ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Cybercrime : ગુજરાત પોલીસની સાઇબર ક્રાઇમ સામે મોટી કાર્યવાહી, 15 દિવસમાં 12 કેસ ઉકેલાયા

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સફળતા બદલ ગુજરાત પોલીસની તમામ ટીમો અને તેમને માર્ગદર્શન આપનાર અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે.
05:46 PM May 17, 2025 IST | Vipul Sen
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સફળતા બદલ ગુજરાત પોલીસની તમામ ટીમો અને તેમને માર્ગદર્શન આપનાર અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે.
Cuber Crime_Gujarat_first
  1. ગુજરાત પોલીસે છેલ્લા 15 દિવસમાં 12 મહત્ત્વના સાઇબર કેસ ઉકેલાયા (Cybercrime)
  2. ચાઇનીઝ સાઇબર ક્રાઇમ ગેંગનાં સાગરીતો, ભેજાબાજોની ધરપકડ કરાઈ
  3. ગુજરાત પોલીસની એક્સપર્ટ ટીમોએ ડિજિટલ એરેસ્ટ જેવા વિવિધ ગુનાઓ આચરતા ઇસમોને ઝડપી પાડ્યા
  4. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની આ સફળતાને બિરદાવી
  5. ગુજરાત પોલીસની તમામ ટીમો, તેમને માર્ગદર્શન આપનાર અધિકારીઓને અભિનંદન પાઠવ્યા

Cybercrime : સાઇબર ક્રાઇમ સમગ્ર વિશ્વમાં એક પડકારરૂપ બની રહ્યો છે ત્યારે દેશમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) નેતૃત્વમાં ટેક્નોલોજીનાં મહત્તમ ઉપયોગ સાથે સાઇબર ક્રાઇમ અટકાવવા તેમ જ સાઇબર ક્રાઇમ કરતા ગુનેગારોને પકડવા મક્કમતાથી કાર્યવાહી થઇ રહી છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) નેતૃત્વ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghvi) માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે સાઇબર ક્રાઇમ રોકવા અવેરનેસ ઝુંબેશની સાથે સાથે અધ્યતન સંસાધનો અને તજજ્ઞ અધિકારીઓની ટીમની મદદથી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. આ બજેટમાં કરોડો રૂપિયાના ખર્ચે હાઇટેક સાઇબર એક્સલેન્સ સેન્ટર તૈયાર કરવા પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

છેલ્લા 15 દિવસમાં રાજ્યનાં ચાર મહાનગરો– અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સાઇબર ક્રાઇમ ટીમો તથા સ્ટેટ સાઇબર ક્રાઇમ સેલે 12 મહત્ત્વના કેસો ઉકેલીને ચાઇનીઝ સાઇબર ક્રાઇમ ગેંગનાં સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા ગુનાઓ આચરનારા ભેજાબાજોને ઝડપી પાડ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સફળતા બદલ ગુજરાત પોલીસની (Gujarat Police) તમામ ટીમો અને તેમને માર્ગદર્શન આપનાર અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે.

અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા

અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Cyber ​​Crime) 16 મે 2025ના રોજ કમ્બોડિયા અને નેપાળથી સંચાલિત ચાઇનીઝ સાઇબર ક્રાઇમ ગેંગના 6 સભ્યો– મનન ગોસ્વામી, રાહુલ યાદવ, આરીફ સૈયદ, ગૌતમ ઉર્ફે માર્કો, ચિરાગ ઢોલા અને યશ યાદવને ઝડપી પાડ્યા. આ ગેંગે પ્રણય ભાવસાર નામનાં વ્યક્તિનું ICICI બેંક ખાતું હેક કરી રૂ. 48.85 લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આરોપીઓએ પ્રણયને નેપાળની હોટેલમાં 6 દિવસ ગોંધી રાખી, ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ટેલિગ્રામ ટાસ્ક ફ્રોડ જેવા ગુનાઓ આચર્યા હતા. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનાં આધારે આરોપીઓ અમદાવાદ અને સુરતથી પકડાયા હતા. આ ખાતાઓ સામે NCCRP પોર્ટલ પર 200 થી વધુ ફરિયાદો નોંધાઈ છે.

14 મે 2025 ના રોજ અન્ય એક કેસમાં, ડિજિટલ એરેસ્ટ દ્વારા રૂ. 14.94 લાખની છેતરપિંડી કરનાર જનક ભાલાળા અને ભાવેશ બોરડને સુરતથી ઝડપાયા હતા. આરોપીઓએ ફરિયાદી મહિલાને મુંબઈ સાઇબર ક્રાઇમ ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી, ડ્રગ્સના પાર્સલનું બહાનું કરી ડિજિટલ એરેસ્ટ કરી હતી. ઉપરાંત અન્ય એક કેસમાં આરોપી દીલીપ જાગાણી (ઉ.વ. 33, અમદાવાદ) સાઇબર ફ્રોડ (Cybercrime) અને છેતરપિંડીનાં 7 ગુનાઓમાં સંડોવાયેલો છે, જેમાં ડિજિટલ એરેસ્ટ, ખોટા દસ્તાવેજો અને ઠગાઈનો સમાવેશ થાય છે. તે બેંક ખાતાઓ મેળવી, ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરી, નેપાળમાં કંબોડિયન-ચાઈનીઝ નાગરિકો સાથે હેરફેર કરતો હતો. તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો - Jamnagar: મનપા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજને નડતર રૂપ મકાનો તોડ્યા

સુરત સાઇબર ક્રાઇમ સેલની કાર્યવાહી

02/05/2025ના રોજ દુબઇથી સાઇબર ફ્રોડ આચરતી ગેંગના આરોપી અનિલભાઇ ખેની (ઉ.વ. 35, રહે. સુરત)ને સુરત સાઇબર ક્રાઇમ સેલે ઝડપ્યો, જેણે POS મશીન દ્વારા દિરહામ ઉપાડી ફ્રોડ કર્યું હતું. 4 મોબાઇલ, 5 ડેબિટ કાર્ડ, 12 સિમકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ઉપરાંત 07/05/2025 ના રોજ ફોરેક્સ ટ્રેડિંગની લોભામણી ઓફર આપી રૂ. 9,30,700 ની ઠગાઈ કરનાર રાહુલ ચૌધરી (ઉ.વ. 28, રહે. વાપી) ને સુરત સાઇબર ક્રાઇમ (Surat Cyber ​​Crime Cell) સેલે ઝડપ્યો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ દ્વારા બનાવટી એપમાં રોકાણ કરાવી છેતરપિંડી કરી હતી.

15/05/2025ના રોજ વિમા કંપનીનાં નામે ખોટી પોલીસી લેવડાવી રૂ. 98,85,000 ની ઠગાઈ કરનાર અમીતકુમાર અને સુમીતકુમાર ઠાકુર (દિલ્હી) ને સુરત સાઇબર ક્રાઇમ સેલે ઝડપ્યા હતા. જેમણે ફોન/ઇમેઇલ દ્વારા ખોટી માહિતી આપી છેતરપિંડી કરી હતી. અન્ય કેસમાં 16/05/2025ના રોજ 90 વર્ષનાં સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 1,15,50,000 ની ઠગાઈ કરનાર પાર્થ ગોપાણી (ઉ.વ. 22, નેપાળ) ને લખનૌ એરપોર્ટથી ઝડપ્યો હતો. તેણે CBI/ED ની ખોટી ઓળખ આપીને ફ્રોડ કર્યું હતું. જ્યારે, 16/05/2025 ના રોજ સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 22,00,400 ની ઠગાઈ કરનાર કૃણાલસિંહ સિસોદિયા (ઉ.વ. 21, રહે. અમદાવાદ) ને સુરત સાઇબર ક્રાઇમ સેલે ઝડપ્યો હતો. CBI અધિકારીની ખોટી ઓળખ આપી વીડિયો કોલ દ્વારા ફ્રોડ કર્યું હતું.

રાજકોટ સાઇબર ક્રાઇમ ટીમની સફળતા

રાજકોટ સાઇબર ક્રાઇમ ટીમે (Rajkot Cyber ​​Crime) 3 મે 2025 ના રોજ રઘુવીરસિંહ ચૌહાણને ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પરથી પકડ્યો હતો, જેણે બનાવટી પ્રોફાઇલ બનાવી નાણાની છેતરપિંડી (Cybercrime) કરી હતી. ઉપરાંત, 2 મે 2025 ના રોજ, 9 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો વિરુદ્ધ ગેમિંગ વેબસાઇટ્સના પ્રમોશન બદલ કાર્યવાહી કરવામાં આવી.

આ પણ વાંચો - MGNREGA Scam : બળવંત ખાબડની ધરપકડ બાદ MLA ચૈતર વસાવાએ કહ્યું કે, મને સંતોષ છે..!

વડોદરા સાઇબર ક્રાઇમ પોલીસની કામગીરી

વડોદરા સાઇબર ક્રાઇમ પોલીસે (Vadodara Cyber ​​Crime Police) મે 2025 સુધી રૂ. 2.71 કરોડના ફ્રોડમાંથી રૂ. 1.01 કરોડ રિફંડ કરાવ્યા છે. એક કેસમાં, રૂ. 23 લાખના ડિજિટલ એરેસ્ટ ફ્રોડનો આરોપી પુણેથી પકડાયો, જેણે 15 થી વધુ બેંક ખાતાઓ દ્વારા રૂ. 50 લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું.

સ્ટેટ સાઇબર ક્રાઇમ સેલ

વડોદરામાં હસમન ગુપ્તાની ફરિયાદ પર, BOSIPTV અને IPTV દ્વારા ગેરકાયદે સ્ટ્રીમિંગ સેવા પૂરી પાડનાર આરોપીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરાઈ, જેનાથી ભારતીય ચેનલોને આવકનું નુકસાન થયું હતું. ગુજરાત પોલીસની આ સફળતા ટેક્નોલોજી અને સમર્પણનું પરિણામ છે. ગુજરાત સરકાર સાયબર ક્રાઇમ (Surat Cyber ​​Crime Cell) સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામ કરી રહી છે. આ કાર્યવાહીઓથી ગુજરાત પોલીસે સાઇબર ક્રાઇમ સામેની લડાઈમાં નવો આયામ સ્થાપિત કર્યો છે.

આ પણ વાંચો - Surat : ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે - C.R. Patil

Tags :
AhmedabadAhmedabad Cyber CrimeCM Bhupendra PatelCybercrime in GujaratGujarat CybercrimeGujarat PolicegujaratfirstnewsHarsh SanghviRAJKOTRajkot Cyber ​​CrimeState Cybercrime CellSuratSurat Cyber Crime CellTop Gujarati NewUnion Home Minister Amit ShahVadodaraVadodara Cyber ​​Crime Police
Next Article