Home » ભારતના પ્રતિબંધ બાદ વિશ્વભરમાં ઘઉંના ભાવમાં ઉછાળો
ભારતના પ્રતિબંધ બાદ વિશ્વભરમાં ઘઉંના ભાવમાં ઉછાળો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
100
રશિયા-યુક્રેન વચ્ચે સાડા ત્રણ મહિનાથી લાંબી લડાઇ હજું ચાલી રહી છે તેથી યુદ્ધના કારણે તથા હવામાનના પ્રતિકુળ સંજોગોના કારણે વિશ્વમાં ફૂડ ક્રાઇસીસ શરુ થઇ ગઇ છે. તમામ દેશો પોતાની જરુરિયાતો પૂર્ણ કરવા પર ધ્યાન આપી રહ્યા છે અને તેથી જ ભારતે આ જ કારણથી ઘઉં સહિત કેટલીક જરુરી ચીજોની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. જો કે ભારતના આ નિર્ણયથી ગ્લોબલ માર્કેટ પર પ્રતિકુળ અસર જોવા મળી રહી છે. નિકાસ પ્રતિબંધ બાદ ઘઉંના વૈશ્વિક ભાવમાં ઉછાળો આવ્યો છે અને ભાવ હાઇ લેવલના રેકોર્ડ બ્રેક સુધી પહોંચ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એજન્સી ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન મુજબ યુક્રન રશિયા યુદ્ધ બાદ ઘઉંનું ઉત્પાદન ઓછુ રહેવાની સંભાવના છે. ભારતના ઘઉં નિકાસ પર પ્રતિબંધ બાદ મે માસમાં લગાતાર ચોથા મહિને ઘઉંના ભાવમાં વધારો થયો છે. મે માસમાં ઘઉંના વૈશ્વિક ભાવમાં 5.6 ટકાનો વધારો થયો છે અને તે ગત વર્ષના મે મહિના કરતાં 56.2 ટકા વધુ છે. માર્ચ 2008ના રેકોર્ડ સ્તર કરતા તે હવે માત્ર 11 ટકા નીચે છે.
ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને કહ્યું કે યુદ્ધના કારણે યુક્રેનમાં ઘઉંનું ઉત્પાદન ઓછું થવાની આશંકા છે અને ખરાબ વાતાવરણના કારણે ઘણા દેશોમાં પણ ઉત્પાદન ઓછું થવાની શક્યતા છે અને તે સમયે જ ભારતે પણ ઘઉં નિકાસ પર પ્રતિબંધ લગાવતાં આ કારણોસર ઘઉંના વૈશ્વિક ભાવમાં લગાતાર વધારો થઇ રહ્યો છે.
સંસ્થાએ કહ્યું કે ઓવરઓલ પ્રાઇઝ ઇન્ડેક્સ એક મહિનાની તુલનામાં 0.6 ટકા ઘટીને 157.4 પોઇન્ટ પર આવી ગયો છે. જો એક વર્ષ પહેલાં મેની તુલનામાં 22.8 ટકા વધારે છે. બીજી તરફ અનાજનો પ્રાઇઝ ઇન્ડેક્સ મે મહિનામાં એપ્રિલ કરતાં 2.2 ટકા અને ગત વર્ષના મેની તુલનામાં 29.7 ટકા વધીને 173.4 પોઇન્ટ પર રહ્યો છે. જેથી ખાવા પીવાની ચીજોનો સરેરાશ ભાવ ભલે ઓછો થયો હોય પણ અનાજના મુદ્દે લોકોને હજું રાહત મળી નથી.
સંસ્થાએ એમ પણ કહ્યું કે મે 2022માં ચોખાના ભાવમાં પણ લગાતાર પાંચ મહિનાથી વધારો થઇ રહ્યો છે. લગભગ દરેક મોટા બજારમાં કોટેશન ઉપર જઇ રહ્યું છે પણ રાહતની વાત એ છે કે સૌથી વધારે વેચાતી વેરાયટી ઇન્ડીકાના ભાવમાં સૌથી ઓછો 2.6નો વધારો થયો છે. ખાંડ અને મકાઇના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
વિશ્વમાં પુરતો જથ્થો હોવાના સંકેતના કારણે તથા ભારતમાં વધુ ઉત્પાદનની આશાના કારણે ખાંડના ભાવ કન્ટ્રોલમાં રહ્યા છે. આ ઉપરાંત ઇથેનોલના ઓછા ભાવ અને ડોલર કરતાં બ્રાઝીલની કરન્સી નબળી હોવાના કારણે પણ ભાવ અંકુશમાં રહ્યા છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject