Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

સાબરમતી વિસ્તારમાં અંગત અદાવત રાખી આરોપી દ્વારા પાર્સલ મોકલી હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ahmedabad   પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું
Advertisement
  1. Ahmedabad નાં સાબરમતી વિસ્તારમાં પાર્સલ બ્લાસ્ટનો મામલો
  2. આરોપીઓને સાથે રાખીને પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું
  3. ઘટના બની તે સ્થળે તમામ આરોપીઓને લાવી કરી તપાસ

અમદાવાદનાં (Ahmedabad) સાબરમતી વિસ્તારમાં પાર્સલ મોકલીને બ્લાસ્ટ કરાવી હત્યા કરવાનાં પ્રયાસ મામલે ઝડપાયેલા આરોપીઓને સાથે રાખી પોલીસે આજે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરાઈ હતી. આ મામલામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને પોલીસે આરોપીઓનાં 5 જ દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે.

આ પણ વાંચો - Surat: શેરમાર્કેટ અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી છેતરપિંડી કરનાર ઠગબાજ ઝડપાયો

Advertisement

છૂટાછેડાની અદાવત રાખીને આરોપીએ પાર્સલ બ્લાસ્ટનું કાવતરું ઘડ્યું

અમદાવાદનાં (Ahmedabad) સાબરમતી વિસ્તારમાં અંગત અદાવત રાખી આરોપી દ્વારા પાર્સલ મોકલી હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેસની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ પાર્સલ આપવા આવ્યો હતો અને રૂપેણ બારોટે આ બ્લાસ્ટ કરાવ્યો હતો. આરોપી રૂપેણ બારોટને શંકા હતી બળદેવભાઈ સુખડીયાનાં કારણે તેનાં છૂટાછેડા થયા છે. આથી, અદાવતમાં તેણે આ કાવરતું ઘડ્યું હતું. આ માહિતીનાં આધારે પોલીસે (Sabarmati Police) ત્વરિત કાર્યવાહી કરી આરોપી રૂપેણ સહિત 3 લોકોની ધરપકડ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - DGP સામે બાંયો ચઢાવનારા વહીવટદારો Nirlipt Rai સામે ઘૂંટણિયે કેમ પડ્યા ?

ત્રણેય આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું

આજે પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ મુખ્ય આરોપી રૂપેણ બારોટ, રોહન રાવળ અને ગૌરવ ગઢવીને સાથે રાખી ઘટના સ્થળ શિવમ રો-હાઉસ પહોંચી હતી અને પૂછપરછ કરી હતી. જણાવી દઈએ કે, આ કેસમાં પોલીસે અગાઉ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 5 દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે આગળની કાર્યવાહી આદરી છે.

આ પણ વાંચો - Surat: ખાનગી શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓના વાલીઓ અને સંચાલકો આમને સામને

Tags :
Advertisement

.

×