ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dahod MNREGA Scam : મંત્રી બચુ ખાબડના પુત્રોને કોર્ટથી મળી રાહત, છતાં મુશ્કેલીમાં વધારો

મંત્રી પુત્ર કિરણ ખાબડ (Kiran Khabad) સામે મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ દાખલ થતાં પોલીસે ફરી અટકાયત કરી છે.
09:42 PM May 29, 2025 IST | Vipul Sen
મંત્રી પુત્ર કિરણ ખાબડ (Kiran Khabad) સામે મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ દાખલ થતાં પોલીસે ફરી અટકાયત કરી છે.
Khabad_Gujarat_first 2
  1. દાહોદ મનરેગા કૌભાંડ કેસમાં મોટા સમાચાર (Dahod MNREGA Scam)
  2. એક કેસમાં મળ્યા જામીન, તો બીજા કેસમાં ફરી અટકાયત
  3. મંત્રી બચુભાઇ ખાબડના બંને પુત્રોની જામીન રદ કરવાની અરજી ફગાવાઈ
  4. પોલીસે કરેલી અરજી કોર્ટે ફગાવી, મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ
  5. મંત્રી પુત્ર કિરણ ખાબડ સામે વધુ એક ફરિયાદ થતાં ફરી અટકાયત

દાહોદ મનરેગા કૌભાંડ (Dahod MNREGA Scam) મામલે મોટા સમાચાર આવ્યા છે. મંત્રી બચુભાઇ ખાબડના (Bachubhai Khabad) બંને પુત્રને કોર્ટથી મોટી રાહત મળી છે. કોર્ટે જામીન રદ કરવાની પોલીસની અરજીને ફગાવી છે અને જામીન યથાવત રાખ્યા છે. જો કે, બીજી તરફ મંત્રી પુત્રોની મુશ્કેલીમાં વધારો પણ થયો છે. મંત્રી પુત્ર કિરણ ખાબડ (Kiran Khabad) સામે મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ દાખલ થતાં પોલીસે ફરી અટકાયત કરી છે.

આ પણ વાંચો -Dahod : મંત્રી બચુ ખાબડના બંને પુત્ર વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી! કોર્ટમાં કરી અરજી

મંત્રી બચુભાઇ ખાબડના બંને પુત્રોની જામીન રદ કરવાની અરજી ફગાવાઈ

દાહોદ મનરેગા કૌભાંડમાં (Dahod MNREGA Scam) મંત્રી બચુભાઇ ખાબડના (Bachubhai Khabad) બંને પુત્ર બળવંત ખાબડ (Balvant Khabad) અને કિરણ ખાબડને (Kiran Khabad) કોર્ટથી મોટી રાહત મળી છે. પોલીસ દ્વારા બંને મંત્રી પુત્રની જામીન રદ કરવા અરજી કરાઈ હતી. જો કે, કોર્ટમાં ચીફ જસ્ટિસ દ્વારા પોલીસની અરજી ફગાવવામાં આવી છે અને જામીન યથાવત રાખ્યા છે. ગઈકાલે દાહોદની ચીફ કોર્ટે બંનેનાં જામીન મંજૂર કર્યા હતા. જો કે, જામીનને પગલે દાહોદ પોલીસે કોર્ટ સમક્ષ સ્ટેની માગ કરી હતી અને જામીન રદ કરવા અરજી કરી હતી.

આ પણ વાંચો -MGNREGA Scam : ચૈતર વસાવાના આરોપ સામે હીરા જોટવાની પ્રતિક્રિયા, કહ્યું- માનહાનીનો દાવો કરીશ!


એક કેસમાં જામીન મળ્યા બાદ બીજા કેસમાં અટકાયત

બીજી તરફ એવા પણ સમાચાર સામે આવ્યા છે કે, મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. મંત્રી પુત્ર કિરણ ખાબડ સામે વધુ એક ફરિયાદ થતાં પોલીસે (Dahod Police) જામીન પર છૂટ્યા બાદ ફરી અટકાયત કરી છે. માહિતી અનુસાર, ફરિયાદમાં ધાનપુરનાં લવારિયા ગામમાં કૌભાંડનો આરોપ થયો છે. 79 કામો પૈકી 21 કામો કર્યા વગર જ નાણા મેળવ્યાનો પણ આક્ષેપ થયો છે. એક કેસમાં જામીન મળ્યા બાદ બીજા કેસમાં કિરણ ખાબડની અટકાયત કરાઈ છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -MGNREGA Scam : ચૈતર વસાવાના BJP-કોંગ્રેસ નેતાઓ પર 400 કરોડનાં ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ

Tags :
Balvant KhabadDahod CourtDahod MNREGA ScamDahod PoliceGUJARAT FIRST NEWSKiran KhabadMinister Bachubhai KhabadTop Gujarati News
Next Article