Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : એરપોર્ટ પર નવા 'ઉડાન યાત્રી કાફે' નું નાગરિક ઉડ્ડયન મંત્રીએ ઉદઘાટન કર્યું

દેશભરના એરપોર્ટ પર મુસાફરોની સુવિધાઓ વધારવાની સરકારની પહેલમાં મહત્ત્વપૂર્ણ સમાચિહ્ન છે.
ahmedabad   એરપોર્ટ પર નવા  ઉડાન યાત્રી કાફે  નું નાગરિક ઉડ્ડયન મંત્રીએ ઉદઘાટન કર્યું
Advertisement
  1. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ એ SVPI એરપોર્ટનાં 'ઉડાન યાત્રી કાફે' નું ઉદઘાટન કર્યું
  2. અમદાવાદ એરપોર્ટે ભારતમાં પ્રથમ ખાનગી સંચાલિત ઉડાન યાત્રી કાફે ખોલ્યું
  3. SVPI એરપોર્ટ પર મુસાફરો માટે બજેટ-ફ્રેંડલી અને સ્વાદિષ્ટ ભોજનનાં વિકલ્પો

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ એ (Ram Mohan Naidu) આજે અમદાવાદના (Ahmedabad) સરદાર વલ્લ્ભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ પર બહુપ્રતીક્ષિત 'ઉડાન યાત્રા કાફે' નું ઉદઘાટન કર્યું હતું. દેશભરના એરપોર્ટ પર મુસાફરોની સુવિધાઓ વધારવાની સરકારની પહેલમાં મહત્ત્વપૂર્ણ સમાચિહ્ન છે.

ટર્મિનલ એક નાં ચેક-ઇન હોલમાં સ્થિત નવું ઉડાન યાત્રી કાફે મુસાફરોને 10 રૂપિયાથી શરૂ થતા નસ્તાની સુવિધા પ્રદાન કરશે. ઉડાન યાત્રી કાફેનો (Udan Yatri Cafe) ઉદ્દેશ્ય મુસાફરોને એરપોર્ટ પર ભોજન વધુ સસ્તું બનાવવાનો, વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવાનો છે. કાફેનો પ્રારંભ એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. તે હવાઈ મુસાફરોમાં વધુ લોકો માટે એક વ્યવહારુ વિકલ્પની ખાતરી કરે છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - National Hair Donation Day: રાજકોટના 3 લોકોએ કર્યું પોતાના વાળનું દાન!

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડનાં ડિરેક્ટર જીત અદાણીએ (Jeet Adani) જણાવ્યું હતું કે, "અમદાવાદ એરપોર્ટ પર અમારા મુસાફરોને બજેટ-ફ્રેન્ડલી નાસ્તા અને નાસ્તાની સુવિધા પૂરી પાડનાર ભારતનાં પ્રથમ ખાનગી એરપોર્ટ બનવાનો અમને આનંદ છે. ભારત સરકારનાં વિઝનને અનુરૂપ અમે હવાઇ મુસાફરીને સસ્તી અને મુસાફરો માટે સુલભ બનાવવાના મિશનને આગળ વધારવા સક્ષમ છીએ."

આ પણ વાંચો - PM Modi in Surat : ગરીબનાં ઘરમાં ચૂલો સળગતો રહે તે માટે અમારી સરકાર કટિબદ્ધ : PM મોદી

ઉડાન યાત્રી કાફેનાં (Udan Yatri Cafe) લોન્ચ સાથે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો હવે ઉડાનને વધુ સમાવિષ્ટ બનાવવાનાં સરકારનાં મિશન સાથે વ્યાજબી ભાવે ઉચ્ચ ગુણવત્તાવાળા નાસ્તાનો આનંદ માણી શકે છે. આ પહેલ સસ્તી અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સુવિધાઓ પૂરી પાડવાનાં એરપોર્ટનાં પ્રયાસો દર્શાવે છે. તે મુસાફરોનાં સંતોષ અને સુવિધામાં નોંધપાત્ર વધારો કરે છે.

આ પણ વાંચો - Surat : CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે જનસભા સંબોધિ, જાણો PM મોદી વિશે શું કહ્યું ?

Tags :
Advertisement

.

×