Download Apps
Home » Jitu Vaghani : ચૂંટણી ટાણે નોનસ્ટોપ વાણીવિલાસ! હવે જીતુ વાઘાણીએ કર્યો બફાટ, જુઓ Video

Jitu Vaghani : ચૂંટણી ટાણે નોનસ્ટોપ વાણીવિલાસ! હવે જીતુ વાઘાણીએ કર્યો બફાટ, જુઓ Video

રાજ્યમાં લોકસભા ચૂંટણીનો (Lok Sabha elections 2024) માહોલ ગરમાયો છે. તમામ ઉમેદવારો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક નેતાઓનો નોનસ્ટોપ વાણીવિલાસ પણ સામે આવી રહ્યો છે. ભાજપ નેતા ભૂપત ભાયાણી, કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોર અને પ્રતાપ દુધાત બાદ હવે વધુ એક જાણીતા નેતાએ જાહેરમાં અશોભનીય શબ્દનો ઉપયોગ કર્યો છે. ભાજપ નેતા જીતુ વાઘાણીએ (Jitu Vaghani) કેશોદમાં જાહેર મંચ પરથી બફાટ માર્યાનો વીડિયો સામે આવ્યો છે, જેના પછી લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કેશોદ (Keshod) ખાતે ભાજપના લોકસભા ઉમેદવાર મનસુખ માંડવીયાના (Mansukh Mandaviya) પ્રચાર માટે એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ (BJP) નેતા અને ભૂતપૂર્વ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, પોતાના ભાષણમાં જીતુ વાઘાણીની જીભ લપસી હતી. તેમણે જાહેરમાં કહ્યું કે, ભારતના કેટલાક વિરોધી દેશો ચૂંટણીમાં સક્રિય થયા છે. ભારત આગળ ના આવે તે માટે તેઓ ષડયંત્ર કરી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે, ભારત વિરોધી આવા દેશો ‘બબુચક સરકાર’ લાવવા માગે છે. જીતુ વાઘાણીના (Jitu Vaghani) આ વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેના પણ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અગાઉ ભૂપત ભાયાણી, ગેનીબેન અને પ્રતાપ દુધાતે કર્યો હતો વાણીવિલાસ

ઉલ્લેખનીય છે કે ચૂંટણી આવે ત્યારે અલગ અલગ પાર્ટીના નેતાઓ એક-બીજા પર આરોપ પ્રત્યારોપ લગાવતા હોય છે. રાજ્યમાં પણ જાહેરમંચ પરથી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા એક બીજા પર શાબ્દિક પ્રહાર કરવામાં આવી રહ્યા છે. જીતુ વાઘાણી પહેલા ભાજપ નેતા ભૂપત ભાયાણી (Bhupat Bhayani), કોંગ્રેસના (Congress) ગેનીબેન ઠાકોર (Geniben Thakor) અને પ્રતાપ દુધાતે પણ જાહેર મંચ પરથી વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. પરંતુ, સવાલ એ થાય છે કે શું અશોભનીય શબ્દો બોલવાથી આવા નેતાઓએ જનતા મત આપશે? શું જાહેર મંચ પરથી આ પ્રકારની હરકતોને જનતા સ્વીકારશે ?

આ પણ વાંચો – Bhupat Bhayani : રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી ભૂપત ભાયાણીને ભારે પડી ! વાંચો અહેવાલ

આ પણ વાંચો – ભાન ભૂલ્યા ગેનીબેન ઠાકોર! જાણો જાહેર સભામાં કોને આપી ધમકી

આ પણ વાંચો – વિરુદ્ધ પોલીસ ફરિયાદ! કોંગ્રેસ હાઈકમાન્ડ પણ લાલઘૂમ, પ્રતાપ દૂધાતના આકરા પ્રહાર!

IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો