Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: ખેતરમાં અજગરને સીપીઆર આપી જીવ બચાવવામાં આવ્યો, જુઓ Video

Gujarat: ડેડીયાપાડાના કોલીવાળા ગામ ખાતે અજગરનો જીવ બચાવાયો છે. જેમાં ખેતરમાં અજગરને સીપીઆર આપી જીવ બચાવવામાં આવ્યો છે. વન વિભાગ અને ડેડીયાપાડા જીવદયાપ્રેમીએ સંયુક્ત રેસ્ક્યુ કર્યું હતુ. અજગરને મૂઢ ઘા વાગતા બેભાન થઈ ગયો હતો. જેમાં જીવદયાપ્રેમીએ સીપીઆર આપીને અજગરનો જીવ બચાવ્યો હતો. તથા વન વિભાગની ટીમ દ્વારા સુરક્ષિત રીતે જંગલમાં છોડી દેવામાં આવ્યો છે.
gujarat  ખેતરમાં અજગરને સીપીઆર આપી જીવ બચાવવામાં આવ્યો  જુઓ video
Advertisement
  • Gujarat: ડેડીયાપાડાના કોલીવાળા ગામ ખાતે અજગરનો જીવ બચાવાયો
  • ખેતરમાં અજગરને સીપીઆર આપી જીવ બચાવવામાં આવ્યો
  • વન વિભાગ અને ડેડીયાપાડા જીવદયાપ્રેમીએ સંયુક્ત રેસ્ક્યુ કર્યું

Gujarat: ડેડીયાપાડાના કોલીવાળા ગામ ખાતે અજગરનો જીવ બચાવાયો છે. જેમાં ખેતરમાં અજગરને સીપીઆર આપી જીવ બચાવવામાં આવ્યો છે. વન વિભાગ અને ડેડીયાપાડા જીવદયાપ્રેમીએ સંયુક્ત રેસ્ક્યુ કર્યું હતુ. અજગરને મૂઢ ઘા વાગતા બેભાન થઈ ગયો હતો. જેમાં જીવદયાપ્રેમીએ સીપીઆર આપીને અજગરનો જીવ બચાવ્યો હતો. તથા વન વિભાગની ટીમ દ્વારા સુરક્ષિત રીતે જંગલમાં છોડી દેવામાં આવ્યો છે.

અગાઉ પણ સાપને સીપીઆર બચાવ્યો હતો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નોનાપોંઢા ગામ પાસે આવેલા આમધામ વિસ્તારમાં એક ઘટના બની હતી. વીજપોલ પર ચઢેલા એક મોટા ધામણ સાપને હાઇ-વોલ્ટેજ કરંટ લાગતા તે 15 ફૂટની ઊંચાઈએથી ધડામ કરતો જમીન પર પટકાયો અને બેભાન થઈ ગયો હતો. લોકો તો સાપને મૃત જ સમજીને ડરી ગયા પરંતુ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના સ્વયંસેવક મુકેશ વાયડે હાર માની નહતી. તેમણે સાપને 25-30 મિનિટ સુધી CPR (કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન) આપીને તેના એકવાર ફરીથી તેના ધબકારા ચાલું કર્યા હતા.

Advertisement

Advertisement

મુકેશભાઈ વાયડે જણાવ્યું, “સાપ 15 ફૂટ ઊંચા વીજપોલ પરથી પડ્યો હતો અને કરંટનો ઝટકો લાગવાથી તેનું શ્વાસોચ્છવાસ બંધ થઈ ગયો હતો. હું તુરંત ત્યાં પહોંચ્યો અને સાપની છાતી પર હળવા હાથે દબાણ કરીને CPR શરૂ કર્યું.

લગભગ 28 મિનિટ પછી સાપે ધીમે ધીમે શ્વાસ લેવાનું શરૂ કર્યું

લગભગ 28 મિનિટ પછી સાપે ધીમે ધીમે શ્વાસ લેવાનું શરૂ કર્યું અને છેવટે સજીવન થઈ ગયો હતો.” આ પછી ટીમે સાપને સુરક્ષિત રીતે પકડીને નજીકના જંગલ વિસ્તારમાં છોડી દીધો હતો. આ ધામણ સાપ લગભગ 7 ફૂટ લાંબો હતો અને બિન-ઝેરી હોવાથી સ્થાનિકોમાં પણ રાહતનો શ્વાસ લીધો હતો. મુકેશ વાયડ છેલ્લા 15 વર્ષથી વન્યજીવન રેસ્ક્યૂનું કામ કરે છે અને અત્યાર સુધીમાં 500થી વધુ સાપો તથા અન્ય પ્રાણીઓનો જીવ બચાવી ચૂક્યા છે. તેમણે કહ્યું, “સાપ પણ જીવ છે. જો સમયસર CPR આપવામાં આવે તો ઘણા પ્રાણીઓનો જીવ બચી શકે છે.” આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો મુકેશભાઈને “સાપનો ડૉક્ટર” અને “જીવદયાનો દેવદૂતો” જેવા નામ આપીને વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Bhavnagar Triple Murder Case: ભાવનગર વનકર્મી શૈલેષ ખાંભલા મર્ડર કેસમાં આવ્યો નવો વળાંક

Tags :
Advertisement

.

×