Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad બન્યું ભૂવાનગરી! રિપેરિંગનાં એક મહિના પછી ફરી પડ્યો ભૂવો!

શહેરનાં વિજય ચાર રસ્તા પાસે ભૂવા પાડયા છે અને આ ભૂવાને એક માસ અગાઉ જ રિપેર કરવામાં આવ્યા હતા.
ahmedabad બન્યું ભૂવાનગરી  રિપેરિંગનાં એક મહિના પછી ફરી પડ્યો ભૂવો
Advertisement
  1. Ahmedabad માં ચોમાસાની ઋતુ વગર જ ભૂવા રાજ!
  2. વિજય ચાર રસ્તા પાસે રોડની વચ્ચે પડ્યા 2 ભૂવા
  3. મહિના પહેલા જ રિપેરિંગ કામ થયું હતું, છતાં પડ્યા ભૂવા

અમદાવાદમાં (Ahmedabad) ભૂવાઓની બોલબાલા હોય તેમ લાગે છે. કારણ કે, એક ભૂવાનું સમારકામ થાય ત્યાં બીજો ભૂવો પડી જાય છે. શહેરનાં વિજય ચાર રસ્તા પાસે 2 ભૂવા પાડયા છે અને આ ભૂવાને એક માસ અગાઉ જ રિપેર કરવામાં આવ્યા હતા. છતાં ફરીવાર અત્યારે તો ચોમાસુ પણ નથી અને સિઝન વગરનો ભૂવો પડ્યો છે.

આ પણ વાંચો - Surat : છેતરપિંડી કેસમાં છેલ્લા 8 વર્ષથી નાસતો ફરતો આરોપી અમદાવાદમાંથી ઝડપાયો

Advertisement

રિપેરિંગનાં મહિના પછી જ ફરી પડ્યો ભૂવો

અમદાવાદનાં (Ahmedabad) વિજય ચાર રસ્તા પાસે પડેલા ભૂવાનું એક મહિના પહેલા જ સમારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે માત્ર એક મહિના પછી ત્યાં ફરી ભૂવો પડ્યો છે. ચોમાસા વગર આ ભૂવો પડતો લોકો પણ આશ્ચર્યમાં મૂકાયા છે. રોડની વચ્ચોવચ ભૂવો પડતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. ટેક્સ પ્રજા ભરે અને સામે પ્રજા જ અગવડતા પણ ભોગવે તેવા અમદાવાદનાં અનુભવો હાલ ભૂવારાજનાં કારણે નાગરિકોને થઈ રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Bharuch : ઝઘડિયા દુષ્કર્મ મામલે કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહી આ વાત

અમદાવાદમાં ભૂવાઓ ચર્ચાનું કેન્દ્ર!

એક બાજુ થોડા દિવસ પહેલા શહેરની જાણીતી સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) જઈ એક ભુવા દ્વારા દર્દી પર વિધિ કરી સારવાર કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ કિસ્સો સામે આવતા ભારે ચર્ચા થઈ હતી. ત્યારે બીજી તરફ ચોમાસાની ઋતુ વગર જ અમદાવાદનાં વિજય ચાર રસ્તા (Vijaynagar Char Rasta) પર 2 ભૂવા પડ્યા છે, જે પણ હાલ ખૂબ જ ચર્ચામાં છે. રિપેરિંગ થયા પછી પણ ભૂવા પડતા કોર્પોરેશન (AMC) અને કોન્ટ્રક્ટરની મિલીભગતનાં પુરાવા મળ્યા હોવાની લોક ચર્ચા છે.

અહેવાલ : સચિન કડિયા, અમદાવાદ

આ પણ વાંચો - CR પાટીલના કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ પર આકરા પ્રહાર! કહ્યું - કોંગ્રેસનાં અસ્તિત્વ..!

Tags :
Advertisement

.

×