ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Zhagadia Case : ભરુચમાં 9 વર્ષીય માસૂમ સાથે દુષ્કર્મ કેસમાં નરાધમને 72 દિવસમાં ફાંસીની સજા

ભરૂચનાં (Bharuch) ઝઘડિયામાં 9 વર્ષની માસૂમ બાળકી પર આરોપી વિજય પાસવાનને દુષ્કર્મ આચર્યું હતું...
07:55 PM May 02, 2025 IST | Vipul Sen
ભરૂચનાં (Bharuch) ઝઘડિયામાં 9 વર્ષની માસૂમ બાળકી પર આરોપી વિજય પાસવાનને દુષ્કર્મ આચર્યું હતું...
Bharuch_Gujarat_first main
  1. ભરુચનાં ઝઘડિયામાં ચકચારી દુષ્કર્મ ઘટના કેસમાં આરોપીને સજા (Zhagadia Case)
  2. આરોપી વિજય પાસવાનને 72 દિવસમાં જ ફાંસીની સજા ફટકારી
  3. નરાધમે દુષ્કર્મ બાદ બાળકીનાં ગુપ્તભાગમાં સળિયો નાખ્યો હતો
  4. 10 દિવસની સારવાર બાદ માસૂમ બાળકીનું મોત થયું હતું.

Zhagadia Case : ભરૂચનાં (Bharuch) ઝઘડિયામાં 9 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીને મોતની સજા ફટકારી છે. આરોપી સામે રજૂ કરાયેલ તમામ પુરાવા અને દલીલોનાં આધારે કોર્ટે આરોપીને દોષી ઠેરવી ફાંસીની સજા ફટકારી છે. આરોપીએ 9 વર્ષીય માસૂમ પર દુષ્કર્મ આચર્યા બાદ ગુપ્તભાગે સળિયો નાખ્યો હતો. અસહ્ય દર્દથી પીડાતી માસૂમ બાળકીનું 10 દિવસ બાદ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે (Bharuch Police) ત્વરિત કાર્યવાહી કરી ચાર્જશીટ દાખલ કરતા આરોપીને ઘટનાનાં 72 દિવસમાં ફાંસીની સજા થઈ છે.

આ પણ વાંચો - Surat: ચૌટા બજાર વિસ્તારમાં પોલીસ દ્વારા દબાણ દૂર કરાયું, સમસ્યાનો ઉકેલ નહી આવતા લોકોમાં રોષ

નરાધમે માસૂમ પર દુષ્કર્મ આચરી ગુપ્તભાગે સળિયો નાખ્યો હતો

ભરૂચનાં (Bharuch) ઝઘડિયામાં 9 વર્ષની માસૂમ બાળકી પર આરોપી વિજય પાસવાનને દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ નરાધમે સગીરાનાં ગુપ્ત ભાગે લોખંડનો સળીયો નાખતા બાળકીને ગંભીર ઇજાઓ થઈ હતી. લોહીથી લથપથ અવસ્થામાં સગીરાને સારવાર માટે પહેલા ઝઘડિયા ત્યાર બાદ અંકલેશ્વર (Ankleshwar) અને પછી વડોદરાની (Vadodara) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તબીબોની મહામહેનત છતાં પણ માસૂમ ઘટનાનાં 10 દિવસ બાદ જીંદગીની જંગ હારી હતી. આ ઘટના બાદ ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ આરોપીને ફાંસીની સજા આપવાની માગ કરી હતી.

આ પણ વાંચો - Godhra Kand : સાબરમતી એક્સ. સળગાવવાનાં કેસમાં 9 પો. કર્મીઓની છટણી અંગે HC નો મોટો નિર્ણય

ઘટનાનાં 72 દિવસમાં જ નરાધમને ફાંસીની સજા ફટકારાઈ

ઘટનાની ગંભીરતા સમજીને પોલીસે પણ સઘન કાર્યવાહી કરી હતી અને પુરાવા એકત્ર કરી ત્વરિત ચાર્જશીટ દાખલ કરી હતી. કેસ ચાલી (Zhagadia Case) જતાં કોર્ટે તમામ પુરાવા અને દલીલોનાં આધારે આરોપી વિજય પાસવાનને દોષી ઠેરવ્યો અને ફાંસીની સજા ફટકારી છે. ગંભીર પ્રકારનાં દુષ્કર્મ કેસમાં આખરે પોલીસની મહેનત અને તાત્કાલિક ચાર્જશીટ થતાં 72 દિવસમાં જ નરાધમને ફાંસીની સજા થઈ છે.

આ પણ વાંચો - Gujarat High Court : વધુ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો, આરોપીને પાસપોર્ટ આપવાનો HC નો આદેશ

Tags :
BharuchBharuch CourtCrime NewsGUJARAT FIRST NEWSJhagadia CaseSentenced to DeathTop Gujarati NewsVadodaraVijay PaswanZhagadia Case
Next Article