Home » સાસરીમાં સગીર સાળીને જોઈ બનેવીની દાનત બગડી, કર્યું આ કૃત્ય
સાસરીમાં સગીર સાળીને જોઈ બનેવીની દાનત બગડી, કર્યું આ કૃત્ય
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
97
અમદાવાદમાં બનેવીની હવસનો શિકાર સગીર સાળી બની છે. છેલ્લા પંદર દિવસથી નરાધમ બનેવી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. જોકે સગીરાએ તમામ હકીકત પોતાની મોટી બહેનને જણાવતા બનેવી વિરુદ્ધ બળાત્કાર, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સરખેજ પોલીસે બળાત્કારી બનેવીની ધરપકડ કરી છે.
અમદાવાદ શહેરના સરખેજ પોલીસ મથકમાં બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ સગીરા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેના જ બનેવીએ પોતાની સગીર સાળીને હવસનો શિકાર બનાવી છે. છેલ્લા 15 દિવસથી આરોપી સગીરા સાથે દુષ્કર્મ કરતો હતો. અને આ અંગે કોઈને ફરિયાદ ન કરવા ધમકી આપતો હતો. જોકે સગીરાએ મોટી બહેનને હકિકતથી વાકેફ કરતા મામલો પોલીસ મથકે પહોચ્યો.જે અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી બનેવીની ધરપકડ કરી છે.
મહત્વનું છે કે ફરિયાદી અને ભોગ બનનાર કુલ ચાર બહેનો છે.જેમાંથી સૌથી નાની બહેન કે જેની ઉંમર ૧૭ વર્ષ અને 10 મહિના છે. તે સગીરાને તેની મોટી બહેનના પતિએ એકલતાનો લાભ લઈ તેની સાથે પોતાની હવસ સંતોષી હતી. અને આવું અવારનવાર થતા મામલો પરિવાર સમક્ષ આવ્યો.અને આખરે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ભોગ બનનાર અને આરોપીના મેડીકલ પરિક્ષણ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી છૂટક મજૂરી કરે છે અને જ્યારે તે પોતાની સાસરીમાં આવ્યો ત્યારે સગીર સાળીની એકલતાનો લાભ લઈ પહેલી વખત બળાત્કાર ગુજાર્યો હતો. બાદમા 15 દિવસના સમયમા અવારનવાર બળાત્કાર ગુજાર્યો હોવાની કબુલાત કરી છે. જેથી પોલીસે બળાત્કારી બનેવી વિરુદ્ધ પુરાવા એકઠા કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject