Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: છેલ્લા 5 દિવસથી વાદળછાયું વાતાવરણ, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Rain Forecast in Gujarat: ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે ઠંડીમાં પણ દિન-પ્રતિદિન વધારો થતો હોવાનું અનુભવાઈ રહ્યું છે.
gujarat  છેલ્લા 5 દિવસથી વાદળછાયું વાતાવરણ  હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Advertisement
  1. વાતાવરણના કારણે ઠંડીમાં પણ દિન-પ્રતિદિન વધારો થયો
  2. હવામાન વિભાગ દ્વારા વરસાદની પણ આગાહી કરવામાં આવી
  3. આવતી કાલથી બે દિવસ માટે વરસાદીની આગાહી

Rain Forecast in Gujarat: ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે ઠંડીમાં પણ દિન-પ્રતિદિન વધારો થતો હોવાનું અનુભવાઈ રહ્યું છે. અટલું જ નહીં પરંતુ અત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરમાં પાછલા પાંચ દિવસથી વાદળછાયું વાતાવરણ યથાવત જોવા મળ્યું છે. આ સાથે ઠંડીનો અનુભવ પણ જોરદાર થયો છે.

આ પણ વાંચો: Surat ની SMIMER hostelની રૂમની બાલ્કનીમાં તાપણી કરતા હોવાનો Video Viral

Advertisement

ધુમ્મસ કારણે વિઝિબિલિટી પર અસર જોવા મળી

આજે સવારના સમયે વાદળછાયા વાતાવરણ સાથે ધુમ્મસ પણ જોવા મળ્યું હતું. ધુમ્મસ કારણે વિઝિબિલિટી પર અસર જોવા મળી છે. હવામાન વિભાગે આવતી કાલથી બે દિવસ માટે વરસાદીની આગાહી પણ કરી છે. કાલે વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર પણ વધવાનું છે. એટલું જ નહીં પરંતુ માવઠાના વરસાદ સાથે અત્યારે કરા પડવાની સંભાવના વર્તાઈ રહીં છે.

Advertisement

આ પણ વાંચો: સુરતમાં વેપારીના આપઘાત મામલો, પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ

વાતાવરણમાં પલટો આવતા ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ

બનાસકાંઠાની વાત કરવામાં આવે તો, હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આજે વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો પણ અનુભવાયો છે. વાતાવરણમાં પલટો આવતા અત્યારે ખેતીના પાકને નુકસાન થવાની શક્યતાઓ છે. જેથી જગતનો તાત ચિંતામાં છે. એરંડા, જીરું, ઇસબગુલ, ઘઉં, બટાકા અને રાયડો સહિતના પાકને નુકસાનની ભીતિ જોવા મળી રહીં છે.

આ પણ વાંચો: Ahmedabad: બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત! ત્રણ આઇસર બળીને ખાખ

Tags :
Advertisement

.

×