ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dahod : ઘોર નિંદ્રામાં હતો પતિ, પત્ની આવી અને માથા પર કુહાડીનાં ઘા ઝીંક્યા, થયું મોત

દાહોદ જિલ્લાના (Dahod) ધાનપુર તાલુકામાં આવેલા ગઢા ડભવા ગામમાં ચોંકાવનારો બનાવ બન્યો છે.
08:03 PM Jun 02, 2025 IST | Vipul Sen
દાહોદ જિલ્લાના (Dahod) ધાનપુર તાલુકામાં આવેલા ગઢા ડભવા ગામમાં ચોંકાવનારો બનાવ બન્યો છે.
Dahod_Gujarat_first main
  1. Dahod નાં ધાનપુરમાં પત્નીએ પતિની હત્યા કરી
  2. ધાનપુરનાં ગઢ ડભવા ગામે હત્યાનો બનાવ બન્યો
  3. પતિનાં અવાર-નવાર ઝઘડાથી ત્રસ્ત પત્નીએ હત્યા કરી!
  4. પત્નીએ માથામાં કુહાડીનાં ઘા ઝીંકી હત્યા કરી

દાહોદનાં (Dahod) ધાનપુરમાં હચમચાવે એવી ઘટના બની છે. પત્નીએ જ પોતાનાં પતિનું કાસળ કાઢ્યું છે. પતિનાં અવાર-નવાર ઝઘડાથી ત્રસ્ત આવી પત્નીએ માથામાં કુહાડીનાં ઘા ઝીંકી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. આ મામલે ધાનપુર પોલીસે પત્નીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Rajkot માં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા, 3 પુરુષ અને 4 સ્ત્રીનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ

ધાનપુરનાં ગઢ ડભવા ગામે પત્નીએ પતિની હત્યા કરી

માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના (Dahod) ધાનપુર તાલુકામાં આવેલા ગઢા ડભવા ગામમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. ગામમાં રહેતા પરિવારમાં પત્નીએ જ પોતાનાં પતિની હત્યા કરી હોવાની ચકચારી ઘટના બની છે. પત્નીએ ખાટલા પર સૂતેલા પતિનાં માથામાં કુહાડીનાં એક બાદ એક ઘા ઝીંકી હત્યા કરી છે. ઘટનાની જાણ થતાં ધાનપુર પોલીસની (Dhanpur Police) ટીમ સ્થળે પહોંચી હતી અને પત્નીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Gujarat Medical College : રાજ્યમાં મેડિકલનો અભ્યાસ હવે વધુ મોંઘો થયો, 19 મેડિકલ કોલેજની ફીમાં વધારો

પતિનાં અવાર-નવાર ઝઘડાથી કંટાળી મોતને ઘાટ ઉતાર્યો

પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, પતિ અને પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. આથી, પતિ સાથે થતાં વારંવારનાં ઝઘડાઓથી પત્ની કંટાળી હતી. દરમિયાન, પતિ જ્યારે ઘરે ખાટલા પર સૂતો હતો ત્યારે પત્નીએ માથામાં કુહાડીનાં એક બાદ એક ઘા ઝીંક્યા હતા અને પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો. જો કે, આ મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ અનુસાર, મૃતક પતિની ઓળખ નરવતભાઈ નાયક તરીકે થઈ છે જ્યારે, પત્નીની ઓળખ ઝમકુબેન તરીકે થઈ છે.

આ પણ વાંચો - Surat Model Case : મોડલની કાર સળગાવવાનો મામલો, હવે પાંડેસરા પોલીસે બે આરોપીની કરી ધરપકડ

Tags :
DabhawaDahodDahod Crime NewsDhanpurDhanpur Police StationGUJARAT FIRST NEWSTop Gujarati Newswife killed her husband
Next Article