર એક્શન મોડમાં છે. બુધવાારે યુપી સરકારે એક મોટી કાર્યવાહી કરી છે. ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના ડીજીપી મુકુલ ગોયલ સામે કડક કાર્યવાહી કરી છે. ડીજીપી મુકુલ ગોયલને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. સરકારે તેમને ડીજી સિવિલ સિક્યુરિટીના પદ પર નિયુક્ત કર્યા છે. ડીજીપી મુકુલ ગોયલને સરકારી કામની અવગણના, વિભાગીય કામમાં રસ ન લેવા અને નિષ્ક્રિયતાને કારણે ડીજીપી પદેથી દૂર કરવામાં આવ્યા છે.
મુકુલ ગોયલે 2 જુલાઈ 2021ના રોજ યુપીના ડીજીપીનું પદ સંભાળ્યું હતું. તેઓ 1987 બેચના IPS અધિકારી છે. અગાઉ તેઓ કેન્દ્રમાં બીએસએફમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ઓપરેશન્સ તરીકે નિયુક્ત હતા. તયારબાદ તેમને યુપીના ડીજીપી બનાવવામાં આવ્યા હતા. હવે યોગી સરકારે કામમાં બેદરકારી દાખવવા બદલ તેમની સામે મોટી કાર્યવાહી કરી છે. મુકુલ ગોયલ મુઝફ્ફરનગરના શામલીના રહેવાસી છે. આ પહેલી વખત છે કે જ્યારે કોઇ ડીજીપીને આવા કારણેસર પદ પરથી દૂર કરવામાં આવ્યા હોય.
નિવૃતિના બે વર્ષ પહેલા પદ પરથી હટાવાયા
મુકુલ ગોયલનુંન નામ હંમેશા વિવાદો સાથે જોડાયેલું રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2000માં પણ એક MLAની હત્યા બાદ ગોયલને SSP બેડમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે 2006માં કથિત પોલીસ ભરતી કૌભાંડમાં પણ તેમનું નામ આવ્યું હતું. મુકુલ ગોયલ ફેબ્રુઆરી 2024માં નિવૃત થવાના હતા. પરંતુ કામમાં રસ ન લેવાના કારણે તેમને નિવૃત્ત થતા પહેલા જ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. મુકુલ ગોયલ પર યુપીમાં કાયદો અને વ્યવસ્થાની મોટી જવાબદારી હતી.
રાજ્યને ટૂંક સમયમાં નવા ડીજીપી મળશે
હવે એવી ચર્ચા છે કે ટૂંક સમયમાં યોગી સરકાર નવા ડીજીપીની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડીજીપી પદની રેસમાં ત્રણ નામની સૌથી વધુ ચર્ચા છે. જેમાં ડીજી ઈન્ટેલિજન્સ ડીએસ ચૌહાણ, આરકે વિશ્વકર્મા અને આનંદ કુમારનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણ નામોમાંથી યોગી સરકાર કોઇ એક નામ પર મહોર લગાવશે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject