Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavangar : ખેડૂત પાટીદાર દંપતી પર હુમલા મામલે રોષ! પો. અધિકારી સહિત 200 થી વધુ લોકોએ પરિવારને આપી હૂંફ!

ભાવનગરના દેવળીયા ગામ ખાતે ખેડૂત પાટીદાર દંપતી પર હુમલો થતા ભારે આક્રોશ જોવા મળ્યો છે. વૃદ્ધ દંપતી પર હુમલા મામલે જિલ્લા ડિસ્ટ્રિક્ટ બેન્કનાં ચેરપર્સનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ હુમલાની નિંદા કરી કહ્યું કે, વડીલોની એકલતાનો લાભ અસામાજિક તત્વો લઈ રહ્યા છે. બીજી તરફ સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં સમરસતા જળવાઈ રહે તે માટે ખેડૂત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
bhavangar   ખેડૂત પાટીદાર દંપતી પર હુમલા મામલે રોષ  પો  અધિકારી સહિત 200 થી વધુ લોકોએ પરિવારને આપી હૂંફ
Advertisement
  1. Bhavangar નાં દેવળીયામાં ખેડૂત દંપતી પર હુમલા બાદ લોકોમાં રોષ!
  2. દંપતી પર હુમલાને લઈ ડિસ્ટ્રિક્ટ બેન્કનાં ચેરમનનું નિવેદન
  3. "વડીલોની એકલતાનો લાભ અસામાજિક તત્વો લઈ રહ્યા છે"
  4. સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં સમરસતા માટે ખેડૂત સંવાદ યોજાયો
  5. પોલીસ અધિકારી પણ ખેડૂતોને હુંફ આપવા હાજર રહ્યા

Bhavangar : ભાવનગરના દેવળીયા ગામ (Devaliya village) ખાતે ખેડૂત પાટીદાર દંપતી પર હુમલો થતા ભારે આક્રોશ જોવા મળ્યો છે. દેવળીયા ગામનાં વૃદ્ધ પાટીદાર દંપતી પર હુમલા મામલે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્કનાં ચેરપર્સનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ હુમલાની નિંદા કરી અને કહ્યું કે, વડીલોની એકલતાનો લાભ અસામાજિક તત્વો લઈ રહ્યા છે. બીજી તરફ સૌરાષ્ટ્રનાં (Saurashtra) ગામડાઓમાં સમરસતા જળવાઈ રહે તે માટે ખેડૂત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પોલીસ અધિકારી પણ ખેડૂતોને હુંફ આપવા પહોંચ્યા હતા. દેવળીયા આસપાસના 200 થી વધુ લોકો પીડિત પરિવારને હૂંફ આપવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો - Chhota Udepur : આદિજાતિ ખેડૂતો માટે સરકારની મોટી ભેટ, ખેડૂતોમાં ખુશીનો માહોલ!

Advertisement

Advertisement

Bhavangar માં સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં સમરસતા માટે ખેડૂત સંવાદ યોજાયો

ભાવનગરનાં (Bhavangar) ઉમરાળ તાલુકાના દેવળીયા ગામે બે દિવસ પહેલા પાટીદાર દંપતી પર જીવલેણ હુમલો થયો હતો. પ્લોટ પચાવી પાડવાની બાબતે ગામના જ આઠેક જેટલા લોકોએ આ હુમલો કર્યો હોવાનાં આક્ષેપ થયા હતા. આ ઘટના બાદ પાટીદાર સમાજનાં (Patidar Samaj) લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. માહિતી અનુસાર, સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં સમરસતા બની રહે તે માટે અને ગામડાંઓને જીવંત રાખવાનાં પ્રયાસ સાથે દેવળીયામાં ખેડૂત સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક સંવાદમાં ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ પણ ખેડૂતોને હુંફ આપવા હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - Dahod : ગરબાડા તાલુકામાં દેશી બનાવટની પિસ્તોલ સાથે એકની ધરપકડ

200 થી વધુ લોકોએ પીડિત પરિવારને હૂંફ આપી!

માહિતી અનુસાર, દેવળીયાની આજુંબાજુંનાં ગામનાં 200 થી વધુ લોકોએ પણ પીડિત પરિવારને હૂંફ આપી હતી. સાથે જ આરોપીઓને કડકમાં કડક સજા કરવા માગ પણ ઉચ્ચારી હતી. દરમિયાન, આ મામલે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્કનાં (Bhavnagar District Bank) ચેરપર્સનનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ગામડાનાં ઘણા યુવાનો શિક્ષણ, ઉદ્યોગ માટે બહાર ગામ જતાં હોય છે અને વડીલો ગામડામાં રહીને તેમના પરિવારની જમીનો ટકાવી રાખવા માટે રહેતા હોય છે. ત્યારે એકલા રહેતા વડીલોની એકલતાનો લાભ અસામાજિક તત્વો લઈ રહ્યા છે. માહિતી અનુસાર, આ કેસમાં 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જ્યારે પોલીસે 8 પૈકી 2 ની ધરપકડ કરી આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

આ પણ વાંચો - Vadodara : ચમત્કારી તાંત્રિક વિધીના નામે એકના ડબલ કરતી ટોળકીનો પર્દાફાશ , ₹30 લાખ સાથે 7 ઝડપાયા

Tags :
Advertisement

.

×