Download Apps
Home » Stock Market :  રામ મંદિરની પ્રતિષ્ઠા બાદ આ 10 શેરોમાં મોટો ઉછાળો

Stock Market :  રામ મંદિરની પ્રતિષ્ઠા બાદ આ 10 શેરોમાં મોટો ઉછાળો

Stock Market :  દેશ દુનિયામાં રામ મંદિરને લઈને જબરદસ્ત ધૂમ છે. જના પગલે અયોધ્યા પણ ફોકસમાં છે. મંદિર અને અયોધ્યા સાથે કનેક્શનના પગલે 10 શેરોમાં જબરદસ્ત એક્શન જોવા મળે છે. જે આગળ પણ જોશમાં રહે તેવી ધારણા છે. આ શેરોમાં IRCTC, PayTM, Pakka, Praveg, Genesys International Corp, Interglobe Aviation & Spicejet, Allied Digital, Apollo Sindoori, Kamat Hotel, INDIAN HOTELs સામેલ છે.

1.IRCTC
IRCTC અયોધ્યા માટે સ્પેશિયલ ટ્રેન ચલાવે છે. 200થી વધુ આ ટ્રેન દેશના તમામ ભાગોને અયોધ્યા સાથે જોડવાનું કામ કરશે. કંપની અયોધ્યા અને અન્ય જગ્યાઓ માટે ટુર પેકેજ ઓફર કરી રહી છે. ટુરિઝમમાં ઝગારા સાથે સરકારી કંપનીને પણ ફાયદો થશે.

 

2. PayTM
ફિનટેક કંપનીએ અયોધ્યા નગર નિગમ સાથે એમઓયુ કર્યું છે. જે હેઠળ અયોધ્યામાં મોબાઈલ પેમેન્ટ માટે કરાર કર્યો છે. કરારમાં પેટીએમના QR કોડ, સાઉન્ડ બોક્સ, કાર્ડ મશીન દ્વારા મોબાઈલ પેમેન્ટ કરી શકાશે. કંપની પાસે 92 લાખથી વધુ ડિવાઈસ છે. આવામાં ઓનલાઈન બુકિંગથી પણ કંપનીને ફાયદો થશે.

3. Pakka Ltd
કંપની કમ્પોસ્ટેબલ પેકેજિંગ પ્રોડક્ટ બનાવે છે. જેનું મેન્યુફેક્ચર યુનિટ અયોધ્યામાં છે. અનુમાન છે કે FY26/27 સુધી અયોધ્યાથી લગભઘ 1600 કરોડ રૂપિયાના ટર્નઓવરનું અનુમાન છે. અત્રે જણાવવાનું કે FY23 માં કંપનીની કુલ આક 408 કરોડ રૂપિયા હતી.

4. Praveg ltd
કંપનીના રિસોર્ટ કલ્ચરલ અને હેરિટેજ જગ્યાઓ પર છે. તેની કુલ 9 પ્રોપર્ટી ઓપરેશનલ છે અને 12 અંડર ડેવલપમેન્ટ છે. 8 ઓગસ્ટ 2023ના રોજ કંપનીને અયોધ્યામાં ટેન્ટ સિટી ડેવલપ કરવાનો ઓર્ડર મળ્યો. આ ઓર્ડર 10 વર્ષ માટે છે. જેને આગળ 5 વર્ષ માટે વધારી શકાય છે. ટેન્ટ સિટીમાં 50 ટેન્ટ હશે અને એક રેસ્ટોરન્ટ પણ હશે. પ્રવેગે અયોધ્યા અગાઉ વારાણસીમાં પણ ટેન્ટ પ્રોજેક્ટ કર્યો હતો. જેમાં 10 હજાર વિઝિટર્સ આવી ચૂક્યા છે. પ્રવેગ લિમિટેડ એ અમદાવાદ સ્થિત કંપની છે જે હોસ્પિટાલિટીના સેક્ટરમાં કામ કરે છે. આ કંપનીએ કચ્છના રણ, વારાણસી, દમણ, દીવ, વગેરે સ્થળોએ લક્ઝરી ટેન્ટ અને લક્ઝરી રિસોર્ટ સર્વિસીસનું સંચાલન કરે છે.

5. Genesys International Corporation Ltd
આ એક એડવાન્સ્ડ મેપિંગ કંપની છે જેમાં 2000થી વધુની પ્રોફેશનલ ટીમ સામેલ છે. 9 જાન્યુઆરી 2024ના રોજ Genesys નવી ઈન્ડિયા મેપ પ્લેટફોર્મને અયોધ્યાની ઓફિશિયલ મેપ એડોપ્ટ કરાઈ. આ મેપમાં બેસ્ડ રૂટ અને લોકેશન સાથે ઈલેક્ટ્રોક ગાડીઓ માટે પણ ફીચર્સ હશે. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી એક અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી એપ પણ લોન્ચ કરશે કંપનીના મેપિંગ ઈન્ટરફેસ દ્વારા થશે. આ સાથે જ તમામ પ્લેટફોર્મ માટે એપ લોન્ચ કરશે.

 

6. Interglobe Aviation & Spicejet
30 ડિસેમ્બર 2023ના રોજ અયોધ્યા એરપોર્ટ (મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ) નું ઉદ્ધાટન કરાયું. દિલ્હી અને અમદાવાદથી પહેલેથી ઈન્ડિગોની ડાઈરેક્ટ ફ્લાઈટ છે. 15 જાન્યુઆરીથી ઈન્ડિગોએ મુંબઈથી પણ ડાઈરેક્ટ ફ્લાઈટ શરૂ કરી છે. 1 ફેબ્રુઆરીથી સ્પાઈસજેટે પણ 3 શહેરોથી અયોધ્યાની ડાઈરેક્ટ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી. ચેન્નાઈ, બેંગ્લુરુ, અને મુંબઈથી અયોધ્યાની ડાઈરેક્ટ ફ્લાઈટ્સ થશે. જ્યારે સ્પાઈસજેટ 21 જાન્યુઆરીથી દિલ્હીથી અયોધ્યાની સ્પેશિયલ ફ્લાઈટ પણ ઓપરેટ કરશે.

7. Allied Digital
Allied Digital એક ગ્લોબલ આઈટી સર્વિસિસ પ્રોવાઈડર કંપની છે. માસ્ટર સિસ્ટમ ઈન્ટીગ્રેટર તરીકે અયોધ્યા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે કંપનીને નિયુક્ત કરવામાં આવી છે. કંપની એન્ટરપ્રાઈઝ ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર મેનેજ કરે છે. Allied Digital પાસે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સની સ્પેશિયાલિટી છે. અત્રે જણાવવાનું કે કંપની માસ્ટર સિસ્ટમ ઈન્ટીગ્રેટર તરીકે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ પર કામ કરે છે.

Allied Digital મોબિલિટી, એનાલિટિક્સ, અને AI નો ઉપયોગ કરીને પોતાના પ્રોજેક્ટ્સ પૂરા કરે છે. CCTV સર્વિલાન્સના ઈન્ટીગ્રેશનનું કામ કરશે. કેપેક્સ અને ઈમ્પ્લીમેન્ટેશન 3 મહિનામાં થશે, જેને કંપની આગામી 5 વર્ષ સુધી ઓપરેટ કરશે અને મેન્ટેઈન કરશે.

8. Apollo Sindoori
આ કંપની હોસ્પિટાલિટી સેક્ટર સાથે જોડાયેલી છે. જે હેઠળ હોસ્પિટાલિટી સર્વિસિસ મેનેજમેન્ટ અને સપોર્ટ સર્વિસિસનું કામકાજ કરે છે. હાલ એપોલો સિન્દુરી હોટલ અયોધ્યાના ટેઢી બજારમાં મલ્ટી લેવલ પાર્કિંગને વિક્સિત કરી રહી છે. તેનો એરિયા 3000 વર્ગ મીટરમાં ફેલાયેલો છે. જેનું પાર્કિંગ ની છત પર રેસ્ટોરન્ટનું નિર્માણ કરવામાં આવશે. તેમાં એક વખતમાં એક હજારથી વધુ શ્રદ્ધાળુઓ બેસી શકે છે.

9. Kamat Hotel
અયોધ્યામાં ટુરિઝમ વધવાથી કંપનીને મોટો ફાયદો થશે. આથી કામત હોટલ અયોધ્યામાં 2 નવી હોટલ ખોલશે. જે હેઠળ 50 રૂમની આ હોટલ આ મહિનાથી જ શરૂ થઈ જશે. IRA બ્રાન્ડ હેઠળ અયોધ્યામાં હોટલ છે. હોટલમાં બેન્ક્વેટ હોલ અને રૂપટોપ રેસ્ટોરન્ટ પણ હશે. આ ઉપરાંત અયોધ્યામાં આગળ 2 વધુ હોટલ ખોલવાનો પણ પ્લાન છે. પછી અયોધ્યામાં કંપનીની કુલ 3 હોટલ થશે.

10. INDIAN HOTELS
વિવાંતા અને જિંજર બંને બ્રાન્ડ્સની અયોધ્યામાં હોટલ છે. યુપીમાં હોટલ્સનું મોટું નેટવર્ક છે. ફક્ત UP માં જ કુલ 19 હોટલ છે.

 

આ પણ  વાંચો – Stock Market : શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો,સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં થયા બંધ

 

DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
By Harsh Bhatt
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?