Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : માલણ નદીનું રૌદ્ર સ્વરૂપ! તલગાજરડાની સ્કુલનાં બાળકો ફસાયા, મકાનમાં લીધો આશરો

તલગાજરડામાં મોર્ડન સ્કૂલનાં બાળકો નદીનાં કોઝવેમાં ફસાયા હોવાની માહિતી છે.
bhavnagar   માલણ નદીનું રૌદ્ર સ્વરૂપ  તલગાજરડાની સ્કુલનાં બાળકો ફસાયા  મકાનમાં લીધો આશરો
Advertisement
  1. ભાવનગરનાં મહુવા શહેર અને તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ (Bhavnagar)
  2. ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસતા નદી, નાળા પાણી પાણી થયા
  3. મોટા ખુંટવડા, ગોરસ, બોરડી, કાળેલા ગામમાં ભારે વરસાદ
  4. મહુવામાં માલણ નદીનું પહેલા જ વરસાદમાં રૌદ્ર સ્વરૂપ!
  5. તલગાજરડાની મોર્ડન સ્કુલના બાળકો પાણીમાં ફસાયા
  6. રાતોલ ગામ જતા 50 બાળકો નદીના પાણીમાં ફસાયા

Bhavnagar : ભાવનગર શહેર અને જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદનાં કારણે નદી, તળાવ, નાળા પાણી-પાણી થયા છે. મહુવા પંથકમાં (Mahuva) સતત પડી રહેલા વરસાદનાં કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહુવામાં માલણ નદીનું પહેલા જ વરસાદમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. જ્યારે, ખુંટવડા, ગોરસ, બોરડી, કાળેલા ગામમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. તલગાજરડામાં મોર્ડન સ્કૂલનાં (Modern School) બાળકો નદીનાં કોઝવેમાં ફસાયા હોવાની માહિતી છે.

આ પણ વાંચો - Gujarat Rain: રાજ્યમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

Advertisement

Advertisement

મૂસળધાર વરસાદથી ગામની શેરી-મહોલ્લામાં પાણી ફરી વળ્યા

ભાવનગર જિલ્લામાં (Bhavnagar) ચોમાસાનાં પહેલા જ વરસાદે હાહાકાર મચાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જિલ્લાના મહુવા શહેર (Mahuva) અને તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સતત ધોધમાર વરસાદ (Heavy Rains) વરસતા નદી, નાળા પાણી-પાણી થયા છે. મોટા ખુંટવડા, ગોરસ, બોરડી, કાળેલા ગામ, શાંતિનગર, સેદરડા, વાઘવદરડા સહિતના ગામમાં ભારે વરસાદ વરસ્યો છે. મૂસળધાર વરસાદથી ગામની શેરી-મહોલ્લામાં પાણી ફરી વળ્યા છે. માલણ નદી તેમ જ નદીના પુલ પરથી વરસાદી પાણી વહેતા થયા છે. જ્યારે, ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ પર ઢીંચણ સમાણા પાણી ભરાયા છે. વરસાદી પાણી ઘરો અને દુકાનોમાં ઘુસી જતા લોકોને ભારે હાલાકી થઈ છે. ભારે વરસાદના કારણે નદીઓમાં વહેતું પાણી ગામોમાં ફરી વળ્યું છે.

આ પણ વાંચો - Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 130 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા કેટલો પડ્યો વરસાદ

રાતોલ ગામ જતા 50 બાળકો નદીના પાણીમાં ફસાયા

બીજી તરફ મહુવા તાલુકાની માલણ નદીનું પહેલા જ વરસાદમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, જેના કારણે તલગાજરડા ગામે (Talgajarda) મોર્ડન સ્કૂલનાં બાળકો નદીનાં કોઝવેમાં ફસાયા હોવાની માહિતી છે. ભારે વરસાદના કારણે પાણી કોઝવે ઉપર ફરી વળ્યા છે. બાળકો સ્કૂલેથી ઘરે પરત ફરતા હતા તે સમયે બાળકો ફસાયા છે. મોર્ડન સ્કૂલના (Modern School) 50 જેટલા બાળકો રાતોલ ગામ જતા સમયે ધસમસતા પ્રવાહમાં ફસાયા છે. તમામ બાળકોને હાલ એક મકાનમાં રાખવામાં આવ્યા છે. મહુવા નેશનલ હાઈવેથી તલગાજરડા તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, મામલતદાર, ફાયરની ટીમ બાળકોનાં રેસ્ક્યુ માટે પહોંચી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ (Nimuben Bambhania) પણ વિદ્યાર્થીઓને ઝડપથી મદદ પહોંચે તે માટે આદેશ આપ્યા છે.

આ પણ વાંચો - VADODARA : પાલિકાએ ખોદેલા ખાડા ફરતે 'અસુરક્ષિત' આડાશ મુશ્કેલી સર્જે તેવી સ્થિતી

Tags :
Advertisement

.

×