Download Apps
Home » kheda : મહેમદાવાદ રેલવે સ્ટેશનની કાયાકલ્પ થવાની છે : દેવુસિંહ ચૌહાણ

kheda : મહેમદાવાદ રેલવે સ્ટેશનની કાયાકલ્પ થવાની છે : દેવુસિંહ ચૌહાણ

kheda : ‘અમૃત ભારત યોજના’ (Amrit Bharat Yojana) હેઠળ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) દેશના વિવિધ રાજ્યોનાં 554 રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ, 1500 રોડ ઓવરબ્રિજ/ અંડરપાસના શિલાન્યાસ, ઉદઘાટન અને લોકાર્પણ કરી દેશની જનતાને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ પણ જોડાયા હતા. કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnav) વર્ચ્યુલ સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશને યશસ્વી વડાપ્રધાન મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં રેલવેની કાયાકલ્પ કરી છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશમાં ગોમતીનગરમાં પુનઃનિર્મિત અત્યાધુનિક રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું. અમૃત ભારત રેલવે સ્ટેશનોમાં આજે જે 554 રેલવે સ્ટેશનના નવનિર્માણર્થે ભૂમિપૂજન થવાનું હતું. તેમાં ગુજરાતના 89 સ્ટેશન પૈકી ખેડા જિલ્લાના મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશનની પણ કાયાકલ્પ થવાની છે. તેને અનુલક્ષી વડોદરા રેલવે ડિવિઝન દ્વારા મહેમદાવાદ (Mehmedawad) સ્ટેશન પર યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ, મહેમદવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ડી.આર.એમ. જિતેન્દ્રસિંહ સહિત રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ અને મહેમદાવાદ સહિત તાલુકાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આજે ભારતવર્ષનો એક ઐતિહાસિક દિવસ છે : સાંસદ દેવુસિંહ ચૌહાણ

કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને ખેડાના (kheda) સાંસદ દેવુસિંહ ચૌહાણે (MP Devusinh Chauhan) આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે ભારતવર્ષનો એક ઐતિહાસિક દિવસ છે, જેમાં ટેકનોલોજીનાં માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 40 લાખ લોકોને સંબોધ્યા છે. દેશના વિવિધ રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દેશમાં અગાઉ 500 ઉપરાંત અને આજે 554 રેલવે સ્ટેશનને ‘અમૃત ભારત’ રેલવે સ્ટેશન યોજનામાં સમાવી તેને વિશ્વસ્તરીય સુવિધાઓથી સુસજ્જ કરી પુનઃનિર્માણ કરવાનું છે, જેમાં 1500થી વધુ રેલવે ઓવરબ્રિજ, અંડરપાસ, ફૂટઓવર બ્રિજનું નિર્માણ થવાનું છે, જેમાં ખેડા જિલ્લાના મહેમદાવાદ રેલવે સ્ટેશનની કાયાકલ્પ થવાની છે.

‘અઢી લાખ કારોડથી વધુ નાણાંની રેલવે બજેટમાં જોગવાઈ’

ખેડા જિલ્લામાં આઠ જેટલાં રેલવે ઓવરબ્રિજ અને રેલવે અંડરબ્રિજ પણ સમાવિષ્ટ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવે સુવિધામાં અમૂલ્ય પરિવર્તન લાવવાનો સંકલ્પ કર્યો છે અને એ દિશામાં નક્કર કાર્યો થઈ રહ્યા છે. અગાઉની સરકારોમાં રેલવે બજેટ મર્યાદિત રહેતું, આજે અઢી લાખ કારોડથી વધુ નાણાંની રેલવે બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે. રેલવેના વિકાસથી દેશનું અર્થતંત્ર પણ ગતિશીલ બનશે, એમ કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણે (MP Devusinh Chauhan) ઉમેર્યું હતું.

અહેવાલ : કૃષ્ણ રાઠોડ, ખેડા

 

આ પણ વાંચો – Gujarat Congress : મોરબી કોંગ્રેસમાં મોટું ભંગાણ, વધુ ત્રણ નેતાઓના રાજીનામા

આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ? દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ