Download Apps
Home » પ્રથમવાર ગુજરાતી અભિનેત્રીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ: મહુવાના આશા પારેખ, બે વાર પ્રેમમાં પડ્યાં પણ લગ્ન ન કર્યા

પ્રથમવાર ગુજરાતી અભિનેત્રીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ: મહુવાના આશા પારેખ, બે વાર પ્રેમમાં પડ્યાં પણ લગ્ન ન કર્યા

બોલિવુડના હિટ ગર્લ (Hit Girl) આશા પારેખ ( Asha Parekh) ને એક્ટિંગ સિનેમાનું સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ  ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે. (Dadasaheb Phalke Award 2022) કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે( Anurag Thakur) મંગળવારે આ અંગે જાહેરાત કરતાં કહ્યું કે પીઢ અભિનેત્રી આશા પારેખને  દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. દાદાસાહેબ ફાળકે પુરસ્કાર ભારતીય સિનેમાના ક્ષેત્રમાં સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે. આશા પારેખ એ ફિલ્મ દુનિયાના પેહેલા ગુજરાતી હિરોઇન તરીકે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ભારતીય સિનેમાને આજે જ્યાં છે ત્યાં સુધી પહોંચાડવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.
Asha Parekh to be bestowed with Dadasaheb Phalke Award | Entertainment  News,The Indian Express

આ એવોર્ડ મેળવનાર આશા 52મી વ્યક્તિ હશે
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે મંગળવારે જાહેરાત કરી કે આ વર્ષનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ પીઢ બોલીવુડ અભિનેત્રી આશા પારેખને આપવામાં આવશે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર તેઓ 52મી વ્યક્તિ હશે. અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, “દાદાસાહેબ ફાળકે સમિતિ જેમાં આશા ભોસલે, હેમા માલિની, ઉદિત નારાયણ, પૂનમ ધિલ્લોન અને ટીએસ નાગભરનનો સમાવેશ થાય છે. આ કમિટીએ તાજેતરમાં 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં આશા પારેખને આ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે.” આશા પારેખને 2020ના દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
 
Asha Parekh bestowed with Dadasaheb Phalke Award for Outstanding  Contribution To Film Industry | Entertainment News – India TV

ઘરમાં વેજ અને નોજવેજ એમ બે રસોડાં હતા
મૂળ ગુજરાતના મહુવાના અભિનેત્રી આશા પારેખને 30 સપ્ટેમ્બરે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અપાશે. આશા પારેખ ગુજરાતના મૂળ મહુવાના છે. એમની ઓટોબાયોગ્રાફી હિટ ગર્લ આશા પણ આવી ચૂકી છે. જેમાં ઉલ્લેખ છેકે એમના પિતા મૃૂળ અમદાવાદના જૈન ગુજરાતી હતા અને એમના માતા ખોજા મુસ્લિમ હતાં. તેમની બાયોગ્રાફીમાં તેમણે કહ્યું કે એમના ઘરમાં વેજ અને નોજવેજ એમ બે રસોડાં હતા. તાજેતરમાં તેમણે તેમની લવ લાઇફના સિક્રેટ પણ ખોલ્યાં  તેમણે કબુલ્યું કે પરણિત પુરુષના પ્રેમમાં પડવાથી  તેમને દુઃખ સહન કરવું પડ્યું, પોતે ક્યારેય લગ્ન ન કરવાનું કારણ પણ જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે, આશા તેની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફને લઈને પણ ઘણી હેડલાઈન્સમાં રહેતા આવ્યાં છે,  પોતાની લવ લાઈફ વિશે પણ ખૂવીને જણાવે છે.
asha parekh nasir hussain love story asha parekh nasir hussain love story asha  parekh movies husband age house family photos marriage biography, इस  फ‍िल्‍मकार से बेहद प्‍यार करती थीं आशा पारेख, फ‍िर

તેમના પિતા મૂળ અમદાવાદના હતાં
આશા પારેખનો જન્મ ભારતમાં 2 ઓક્ટોબર, 1942ના રોજ હિંદુ જેૈન મધ્યમ વર્ગીય ગુજરાતી પરિવારમાં થયો હતો . પિતા પ્રાણલાલ પારેખ અને માતા સુધા પારેખ હતાં. તેમના પિતા મૂળ અમદાવાદના હતાં. આશા તેમના માતાપિતાનું એક માત્ર બાળક હોવાથી,  માતાપિતાના જીવનનું કેન્દ્ર હતાં. તેમની માતાએ નાની ઉંમરે જ તેમને શાસ્ત્રીય નૃત્યના વર્ગોમાં પ્રવેશ કરાવ્યો અને આશાએ સ્ટેજ શોમાં પરફોર્મ કર્યું અને 15 વર્ષે તો ડાન્સમાં નિપુણતા મેળવી. પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શક બિમલ રોયે એક સ્ટેજ ફંક્શનમાં તેણીનો નૃત્ય જોયું અને મા (1957) માં દસ વર્ષની ઉંમરે તેમને કાસ્ટ કર્યા. ત્યાર બાદ  ફરીથી બાપ બેટી (1954) માં તેમને બિમલ રોયે કાસ્ટ કર્યાં, પરંતું આ ફિલ્મની નિષ્ફળતાએ તેમને નિરાશ કર્યા અને તેઓ શાળકીય અભ્યાસમાં લાગ્યાં. 
Asha Parekh remembers filmmaker Nasir Hussain on death anniversary: He was  the true love of my life | Celebrities News – India TV
 
આ પ્રોડ્યુસર સાથે પ્રેમમાં હતા
પોતાના સમયમાં બોલિવૂડની દિવા રહી ચૂકેલા આશા પારેખે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. જોકે આશા તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને ઘણી હેડલાઈન્સમાં રહ્યાં. આશા ફિલ્મ પ્રોડ્યુસર નાસિર હુસૈન સાથે રિલેશનશિપમાં હતા. તેમના આ સંબંધોના સમાચાર બોલિવૂડના કોરિડોરમાં ખૂબ ચર્ચામાં હતા. જોકે, આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં કારણ કે નાસિર પરિણીત હતા. ભલે આશા નાસિરને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ તે પોતાના પ્રેમ ખાતર કોઈનું ઘર, પરિવાર તોડવા માંગતા ન હતા. આશાએ પોતે પણ એક ઇન્ટવ્યૂમાં આ હકીકત સ્વીકારી હતી.
Asha Parekh Gets Candid About The Only Man She Ever Loved And Why She Never  Got Married

કોઈનું ઘર તોડવા માંગતા નહોતા
આખી જીંદગી સિંગલ રહેવા પર આશાએ તાજેતરમાં જ એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘મારો સિંગલ રહેવાનો નિર્ણય એકદમ સાચો હતો. હું એક પરિણીત પુરુષને પ્રેમ કરતી હતી, પણ હું તેના વસેલા ઘરને તોડવા  માંગતી ન હતી. હું તેના બાળકોને હર્ટ કરવા માંગતી ન હતી. તેથી જ મેં તેના પરિવાર પ્રત્યેના મારા પ્રેમની અવગણના કરી. જુઓ, સમય અને સંજોગો બધું જ છે, જે થવાનું છે તે તમે રોકી શકતા નથી. જે તમારા નસીબમાં નથી તે તમે રાખી શકતા નથી.
 Asha Parekh Gets Candid About The Only Man She Ever Loved And Why She Never  Got Married

બીજીવાર પણ પ્રેમમાં નિષ્ફળતા
આશાએ એક વખત એવું પણ કહ્યું હતું કે જીવનના એક પડાવમાં તે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ તેમની સાથે ફરી જૂની વાર્તા રિપિટ થઈ. તેમણે કહ્યું હતું કે, હું યુએસમાં રહેતા એક પ્રોફેસરની ખૂબ નજીક આવી ગઈ હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. હું તેને ઘણી વખત મળતી હતી. અમે એક દિવસ કેફેમાં બેઠા હતા અને તેણે મને કહ્યું કે મારી એક ગર્લફ્રેન્ડ છે અને તમે વચ્ચે આવ્યા. અને મેં મૂવ ઓન કરી દીધું.
Asha Parekh herself raised the veil from the secret of not getting married,  said – I wanted to do it but... - Edules

આશા પારેખના અભિનયને સિનેમાનું સર્વોચ્ચ સન્માન, દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળશે
આશા પારેખે ‘દિલ દેખે દેખો’, ​​’કટી પતંગ’, ‘તીસરી મંઝિલ’ અને ‘કારવાં’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણીને હિન્દી સિનેમાની આઇકોનિક અભિનેત્રી માનવામાં આવે છે. 60 અને 70ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આશા પારેખ તેમના સમયની સૌથી મોંઘી અભિનેત્રી હતી. તેમણે ઘણી હિટ ફિલ્મો આપી, જેના કારણે તેમને ‘હિટ ગર્લ’ પણ કહેવામાં આવે છે.
IN PICS| Dancing Diva Asha Parekh Is An Ageless Beauty

આશા પારેખ હાલમાં એક્ટિંગથી દૂર ડાન્સ એકેડમી ચલાવે છે
બોલિવુડની જાણીતી અભિનેત્રી આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આશા પારેખને 30 સપ્ટેમ્બરે યોજાનારા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું આ સૌથી મોટું સન્માન આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ જાહેરાત કરી હતી. આશા પારેખે 60 અને 70ના દાયકામાં બોલિવૂડ પર રાજ કર્યું અને ઘણી યાદગાર ફિલ્મો કરી.
शादीशुदा शख्स के प्यार में पड़ गई थीं Asha Parekh, इस वजह से ताउम्र रहीं  अकेली - Bollywood News AajTak

‘હિટ ગર્લ’ આશા પારેખ પોતાના જમાનાની સૌથી મોંઘી અભિનેત્રી રહી ચૂક્યાં છે.
આશા પારેખ ભારતીય સિનેમામાં ‘ધ હિટ ગર્લ’ તરીકે પણ પ્રખ્યાત છે. તેમણે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન કોમર્શિયલ ફિલ્મોમાં ઘણી ખ્યાતિ મેળવી છે. આશા પારેખ પોતાના જમાનાની સૌથી મોંઘી અભિનેત્રી રહી છે. 1960 અને 1970ના દાયકામાં બોલિવૂડમાં સૌથી વધુ હિટ ફિલ્મો આપવાનો રેકોર્ડ પણ તેના નામે છે. આશા પારેખની સૌથી લોકપ્રિય ફિલ્મો ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ (1961), ‘ફિર વહી દિલ લાયા હૂં’ (1963), ‘તીસરી મંઝિલ’ (1966), ‘બહારોં કે સપને’ (1967), ‘પ્યાર કા મૌસમ’ છે. સાથે જ  ‘ (1969), ‘કટી પતંગ’ (1970) અને કારવાં (1971) પણ સામેલ છે. આશા પારેખે નાસિર હુસૈનની ફિલ્મ ‘મંઝીલ મંઝિલ’ (1984) માં પણ એક કેમિયો કર્યો હતો, જેની સાથે તેમણે અગાઉ 6 ફિલ્મો કરી હતી.
See Veteran Actress, Asha Parekh's Rare Pictures With Nasir Hussain,  Dharmendra & Others

આશા પારેખનું બાળપણ
આશા પારેખની બાળપણની તસવીર
Actress Asha Parekh's Bio, career, awards | NE India News

બાળ કલાકાર તરીકે શરૂઆત
આશા પારેખ માત્ર એક મહાન અભિનેત્રી નથી પણ એક અદ્ભુત ક્લાસિકલ ડાન્સર પણ છે. તેમણે નાનપણથી જ ડાન્સ શીખવાનું શરૂ કર્યું હતું. આશા પારેખે બાળપણથી જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. માત્ર 10 વર્ષની ઉંમરે તેમણે 1952માં આવેલી ફિલ્મ ‘મા’માં કામ કર્યું હતું. આ પછી આશા પારેખે વધુ કેટલીક ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું. પરંતુ બાદમાં એક્ટિંગ છોડીને અભ્યાસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.
Asha Parekh Wiki, Age, Husband, Family, Biography & More - WikiBio

સ્ટાર બનવા પરફેક્ટ નથી એમ કહીને નકારી કાઢવામાં આવ્યા
અભ્યાસ પૂરો કર્યા પછી, આશા પારેખ 16 વર્ષની ઉંમરે 1959માં આવેલી ફિલ્મ ‘ગૂંજ ઊઠી શહનાઈ’થી હિરોઈન તરીકે ડેબ્યૂ કરવા માંગતા હતા. પરંતુ તેમને આ ફિલ્મમાંથી એમ કહીને રિજેક્ટ કરવામાં આવ્યા કે તે સ્ટાર મટિરિયલ નથી. પરંતુ નાસિર હુસૈને તેમને તે જ વર્ષે ફિલ્મ ‘દિલ દેકે દેખો’માં સાઈન કર્યા હતા. આ ફિલ્મમાં આશા પારેખની સામે શમ્મી કપૂર હતા. આ ફિલ્મ સુપરહિટ રહી અને ફિલ્મે આશા પારેખને રાતોરાત સ્ટાર બનાવી દીધી.
Yes, Nasir Hussain Was the Only Man I Ever Loved: Asha Parekh

1992માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો
અગાઉ વર્ષ 1992માં તેમને સિનેમા ક્ષેત્રે યોગદાન બદલ ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) દ્વારા આશા પારેખને લિવિંગ લિજેન્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આશા પારેખ ભારતના સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સેન્સર બોર્ડ)ના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા.
Asha Parekh | Beautiful bollywood actress, Most beautiful bollywood  actress, Beautiful indian actress

ફિલ્મોથી દૂર મુંબઈમાં ડાન્સ એકેડમી ચાલે છે
હાલમાં આશા પારેખ ફિલ્મોથી દૂર મુંબઈમાં પોતાની ડાન્સ એકેડમી ચલાવે છે. આ સિવાય તે સાંતાક્રુઝ વિસ્તારમાં આવેલી આશા પારેખ હોસ્પિટલનું કામ પણ જુએ છે. 
Throwback Thursday Asha Parekh Spoke About Her Big Hips - Throwback:  वेस्टर्न कपड़े पहनने के लिए आशा पारेख ने कम किया था 15 किलो वजन, डायरेक्टर  उड़ाते थे मजाक - Entertainment News ...

ઘણી ભાષાઓની ફિલ્મોમાં આશા ચમક્યાં છે
આશા પારેખ તેમના યુગની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક રહી છે. તેમણે પંજાબી, ગુજરાતી ફિલ્મ અખંડ સૌભાગ્યલતીમાં પમ કામ કર્યું અને કન્નડ ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. તેણે પોતાની પ્રોડક્શન કંપની પણ શરૂ કરી અને ટીવી શોનું નિર્માણ કર્યું. તેમને વર્ષ 1992માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. અનુરાગ ઠાકુરે આશા વિશે કહ્યું, “તેમણે 95 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો અને 1998 થી 2001 સુધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના અધ્યક્ષ રહ્યાં.”
Asha Parekh features on magazine cover, says she has 'absolutely no  regrets' about not getting married. See pic | Bollywood - Hindustan Times

દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિતરણ કાર્યક્રમ
સિનેમા ક્ષેત્રે આ સર્વોચ્ચ પુરસ્કાર (દાદા સાહેબ ફાળકે એવોર્ડ) દર વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં આપવામાં આવે છે. આ વર્ષે આ કાર્યક્રમ 30 સપ્ટેમ્બરે યોજાશે જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અભિનેત્રી આશા પારેખને એવોર્ડ આપશે. ગયા વર્ષે સુપરસ્ટાર રજનીકાંતને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Listen to Popular Classic Hindi song form the movie Kati Patang Starring  Rajesh Khanna and Asha Parekh (Video Jukebox) | Hindi Video Songs - Times  of India

આશા પારેખની કેટલીક આઇકોનિક ફિલ્મો
79 વર્ષીય આશા પારેખે ‘દિલ દેખે દેખો’, ​​’કટી પતંગ’, ‘તીસરી મંઝિલ’ અને ‘કારવાં’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણીને હિન્દી સિનેમાની આઇકોનિક અભિનેત્રી માનવામાં આવે છે. આ પહેલા 2019નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને આપવામાં આવ્યો હતો. પારેખે 1990ના દાયકાના અંતમાં વખાણાયેલી ટીવી સિરિયલ ‘કોરા કાગઝ’નું દિગ્દર્શન કર્યું હતું. નિર્માતા અને દિગ્દર્શક તરીકે તેમનું કામ પણ અસાધારણ રહ્યું છે.
Asha Parekh has remained... - Timeless Indian Melodies | Facebook

બાળ કલાકાર તરીકે પદાર્પણ
આશા પારેખે પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. ત્યારબાદ ઈન્ડસ્ટ્રીના લોકો તેને બેબી આશા પારેખના નામથી ઓળખતા હતા. સિનેમા જગતમાં તેની સફર ઘણી લાંબી રહી છે. આશાનું જીવન ત્યારે બદલાઈ ગયું જ્યારે પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક બિમલ રોયે તેમને કાર્યક્રમમાં ડાન્સ કરતા જોયા અને તેણીને તેમની ફિલ્મ મા (1952) માં ભૂમિકા ઓફર કરી. એ સમયે આશા માત્ર 10 વર્ષની હતી.
Film History Pics no Twitter:

જ્યારે આશાની ફિલ્મ પીટાઈ ગઈ 
આ પછી બિમલે 1954માં આવેલી ફિલ્મ ‘બાપ બેટી’માં આશાને તક આપી પરંતુ ફિલ્મ હિટ ન થતાં તેઓ નિરાશ થઈ ગયા. આશાએ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને સોળ વર્ષની ઉંમરે તેમણે લીડ અભિનેત્રી તરીકે શરૂઆત કરી. કહેવાય છે કે વિજય ભટ્ટની ફિલ્મ ‘ગૂંજ ઊઠી શહનાઈ’માં તેમને હીરોઇન તરીકે  રિજેક્ટ કરવામાં આવ્યા હતા.
Best Asha Parekh Movies | Filmfare.com

અને આશા પારેખ સ્ટાર બની ગયા
ફિલ્મ નિર્માતાએ દાવો કર્યો હતો કે આશા પારેખ સ્ટાર અભિનેત્રી બનવા માટે  લાયક નથી. પરંતુ બરાબર 8 દિવસ પછી, એવું બન્યું કે દરેકને આશ્ચર્ય થયું. ફિલ્મ નિર્માતા સુબોધ મુખર્જી અને લેખક-નિર્દેશક નાસિર હુસૈને તેમને દિલ દેકે દેખો (1959) માં શમ્મી કપૂર સાથે સાઈન કર્યા અને આ ફિલ્મે આશા પારેખને રાતોરોત સ્ટાર બનાવી  દીધા. તે પછી તેમણે ક્યારેય તેની કારકિર્દીમાં પાછું વળીને જોયું નથી.
Happy Birthday Asha Parekh: As Legendary Actor Turns 78, Here are Some of  Her Iconic Songs

મમ્મીનું સ્વપ્ન અધૂરું રહી ગયું
આશાની માતાએ પણ હાર માની લીધી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેમની માતાએ તેમના માટે ઘણા છોકરાઓ જોયા હતા, પરંતુ તેમને લાગતું કે તે તેમના માટે યોગ્ય નહોતા. એટલું જ નહીં થોડા સમય પછી તેમની માતાએ પણ હાર માની લીધી. જેની સાથે તે મારી કુંડળી બતાવતા, તે વ્યક્તિ સાથે મારા લગ્ન નહીં ચાલે એવું કહેવાતું.
 Book Review: Khalid Mohamed's Asha Parekh – The Hit Girl : Bollywood News -  Bollywood Hungama
ધ હિટ ગર્લ- આશા પારેખ
આશા પારેખના ઓટોબાયો ગ્રાફી ધ હિટ ગર્લ. આશા પારેખ દ્વારા લેખિત છે, જે ખાલિદ મોહમ્મદ દ્વારા સંપાદિત કરવામાં આવી છે. જેને સલમાન ખાન દ્વારા આ બૂક લોન્ચ કરવામાં આવી હતી. આ બૂકમાં તેમના જીવનના તમામ અનુભવો તેમણે શેર કર્યા છે. આશા પારેખનો જન્મ ફિલ્મો માટે જ થયો હતો. તેઓ ઘૂંટણિયે હતા ત્યારથી તેમણે બાળ કલાકાર તરીકે કેમેરો ફેસ કર્યો હતો.
  
Asha Parekh Opens Up About Having No Regrets On Being Unmarried, Says, 'It  Wasn't Meant To Be'
 
ફિલ્મો સાથે સિરિયલ્સમાં પણ હીટ
બોમ્બેની જે.બી. પેટિટ ગર્લ્સ હાઈસ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થી તરાકે આશાએ શાળા બાદ ફાજલ કલાકોમાં ઉત્સુક ગુરુઓ પાસેથી શાસ્ત્રીય નૃત્ય શીખવા માટે પોતાને સમર્પિત કર્યા. ફિલ્માલય સ્ટુડિયોના શશીધર મુખર્જી દ્વારા તેમને પહેલો બ્રેક આપવામાં આવ્યો. તે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (1998-2001)ના અધ્યક્ષ હતા આજે પણ તેઓ  સિને અને ટીવી કલાકારોના સંગઠનો અને ફિલ્મ ઉદ્યોગના કામદારો, ટેકનિશિયન અને અભિનેતાઓના કલ્યાણ માટે સમર્પિત અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
Yesteryear actress Waheeda Rehman & Asha Parekh
  
‘કોરા કાગઝ’ અને ‘પલાશ કે ફૂલ’ જેવી અનેક ટોચની TRP-રેટેડ ટીવી સિરિયલ ‘બાજે પાયલ’ જેવા કાર્યક્રમો સાથે તેઓ નિર્માતા અને દિગ્દર્શક તરીકે પણ સક્રિય રહ્યાં. હાલમાં તેમણે અભિનયમાંથી નિવૃત્તિ લેવાનું પસંદ કર્યું છે, તે મુંબઈમાં પ્રખ્યાત જુહુ કિનારે રહે છે. 
When Asha Parekh spoke about Helen and Waheeda Rehman: My friends are why  I've managed to hold on to my sanity | Hindi Movie News - Times of Indiaઆશા તેમની રિટાયર લાઇફમાં પણ ખૂબ એક્ટિવ છે, આશા પારેખ હેલન અને વહીદા રહેમાન તેમની લાઇફ ખૂબ જીંદાદિલી સાથે જીવતા નજરે પડે છે. 

 

સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…!