Surat : કડોદરા સ્વામિનારાયણ નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીની રહસ્યમય આત્મહત્યા; કારણ અજ્ઞાત
Surat : સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ નર્સિંગ કોલેજમાં એક ત્રાસદ ઘટના ઘટી છે, જેનાથી સમગ્ર શૈક્ષણિક વાતાવરણમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની રહેવાસી અને બી.એસસી નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થીની જીગીશા ગાયકવાડે હોસ્ટેલના તેના રૂમમાં નાયલોનની દોરીથી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.
Live Tv
Surat : ઓલપાડ પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં 30 લાખનું કૌભાંડો? કોંગ્રેસના દર્શન નાયકના ગંભીર આક્ષેપ
Surat : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પ્લાસ્ટિક મુક્ત ગ્રામીણ વિસ્તારોના અભિયાન હેઠળ કોટન બેગ વેન્ડિંગ મશીનોની ખરીદીમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર પર કોંગ્રેસે મોટા કૌભાંડાના આક્ષેપો કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના મહામંત્રી અને સુરત જિલ્લા પંચાયતના સીનિયર નેતા દર્શન નાયકે આ મુદ્દા પર ગાંધીનગર વિકાસ કોર્પોરેશન (GDC) અને તકેદારી આયોગને ઔપચારિક રજૂઆત કરી છે.
ઇન્ડિગોમાં મોટા ડખાના 9 માં દિવસે ચેરમેનનું નિવેદન, કહ્યું, 'તમામ પાસાઓની તપાસ થશે'
ઇન્ટરગ્લોબ એવિએશન (ઇન્ડિગો) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરમેન વિક્રમ મહેતાએ આ ઘટનાઓથી પ્રભાવિત મુસાફરોની વ્યક્તિગત રીતે માફી માંગી અને કૌટુંબિક મેળાવડા, બિઝનેસ મીટિંગ અને આંતરરાષ્ટ્રીય જોડાણો ચૂકી જવાને કારણે તેમને થયેલી અસુવિધાનો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું, "મને ખૂબ જ સરળ અને સ્પષ્ટ કહેવા દો, અમને તેનો અફસોસ છે. તે સમય દરમિયાન અમે તમારી અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળ ગયા, અને અમને ખરેખર તેનો અફસોસ છે."
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ઇઝરાયલના PM નેતાન્યાહુ વચ્ચે સંવાદ, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા
મહત્વપૂર્ણ ફોન કોલ બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા સાથે શરૂ થયો છે. પીએમ મોદી અને પીએમ નેતન્યાહૂએ સ્વીકાર્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારી નોંધપાત્ર રીતે વધી છે, અને હવે તેને આગલા સ્તર પર લઈ જવાનો સમય આવી ગયો છે. બંને દેશો પહેલાથી જ ટેકનોલોજી, સંરક્ષણ, કૃષિ અને નવીનતા જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરે છે.
બોલીવુડના 'ભાઇજાન' સલમાન ખાને દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા, જાણો કારણ
તાજેતરમાં, બોમ્બે હાઈકોર્ટે આશા ભોંસલે અને અભિનેતા સુનીલ શેટ્ટીને પર્સનાલિટી રાઈટ્સ એક્ટ હેઠળ રાહત આપી હતી. ઋતિક રોશન તાજેતરમાં આ સંદર્ભમાં કોર્ટમાં પહોંચ્યો હતો. પોતાની અરજીમાં, તેમણે તેમના પર્સનાલિટી રાઈટ્સનું રક્ષણ કરવાની પણ માંગ કરી હતી. પ્રખ્યાત ગાયક કુમાર સાનુ અને નિર્માતા કરણ જોહર પણ આ માંગ સાથે હાઈકોર્ટમાં ગયો હતો. સલમાન ખાનના કેસની સુનાવણી ટૂંક સમયમાં દિલ્હી હાઈકોર્ટમાં થશે.
Junior Hockey World Cup : ભારતીય હોકી ટીમે આર્જેન્ટીનાને ધૂળ ચટાવી, કાંસ્ય પદક જીત્યું
જુનિયર હોકી વર્લ્ડ કપ 2025 આર્જેન્ટિના સામેની બ્રોન્ઝ મેડલ મેચમાં, ભારતીય હોકી ટીમ પ્રથમ ત્રણ ક્વાર્ટર માટે ભારે દબાણ હેઠળ રમતી દેખાઈ, અને 2-0 થી પાછળ રહી હતી. અંતિમ ક્વાર્ટરમાં કરો યા મરોની પરિસ્થિતિનો સામનો હતો, અને ટીમ ઇન્ડિયાએ નોંધપાત્ર વાપસી કરી હતી, બાકીના 15 મિનિટમાં મેચ સંપૂર્ણપણે પલટાઇ ગઇ હતી. અંકિત પાલે પેનલ્ટી કોર્નરથી ટીમ ઇન્ડિયા માટે ગોલ ખોલ્યો હતો
Apple કંપનીનો ભારતમાં વધુ એક સ્ટોર શરૂ થશે, જાણો ખાસિયત
કંપનીની વ્યૂહરચનાને જોતાં, આ સ્ટોર ઘણી મોટી ઇવેન્ટ્સ, નવા લોન્ચ ડેમો અને ડિઝાઇન-કેન્દ્રિત વર્કશોપ માટે મુખ્ય સ્થાન બની શકે છે. એપલના રિટેલ અને પીપલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડીયર્ડ્રે ઓ'બ્રાયને કહ્યું કે, "કનેક્શન એપલ રિટેલનું હૃદય છે. અને એપલ નોઈડા અમારા માટે એક નવો સમુદાય અને સર્જનાત્મકતાનો અવકાશ છે. અમારી ટીમ આ શહેરના ગ્રાહકોને શ્રેષ્ઠ એપલ અનુભવ અપાવવા માટે અતિ ઉત્સાહિત છે."
Mudda Ni Vaat: શું ઓસ્ટ્રેલિયા જેવો કાયદો ભારતમાં આવી શકે? Social Media Ban Explained
સોશિયલ મીડિયાની કુમળા મગજ પર થનારી અસરોને ધ્યાને રાખીને ઓસ્ટ્રેલિયા દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કમરના દુખાવા માટે જૂતાં જવાબદાર? ફ્લેટ શૂઝની અસરો અને જૂતાં બદલવાના સંકેતો
જો જૂતાં પહેરવાથી કમરનો દુખાવો થાય, તો સમજી લેવું કે તે શરીરને યોગ્ય સપોર્ટ આપી રહ્યા નથી. જૂતાં ખરાબ થવાના મુખ્ય સંકેતોમાં સોલનું ઘસાઈ જવું, સખત થવું કે કશનિંગનું દબાઈ જવું શામેલ છે. યોગ્ય માપ અને નરમ સોલવાળા જૂતાં પહેરવા જરૂરી છે. દુર્ગંધ આવવા પર કે અનફિટ થવા પર જૂતાંને વહેલી તકે બદલી નાખવા જોઈએ, જેથી દુખાવો ઘૂંટણ સુધી ન ફેલાય.
Rashifal 10 December 2025: બુધ-શુક્રની યુતિથી બની રહ્યો છે લક્ષ્મી નારાયણ યોગ, આ રાશિની તિજોરી છલકાશે!
Rashifal 10 December 2025: આજે 10 ડિસેમ્બર બુધવાર છે અને આજે ચંદ્ર દિવસ અને રાત સિંહ રાશિમાં મઘ નક્ષત્રમાંથી ગોચર કરશે. આ ગોચરમાં આજે ચંદ્ર કેતુ સાથે રહેશે જેના કારણે ગ્રહણ બનશે જે સિંહ સહિત કેટલીક રાશિઓને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો ચાલો જાણીએ કે મેષથી મીન રાશિ સુધીની બધી રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે.
આધારની કોપી માગનારને સીધો કરો ના! જાણો શું છે UIDAIના નવા નિયમ?
UIDAI હવે આધાર કાર્ડની ભૌતિક કે ડિજિટલ કોપી એકઠી કરવા અને સ્ટોર કરવા પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે. હોટલ અને ખાનગી સંસ્થાઓએ વેરિફિકેશન માટે UIDAI માં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનશે. નવી સિસ્ટમમાં QR કોડ-આધારિત વેરિફિકેશનનો ઉપયોગ થશે, જેનાથી અસુરક્ષિત ડેટા સ્ટોરેજની સમસ્યા દૂર થશે. UIDAI એક નવી એપ પણ લાવશે, જેમાં નાગરિકો માત્ર જરૂરી સિલેક્ટિવ ડેટા જ શેર કરી શકશે, જે પ્રાઇવસીની દિશામાં મોટું પગલું છે.
Narco Test : પરિવારની સામૂહિક હત્યા અને યુવાનના શંકાસ્પદ મોત કેસની તપાસમાં પોલીસે નાર્કો ટેસ્ટની મંજૂરી માગી, એકમાં મળી
ભાવનગર ત્રિપલ મર્ડર કેસ અને ગોંડલના રાજકુમાર જાટ મોત કેસમાં ગુજરાત પોલીસ આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાવવા માટે પ્રયત્નશીલ બનતા એક મામલામાં કથિત આરોપી ગણેશ ગોંડલે સંમતિ આપી છે. જ્યારે હત્યારો એસીએફ શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટ માટે તૈયાર નથી. શૈલેષ ખાંભલાનો વિરોધ અને ગણેશ ગોંડલની Narco Analysis Test માટેની સંમતિ તેમની સામેના આરોપો અંગે ઘણી બધી સ્પષ્ટતા કરી જાય છે.
Rajkot : આટકોટ દુષ્કર્મ આરોપીનો પોલીસ પર હુમલો, સ્વ-બચાવમાં ફાયરિંગ
Rajkot : આટકોટમાં 6 વર્ષની બાળકી પર દૂષ્કર્મના કેસના આરોપી પર ફાયરિંગ થયાના સમાચાર સામે આવી રહ્યાં છે. મળી રહેલી માહિતી અનુસાર, આટકોટ દૂષ્કર્મ કેસના આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન તેને ભાગી જવાની કોશિશમાં પોલીસ ઉપર હુમલો કરી દીધો હતો. આ હુમલા પછી પોલીસે પોતાના સ્વ બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.









