Download Apps
Home » રાજ્યભરમાં અગનવર્ષાનો પ્રારંભ, 41.6 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ શહેર નોંધાયું

રાજ્યભરમાં અગનવર્ષાનો પ્રારંભ, 41.6 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ શહેર નોંધાયું

Gujarat News : ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે અને આ શરૂઆતમાં જ આકાશમાંથી જાણે અગનવર્ષા (Heat Wave) થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. જે ગરમી એપ્રિલ અને મે મહિનામાં જોવા મળે છે તે ઉનાળાની શરૂઆતમાં એટલે કે માર્ચ મહિનામાં જ નોંધાઈ રહી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન (maximum temperature) નો પારો ભુજ (Bhuj) માં 41.6 ડિગ્રીએ પહોંચ્યો છે. જે ગરમી તાજતેરમાં પડી રહી છે તે જોતા લાગે છે કે આ એક શરૂઆત છે, હજુ પણ ગરમીમાં વધારો થવાની પૂરી સંભાવનાઓ છે. રાજ્યમાં એવા 12 શહેર (12 cities) છે જ્યા ગરમીએ પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધુ છે.

(Bhuj) 41.6 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર

લોકો માટે બપોરના સમયે નિકળવું હવે મુશ્કિલ થઇ રહ્યું છે. હજું તો ગરમીની શરૂઆત છે તે પણ તાપમાનનો પારો 40 ડિગ્રીએ અડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં અગનવર્ષા થઇ રહી છે. ત્યારે ભુજ (Bhuj) 41.6 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમ શહેર બન્યું છે. હજુ પણ ગરમીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. વહેલી સવારથી જ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક અઠવાડિયા પહેલા સવારના સમયે સ્વેટર પહેરવાની જરૂર પડી રહી હતી. રાજ્યનું પાટનગર ગાંધીનગર હોય કે અમદાવાદ શહેર લોકો સતત વધતા તાપમાનના કારણે ગરમીની ઋતુની શરૂઆતમાં જ ત્રાહિમામ પોકારી રહ્યા છે.

ક્યા કેટલું તાપમાન નોંધાયું ?

શહેર તાપમાન
ભુજ 41.6 ડિગ્રી
રાજકોટ 41.1 ડિગ્રી
સુરેન્દ્રનગર 41 ડિગ્રી
અમરેલી 40.4 ડિગ્રી
ડીસા 40.1 ડિગ્રી
અમદાવાદ 39.9 ડિગ્રી
વડોદરા 39.4 ડિગ્રી
ગાંધીનગર 39.4 ડિગ્રી
કંડલા 38 ડિગ્રી
છોટા ઉદેપુર 37.9 ડિગ્રી
સુરત 37.8 ડિગ્રી
દાહોદ 36.9 ડિગ્રી

આ વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડી દેશે

ઉલ્લેખનીય છે કે,  આવનારા દિવસોમાં ગરમી કેટલી પડશે તે અંગે વિશ્વ હવામાન સંસ્થા એ એક અહેવાલ જારી કર્યો હતો જેમા કહેવામાં આવ્યું હતું કે, દેશમાં 2024 માં ગરમી તમામ રેકોર્ડ તોડી દેશે. જેની શરૂઆત થઇ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધતું રહેશે, જેના કારણે એપ્રિલ અને મે મહિનામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. આથી લોકોએ પણ આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે.

આ પણ વાંચો – ગુજરાતમાં હોળી પહેલા ગરમી વધી, આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં Yellow Alert

આ પણ વાંચો – રાજ્યભરમાં વધી ગરમી, 4 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર

આ પણ વાંચો – અમદાવાદ સહિત રાજ્યભરમાં વધી ગરમી, 2 દિવસમાં ગરમીનો પારો થશે 40 ને પાર

બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ? દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?