Winter in Gujarat : કાતિલ ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા, જાણો ક્યાં કેટલું તાપમાન ?
શીતલહેર વચ્ચે રાજ્યભરમાં ઠંડીનો પારો સતત ગગડતો (Winter in Gujarat)
- સવારે ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનો ફૂંકાતા લોકોને હાલાકી
- માઉન્ટ આબુમાં માઈન્સ 5 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન
Winter in Gujarat : રાજ્યભરમાં લોકો હાડ થીજાવે તેવી ઠંડીથી ઝઝૂમી રહ્યા છે. શીતલહેર વચ્ચે મોટાભાગનાં જિલ્લાઓમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. પવનની દિશા બદલાતા ફરી એકવાર ઠંડીએ જોર પકડ્યું છે. વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠુંઠવાયા છે. સાથે જ ગાઢ ધુમ્મસ રહેતા વાહનચાલકોને પણ હાલાકી વેઠવી પડી છે. નલિયા (Naliya) સિઝનમાં પ્રથમ વખત 3.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર શહેર બન્યું છે.
આ પણ વાંચો - Rajkot : નવા વર્ષની શરૂઆતમાં SOG ની મોટી કાર્યવાહી! લાખોનાં MD ડ્રગ્સ સાથે 1 ઝડપાયો
કડકડતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા, ક્યાં કેટલું તાપમાન ?
રાજ્યમાં કડકડતી ઠંડીએ લોકોની ચિંતા વધારી છે. શીતલહેર વચ્ચે ઠંડીનો પારો ગગડ્યો છે અને મોટાભાગનાં જિલ્લાઓમાં પારો 15 ડિગ્રીથી (Winter in Gujarat) પણ નીચે નોંધાયો છે. તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં (Ahmedabad) 12.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 9.2 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વડોદરામાં 11.4 ડિગ્રી, સુરતમાં (Surat) 15.5 ડિગ્રી, રાજકોટમાં 7.3 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં તાપમાન 10.4 ડિગ્રી પહોંચ્યું છે. ઉપરાંત, ડીસામાં 8.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 10.7 ડિગ્રી, ભુજમાં 9.2 ડિગ્રી, કંડલામાં 8.1 ડિગ્રી, અમરેલીમાં 11.7 ડિગ્રી, ભાવનગરમાં (Bhavnagar) 12.6 ડિગ્રી, દ્વારકામાં 13.8 ડિગ્રી, ઓખામાં 18.6 ડિગ્રી, પોરબંદરમાં 12.0 ડિગ્રી, વેરાવળમાં 15.8 ડિગ્રી, મહુવામાં 12.5 ડિગ્રી અને કેશોદમાં 9.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સિઝનમાં પ્રથમ વખત 3.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર શહેર બન્યું છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) January 8, 2025
આ પણ વાંચો - Rajkot: વીજ તારમાં ફસાયેલ પતંગ લેવા જતા બાળક ભડથું થયો
માઉન્ટ આબુમાં માઈન્સ 5 ડિગ્રી તાપમાન નોંધાયું
ઉત્તર ભારતમાં હિમવર્ષા અને પવનની દિશા બદલાતા ગુજરાતમાં વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠુંઠવાયા છે. સાથે જ ધુમ્મસભર્યું વાતાવરણ રહેતા વાહનચાલકોને પણ ભારે હાલાકી વેઠવી પડી છે. માઉન્ટ આબુની (Mount Abu) વાત કરીએ તો તાપમાન માઈન્સ 5 ડિગ્રીએ પહોંચ્યું છે, જેના કારણે પાર્ક કરેલા વાહનો પર બરફનાં થર જામ્યા છે. કડકડતી ઠંડીનાં કારણે ધો. 1થી 8નાં વિદ્યાર્થીઓને રજા જાહેર કરાઈ છે. જો કે, ઠંડીનાં કારણે પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
આ પણ વાંચો - Rajkot: RTOની ફાસ્ટટ્રેક કામગીરીમાં ફેસલેસ સેવાનો 1.34 લાખ લોકોએ લાભ લીધો


