Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ફતેહવાડીમાં મોડી રાતે ભીષણ આગ, 3 રિક્ષા, 50 બાઈક બળીને ખાખ, એક વૃદ્ધ મહિલાનું મોત

અમદાવાદના (Ahmedabad) ફતેહવાડી (Fatehwadi) વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે. માહિતી મુજબ, માસ્તાન મસ્જિદ (Mastan Masjid) પાસે ગોલ્ડન ફલેટનાં (Golden Flat) પાર્કિગમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર છે. આ આગના બનાવમાં ત્રણ રિક્ષા અને 50 જેટલા બાઈક બળીને ખાખ થયા હોવાની...
ahmedabad   ફતેહવાડીમાં મોડી રાતે ભીષણ આગ  3 રિક્ષા  50 બાઈક બળીને ખાખ  એક વૃદ્ધ મહિલાનું મોત
Advertisement

અમદાવાદના (Ahmedabad) ફતેહવાડી (Fatehwadi) વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે. માહિતી મુજબ, માસ્તાન મસ્જિદ (Mastan Masjid) પાસે ગોલ્ડન ફલેટનાં (Golden Flat) પાર્કિગમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર છે. આ આગના બનાવમાં ત્રણ રિક્ષા અને 50 જેટલા બાઈક બળીને ખાખ થયા હોવાની માહિતી મળી છે. આ બનાવમાં એક વૃદ્ધાના મોતના સમાચાર પણ છે.

મોડી રાત્રે આગ લાગી હોવાથી પાર્કિંગમાં પાર્ક 50 બાઇક અને 3 રિક્ષા બનીને ખાખ થયા છે. ઈલેક્ટ્રિક મીટરમાં (electric meter) શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગના બનાવને પગલે ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો છે.

Advertisement

અસામાજિક તત્વોએ આગ લગાવી હોવાનો આરોપ

બીજી તરફ સ્થાનિક દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ આગ લગાવવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ફાયરની ટીમે 210 વ્યક્તિને હેમખેમ બચાવી લીધા છે, તેમાંથી 10 વ્યક્તિને ફાયરની (Ahmedabad) ગાડીની સીડી મારફતે સહી સલામત ફ્લેટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, આગ લાગવાનાં કારણને લઈ વેજલપુર પોલીસે (Vejalpur police) તપાસ શરૂ કરી છે. એવા પણ સમાચાર છે કે આ આગના બનાવમાં એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Botad Town Rape Case: “તારો અંગત વીડિયો છે”, કહીને સગીરા સાથે આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો - PI TARAL BHATT CASE : જુનાગઢ તોડકાંડના મુખ્ય સૂત્રધાર PI તરલ ભટ્ટના વધુ એક સાથીદારની ધરપકડ

આ પણ વાંચો - મહિલા ડૉકટર આત્મહત્યા કેસ : પોલીસને એક અઠવાડિયા પછી પણ ખબર નથી ક્યા છે PI ખાચર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×