Panchmahal : વરસાદી પાણીના નિકાલના અભાવે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
ગોધરાના વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલી ત્રણ રહેણાંક સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલના અભાવે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી રહીશોએ આ સમસ્યાના નિકાલ અંગે અનેક રજૂઆત કર્યા બાદ પણ આજ દિન સુધી પરિણામ મળ્યું નથી, જેથી અહીંના રહીશો હાલ કફોડી સ્થિતિમાં જોવા મળ્યા. બીજી બાજુ રહીશોએ વરસાદી પાણી મકાનોમાં ઘૂસીના જાય એ માટે કેટલાક રહીશોએ પોતાના મકાનના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ બે ફૂટ ઊંચાઈ સુધીના પથ્થરો પણ ફીટ કરી સમસ્યામાંથી હલ મેળવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે વરસાદી પાણીના યોગ્ય નિકાલની સત્વરે કામગીરી કરવામાં આવે માગ ઉઠી છે.
આ પણ વાંચો - Panchmahal : વાવડી બુઝર્ગ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


