Download Apps
Home » લિફ્ટમાં 9 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર હેવાન ઝડપાયો, CCTVમાં કરતૂત કેદ

લિફ્ટમાં 9 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર હેવાન ઝડપાયો, CCTVમાં કરતૂત કેદ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 62 વર્ષીય વૃદ્ધે હેવાનિયતની હદ વટાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. જેમાં નવ વર્ષની બાળકી શાળાએથી પરત ફરી લિફ્ટમાં પોતાના ઘરે જઈ રહી હતી, તે સમયે લિફ્ટમાં બાળકીની એકલતાનો લાભ લઈને વૃદ્ધે તેની સાથે અડપલાં કર્યા હતા. જોકે આ ઘટના સંદર્ભે બાળકીએ માતા-પિતાને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાતા ચાંદખેડા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ભાનુપ્રતાપ રાણા નામના 62 વર્ષીય આ શખ્સે હેવાનિયતની તમામ હદો વટાવતા તેને આ ઉંમરે જેલમાં જવાનો વારો આવ્યો છે. પકડાયેલા આરોપીએ પોતાની પૌત્રીની ઉંમરની બાળકી સાથે શારીરિક ચેનચાળા કરતા તેની ધરપકડ કરવામાં આવી છે. ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતા પરિવારની 9 વર્ષની દીકરી જે ધોરણ 4માં અભ્યાસ કરે છે, તે શાળાએથી છૂટીને ઘરે પરત ફરી હતી અને લિફ્ટમાં 11માં માળે જઈ રહી હતી,  તે સમયે લિફ્ટમાં તેની સાથે સામેલ આ આરોપીએ બાળકીની એકલતાનો લાભ લઈને તેની સાથે અડપલા અને છેડતી કરી હતી. જે બાબતે બાળકીએ માતાને જાણ કરી હતી.
બાળકીની માતાએ આ અંગે પરિવારને જાણ કરી લિફ્ટમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં નરાધમની હરકતો કેદ થઈ હતી. જેથી આ ઘટના સંદર્ભે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ભાનુપ્રતાપ રાણા નામના આરોપી સામે પોકસોની કલમો હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને અટકાયત કરી ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે. મહત્વનું છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી પોતે પુખ્ત વયના બાળકોનો પિતા હોય અને તેના બાળકોને પણ સંતાનો છે, ત્યારે આ કૃત્ય કરવા પાછળનું સાચું કારણ શું છે તે જાણવાની તજવીજહાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ કરતાં સામે આવ્યું કે તે હાલ નિવૃત જીવન ગુજારે છે, આ વ્યક્તિએ M.com  સુધી અભ્યાસ કર્યો છે અને ગોદરેજ ગાર્ડન સિટીમાં પત્ની અને દીકરા સાથે રહે છે. ત્યારે આ મામલે પોલીસે આરોપીનો મોબાઇલ ફોન પણ કબજે કરી એફએસએલમાં મોકલ્યો છે અને આરોપીએ અગાઉ કોઈ બાળકી સાથે આ પ્રકારે દુષ્કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં પૂછપરછ હાથ ધરવામાં આવી છે. 
 
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…!