Home » ચોરી કરીને ભાગી જવું હતું પણ….
ચોરી કરીને ભાગી જવું હતું પણ….
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
141
ચોરીના ગુના આચરનાર ચોરને પોલીસ અને કાયદો સજા આપે તે પહેલા જ કુદરતે તેને સજા આપી. આ બનાવ અમદાવાદનો છે, કે જ્યાં ચોર ચોરી કરી મુદ્દામાલ છુપાવી ફરાર થતાં હતા. જોકે આરોપીઓની રીક્ષાને અકસ્માત નડ્યો. જેમાં એક આરોપીનુ મૃત્યુ નિપજ્યું. જયારે અન્ય બે ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો.
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા ચોખા બજારમાંથી ગત સપ્તાહે 13 કટ્ટા ચોખાની ચોરીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. જે ગુનાની તપાસ કરતા દરિયાપુર પોલીસે મોહમ્મદ અમિદ સૈયદ અને અલ્તાફ સૈયદની ધરપકડ કરી ચોરીના ચોખાના કટ્ટા કબજે કર્યા છે.ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીની સાથે મોહમ્મદ બિસ્મિલ્લાહ અકબરની સંડોવણીસામે આવી હતી. પરંતુ ચોરી કર્યાના કલાકો બાદ જ આરોપીની રીક્ષાને એક અકસ્માત નડ્યો જેમાં બિસ્મિલ્લાનું મૃત્યુ નીપજ્યું. પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી ગઈ, કે ગુના માટે વપરાયેલી રીક્ષા પણ ચોરીની હતી.
ચોખાની ચોરીની તપાસ કરતા પોલીસને એક સીસીટીવી મળી આવ્યા જે રીક્ષામાં ચોરી કરવામાં આવી હતી. રીક્ષા અંગે તપાસ કરતા હકીકત સામે આવી કે, ગુનામાં વપરાયેલી રીક્ષા નારોલ વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હતી. બાદમાં ચોરીની રીક્ષાનો અકસ્માત થતાં એક આરોપીનો મૃત્યુ નીપજ્યું. એટલે કે એક જ રાતમાં ત્રણ અલગ અલગ પોલીસ મથકમાં ત્રણ ગુના નોંધાયેલા ગુનામાં સંડોવાયેલ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
એક જ રાતમાં ત્રણ બનાવો બનતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે નારોલથી ચોરી થયા બાદ રીક્ષા દરિયાપુર, દાણીલીમડા અને વેજલપુર સહિતના વિસ્તારોમાં ફરી હતી. પરંતુ એક પણ જગ્યાએ પોલીસે તેની તપાસ કરી ન હતી સાથે જ અકસ્માતનો બનાવ બન્યો હોવા છતાં ચોરીની રીક્ષા હોવાનું સામે નથી આવ્યું. ત્યારે ત્યારે સવાલ એ થાય કે શું ખરેખર શહેર પોલીસના હાથમાં સુરક્ષિત છે?
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject