Download Apps
Home » VADODARA : જીમ સંચાલક બરાબરનો ભેરવાયો

VADODARA : જીમ સંચાલક બરાબરનો ભેરવાયો

VADODARA : વડોદરાની ઇમીગ્રેશન કંપની (IMMIGRATION COMPANY) દ્વારા વિદેશમાં ઠરીઠામ થવાની લાલચ આપીને જીવ સંચાલક યુવક પાસેથી મોટી રકડ પડાવી લીધી (VISA FRAUD) હોવાનો કિસ્સો પોલીસ મથકે પહોંચ્યો છે. ઠગ દ્વારા કેનેડિયન ડોલરમાં પૈસા લેવામાં આવ્યા હતા. આખરે ફાઇલ બેન થયાનું સામે આવતા ઉંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ઇમીગ્રેશન કંપની પાસે કોઇ લાયસન્સ ન હોવાનું અને તેમના દ્વારા આપવામાં આવેલા ડોક્યૂમેન્ટ્સ બનાવટી હોવાનું સામે આવ્યું હતું. આખરે સમગ્ર મામલે અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ફેમીલી સાથે કેનેડામાં કાયમી વસવાટનું જણાવ્યું

અકોટા પોલીસ મથકમાં ચિરાગ મહેન્દ્રકુમાર પટેલ (રહે. વલ્લભ વિદ્યાનગર, મહીવાસ, આણંદ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓના દુરના સંબંધી કેનેડામાં રહે છે. તેના થકી વડોદરામાં આવેલી આર.એમ. ઇમીગ્રેશનના માલિક રોનક સુનિલકુમાર શાહ અને ભાગીદાર મિત વિમલકુમાર પાઠકને ફ્રેબ્રુઆરી – 2022 માં મળવાનું થાય છે. તેઓ જણાવે છે કે, તમે એકલા જાવ છો, તેના કરતા ફેમીલી સાથે કેનેડામાં કાયમી વસવાટ કરો તે પ્રમાણેનું કામ કરી આપીશું. જેનો અંદાજીત ખર્ચ 65 હજાર કેનેડિયન ડોલર (રૂ. 40.30 લાખ) જણાવામાં આવે છે. વિશ્વાસ આવતા દસ્તાવેજો આપીને ઇમીગ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. તેઓએ જણાવ્યું હતું કે, નોમીનેશન લેટર આવે એટલે 65 હજાર કેનેડિયન ડોલર ચુકવવાના રહેશે.

એક ડોલરે બે રૂપિયાનું કમિશન

જુલાઇ – 2022 માં તેમના પત્નીના નામનો જોબ ઓફર લેટર આપ્યો હતો. અને તેના થોડાક સમય બાદ પત્નીના નામને નોમીનેશન લેટર પણ આવી ગયો હતો. જે બાદ તેમણે જણાવ્યું કે, 65 હજાર કેનેડિયન ડોરલ જો રૂપિયામાં ચુકવશો તો એક ડોલરે બે રૂપિયાનું કમિશન ચુકવવાનું રહેશે. અને તો કેનેડામાં ડાયરેક્ટ ચુકવશો તો ફક્ત 65 હજાર કેનેડિયન ડોલર જ ચુકવવાના રહે. જેથી તેમણે અમદાવાદની યુ.આઇ.સી. ઇમિગ્રેશન કંપનીના ભાગીદારો કૌશલ પટેલસ અને ગૌરવ પટેલને 65 હજાર કેનેડિયન ડોલર આપી દેવા જણાવ્યું હતું.

કાર વેચી, સંબંધીઓ પાસેથી પૈસાની વ્યવસ્થા કરી

જે બાદ કેનેડામાં કૌશલ પટેલના હાથોહાથ 30 હજાર કેનેડિયન ડોલર આપવામાં આવ્યા હતા. જેની ખરાઇ કરવા વોટ્સએપ મેસેજ પણ મેળવ્યો હતો. ઓગષ્ટ – 2022 માં નોમીનેશન લેટરની કાર્યવાહી ચાલુ રાખવા માટે રોનક શાહ અને મિત પાઠક આણંદ જીમ પર આવ્યા હતા. અને જણાવ્યું કે, બાકીના રૂપિયા રોકડા કરી આપો. જેથી તે પૈસા ઇમીગ્રેશન કંપની યુસીઆઇઇ ઇમીગ્રેશનના ભાગીદાર ગૌરવ પટેલને ચુકવી શકીએ. જેથી તેઓ કાર વેચી, સંબંધીઓ પાસેથી વ્યવસ્થા કરી રૂ. 10 લાખ રોકડા ચુકવી આપે છે. જે બાદ રોનક શાહ અને મિત પાઠક તમામ ડોક્યૂમેન્ટ્સ પર દંપતિની સહી લે છે. જે બાદ બેંકમાં દાગીના ગીરવે મુકીને અથવા અન્ય રીતે વ્યવસ્થા કરીને ટુકડે ટુકડે રૂપિયા ચુકવવામાં આવ્યા હતા. જે બાદ જાન્યુઆરી – 2023 માં જાણવા મળ્યું કે, દંપતિની ફાઇલને બે વર્ષ માટે બેન કરી છે. ત્યાર બાદ તપાસ કરતા જાણવા મળ્યું કે, આર. એમ. ઇમીગ્રેશન પાસે વિદેશ મોકલવાનું કાયદેસરની લાયસન્સ નથી. તેમણે આપેલા તમામ ડોક્યૂમેન્ટ્સ બનાવટી હોવાની પાછળથી પુષ્ટિ થઇ હતી.

4 સામે ફરિયાદ

આખરે 65 હજાર કેનેડિયન ડોલરની ઠગાઇ મામલે રોનક સુનીલકુમાર શાહ (રહે. મીરા સોસાયટી, વડોદરા), મિત વિમલકુમાર પાઠક (રહે. આદિત્ય હાઇટ્સ, વાઘોડિયા) ગૌરવભાઇ રમેશભાઇ પટેલ (રહે. અક્ષર પ્રથમ, સિલ્વર સ્ટાર હોલની બાજુમાં, અમદાવાદ) અને કૌશલ પટેલ (રહે. કેનેડા) સામે અકોટા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે તમામને દબોચી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો — VADODARA : વાઘોડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર સોમવારે ફોર્મ ભરશે

ખુશ રહેવા માગો છો! તો કપડાં વગર ઊંઘવાનું શરૂ કરો
ખુશ રહેવા માગો છો! તો કપડાં વગર ઊંઘવાનું શરૂ કરો
By Aviraj Bagda
કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવું શરીર કેટલું ફાયદાકારક?
કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવું શરીર કેટલું ફાયદાકારક?
By VIMAL PRAJAPATI
જે ખાય ચણા એના પગ ચાલે ઘણા
જે ખાય ચણા એના પગ ચાલે ઘણા
By Harsh Bhatt
શા માટે ફળો ઉપર લગાવવામાં આવે છે આ સ્ટીકર્સ
શા માટે ફળો ઉપર લગાવવામાં આવે છે આ સ્ટીકર્સ
By Harsh Bhatt
બ્લૂ બિકિનીમા Mouni Roy એ દરિયા કિનારે લગાવી આગ
બ્લૂ બિકિનીમા Mouni Roy એ દરિયા કિનારે લગાવી આગ
By Hiren Dave
ચાણક્યનો એ ગુરૂમંત્ર જેણે ચાણક્યને જગવિખ્યાત કર્યો
ચાણક્યનો એ ગુરૂમંત્ર જેણે ચાણક્યને જગવિખ્યાત કર્યો
By Aviraj Bagda
IPL ના ઇતિહાસમાં સૌથી વધુ વખત ટ્રોફી જીતનારી ટીમની યાદી
IPL ના ઇતિહાસમાં સૌથી વધુ વખત ટ્રોફી જીતનારી ટીમની યાદી
By Hardik Shah
અનાનસ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક?
અનાનસ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ખુશ રહેવા માગો છો! તો કપડાં વગર ઊંઘવાનું શરૂ કરો કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવું શરીર કેટલું ફાયદાકારક? જે ખાય ચણા એના પગ ચાલે ઘણા શા માટે ફળો ઉપર લગાવવામાં આવે છે આ સ્ટીકર્સ બ્લૂ બિકિનીમા Mouni Roy એ દરિયા કિનારે લગાવી આગ ચાણક્યનો એ ગુરૂમંત્ર જેણે ચાણક્યને જગવિખ્યાત કર્યો IPL ના ઇતિહાસમાં સૌથી વધુ વખત ટ્રોફી જીતનારી ટીમની યાદી અનાનસ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક?