Download Apps
Home » ખાલિસ્તાની આતંકીની ધમકીનો મામલો, વાંચો પોલીસે શું કર્યું

ખાલિસ્તાની આતંકીની ધમકીનો મામલો, વાંચો પોલીસે શું કર્યું

ખાલિસ્તાની આતંકી ગુજરાત (Gujarat)માં પગપેસારો કરે તે પહેલાં જ સાયબર ક્રાઇમ બ્રાન્ચે નેટવર્ક તોડી પાડ્યું અને સાયબર ક્રાઇમ બ્રાન્ચે (Cyber Crime Branch)મધ્યપ્રદેશથી 2 આરોપીની ધરપકડ કરી. ટેલિફોન એક્સચેન્જથી ચાલતી દહેશતની પ્રવૃત્તિને  સાયબર ક્રાઇમે ખુલ્લી પાડી. સાયબર ક્રાઇમ બ્રાન્ચે 11 જેટલા સીમ બોક્ષ પકડીને ખાલીસ્તાનના બદઇરાદાનો પર્દાફાશ કર્યો છે.

પ્રિ રેકોર્ડેડ વોઇસ કલીપ વાયરલ કરી હતી
રાહુલ દ્વિવેદ્રી અને નરેન્દ્ર કુશવાહ ખાલીસ્તાનના આતંકવાદી સાથે સંડોવાયેલા છે..તાજેતરમાં મોટેરા સ્ટેડિયમમાં રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના PM હાજર રહ્યા હતા અને હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓને મેચ ન જોવા માટે ધમકી ભર્યો પ્રિ રેકોર્ડેડ વોઇસ કલીપ વાયરલ કરી હતી.જે ખાલીસ્તાન આતંકવાદી ગુરપતવંતસિંહના અવાજની કલીપ હતી. મેચ નહીં જોવા ઘરમાં રહો સુરક્ષિત રહો એવી ધમકી આપી હતી.આ ઉપરાંત પીએમ મોદીને સંબોધી ઉશ્કેરાટ ભર્યું ભાષણ કરવામાં આવ્યું હતું.પ્રિ રેકોર્ડેડ ક્લિપને લઈ સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને  ટેક્નિકલ એનાલિસિસ આધારે મધ્યપ્રદેશના સતના જિલ્લા અને રિવા જિલ્લામાંથી નકલી ટેલિકોમ એક્સચેન્જ દ્વારા દહેશત ફેલાવનાર ખાલીસ્તાનના બે સાગરીતોને ઝડપીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો.
11.75 લાખનો મુદ્દામાલ જપ્ત
પકડાયેલ આરોપી રાહુલકુમાર દ્વિવેદ્રી મધ્યપ્રદેશના સતના જિલ્લાનો છે અને ધોરણ 12 નાપાસ છે જ્યારે નરેન્દ્ર કુશવાહ ધોરણ 8 નાપાસ છે. આ આરોપીઓ છેલ્લા એક વર્ષ થી નકલી ટેલિકોમ એક્સચેન્જ ઉભું કરીને દહેશત ભરેલા પ્રિ રેકોર્ડિંગ કલીપો જુદા જુદા રાજ્યોમાં મોકલતા હતા. તેઓની પાસેથી મળી આવેલા 11 જેટલા સિમબોક્ષ મશીન,186 સીમકાર્ડ,બે લેપટોપ,6 મોબાઈલ,3 વાઇફાઇ રાઉટર,એક કોમ્પ્યુટર સિસ્ટમ સહિતનો 11.75 લાખનો મુદ્દામાલ મળી કબ્જે કરવામાં આવ્યો છે. આ આરોપીઓ દેશમાં આતંકવાદી પ્રવૃત્તિ આચરવાના હેતુથી ગુનાહિત કાવતરું રચી ધમકી ભરેલ વોઇસ કલીપ નાગરિકોને મોકલી હતી..આરોપીની પુછપરછમાં અત્યાર સુધીમાં 1100 થી વધુ સીમકાર્ડનો ઉપયોગ જુદા જુદા ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંજામ આપવાના ઉદ્દેશથી કરેલ છે. એક કામ બદલ આરોપીઓને 2.50 લાખ થી 3 લાખ રૂપિયા સુધી મળતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

 સીમ બોક્ષ મારફતે હજારો લોકોને એક સાથે પ્રિ રેકોર્ડ વાળા મેસેજ મોકલતા
પકડાયેલ આરોપી સીમ બોક્ષ મારફતે હજારો લોકોને એક સાથે પ્રિ રેકોર્ડ વાળા મેસેજ મોકલવા ઉપયોગ કરતા હતા. એક સીમ બોક્ષમાં 40 જેટલા જુદાજુદા રાજ્યના સીમકાર્ડ ફિટ કરવામાં આવતા હોય છે. VOIP સર્વિસનો ઉપયોગ કરી ઇન્ટરનેશનલ કોલને રૂટ કરીને લોકલ કોલમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા જેથી ખૂબ ઓછા ખર્ચે ગલ્ફ દેશોમાંથી ભારત કોલ થતા હતા. આ જ મોડ્સ ઓપરેન્ડીથી આરોપી VOIP સર્વિસ દ્વારા પ્રિ રેકોર્ડડ મેસેજો મોકલી ધમકી આપતા હતા એટલું જ નહીં સોશિયલ મીડિયા પર ટ્વિટ પણ કરવામાં આવતા હતા. જોકે આરોપી પોલીસના હાથે ન ઝડપાય તે માટે સિમ બોક્ષનો ઉપયોગ કરતા હતા કારણકે સિમ બોક્ષમાંથી મોકલેલ મેસેજ કે કોલ ટ્રેસ કરી શકાતું નથી. પરંતુ સાયબર ક્રાઇમને તેઓના નેટવર્ક પર્દાફાશ કરીને આરોપી ઝડપી લીધા.

સાયબર ક્રાઇમે તેમના ગુનાહિત નેટવર્કને ઝડપી લીધું
આરોપીઓ એટલા શાતિર હતા કે પોલીસ પકડી ન શકે માટે ભાડે મકાન રાખ્યું હતું જે મકાનમાં સિમ બોક્ષ મશીન સાથે નું ટેલિફોન એક્સચેન્જ ઉભું કર્યું હતું અને ત્યાંથી 100 કિલો મીટર દૂર રહીને આરોપીઓ આ ઓપરેટર કરતા હતા. જોકે સાયબર ક્રાઇમે તેમના ગુનાહિત નેટવર્કને ઝડપી લીધું. આ નેટવર્ક સાથે જોડાયેલા ખાલીસ્તાનના શીખ ફોર જસ્ટિસ સંગઠનને 2019માં આતંકી સંગઠન જાહેર કર્યું હતું. જ્યારે ગુરપતવંતસિંહ પનનુ ને 2020 માં આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.. સાયબર ક્રાઇમે આ બન્ને આરોપી વિરુદ્ધ UAPA અંતર્ગત ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…!