Download Apps
Home » VADODARA : ડભોઇમાં પ્રથમવાર હોલિકા અને પ્રહલાદનું સ્ટેચ્યૂ બનાવીને હોલિકા દહન કરાઇ

VADODARA : ડભોઇમાં પ્રથમવાર હોલિકા અને પ્રહલાદનું સ્ટેચ્યૂ બનાવીને હોલિકા દહન કરાઇ

ડભોઇ પંથકમાં ભાવિક ભકતો દ્રારા હોળી પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા અને નગરમાં ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા દહનની વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી હતી. પરંતુ ડભોઇ નગરમાં મહાલક્ષ્મી માતાનાં મંદિર પાસે અનોખી રીતે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડભોઇ નગરમાં સૌપ્રથમ વખત હોલિકા અને પ્રહલાદનું આબેહૂબ સ્ટેચ્યુ બનાવીને નેચરલ દ્રશ્યો સર્જીને હોળીકા દહન અને પૂજનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. જે ડભોઈ નગરમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. જેથી આ વિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડયાં હતાં અને સમગ્ર ધાર્મિક વિધિ નિહાળી દર્શનનો લાભ લીધો હતો.

વૈદિક મંત્રો ઉચ્ચાર સાથે યોજાયું પૂજન

ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા પૂજન અને દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે ડભોઇ નગરમાં વિવિધ વિસ્તારોમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ સંસ્કારી નગરીમાં દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી અને શ્રદ્ધાભેર ઉજવવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ નગરમાં ભાઈચારા સાથે દરેક તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

નગરમાં પ્રથમવાર હોલિકા દહનમાં અવનવો પ્રયોગ

ડભોઇ – દર્ભાવતી નગરી ખાતે આવેલ કંસારા બજારમાં મહાલક્ષ્મી માતાનાં મંદિર પાસે પ્રથમ વખત આશરે 5 ફૂટ ઉંચું હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું હતું. સાથે જ ભક્ત પ્રહલાદનું પણ આશરે 1 ફૂટનું પૂતળું અલગથી બનાવાયું હતું. આ હોલિકા દહન પૂજન વિધિમાં ડભોઇ નગર પાલિકા વોર્ડ નં -૯ ના સદસ્યા શીતલબેન પીન્ટુભાઈ પટેલ સહિત નગરનાં અગ્રણી મહાનુભાવો અને ભાવિક ભકતજનો મોટી સંખ્યામાં ઉમટી પડયાં હતાં અને અનેરો માહોલ સર્જાયો હતો. બીજી તરફ આસપાસનાં વિસ્તારોમાં પણ હોલિકા દહનના કાર્યક્રમો યોજાયાં હતાં.

પૌરાણિક માન્યતા

હિરણ્‍યકશ્‍યપ નામે રાજા… જાણે દૈત્‍યનો અવતાર.. પરંતુ કાદવમાં કમળ.. પુત્ર પ્રભુ ભક્‍ત પ્રહલાદ… પિતા ભગવાનના વિરોધી.. પુત્ર ભગવાનનો પરમ ભક્‍ત… બન્‍ને પોતાની જીદ પર અડગ… પિતા એ પુત્રની પ્રભુ પ્રત્યેની ભક્તિ અને જીદ ન છોડાવી  શકતાં તેને મારી નાખવા માટે અનેક પ્રયાસ કર્યા હતાં. પરંતુ આ તો સાચો પ્રભુ ભકત. બહેન હોલીકાની મદદથી હીરણ્‍કશ્‍યપે પ્રહલાદને સળગાવવા કર્યો પ્રયાસ પરંતુ થયુ ઉલ્‍ટુ હોલીકા થઇ બળીને થઈ ભસ્‍મ અને પ્રભુભકત પ્રહલાદ અગ્નિમાંથી  બહાર આવ્‍યો હસતો રમતો. જેથી પ્રજાજનો એ મનાવ્‍યો આનંદોત્‍સવ ખુશીથી એકબીજા પર ઉડાડયા રંગ અને ગુલાલ બસ કહેવાય છે કે, ત્‍યારથી ફાગનસુદ પૂનમના દિનને હોળી તરીકે અને ફાગણ વદ પડવાનાં દિનને ધુળેટી તરીકે રંગેચંગે અબલા વૃધ્‍ધ સૌ હોશે હોંશે ઉજવે છે અને ભક્તજનોની પ્રભુ પ્રત્યેની અતૂટ શ્રધ્ધા જળવાઈ રહે છે.

અહેવાલ : પીન્ટુ પટેલ

આ પણ વાંચો : અહી સ્મશાન યાત્રા કાઢીને અનોખી રીતે કરાય છે હોળીની ઉજવણી, વાંચો અહેવાલ

પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ? દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત