Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BZ Group Scam : બંધ પેઢીમાંથી ઢગલાબંધ મોંઘા મોબાઈલ ખરીદી રોકાણકારોને ગિફ્ટ કર્યાં! તપાસમાં ચોંકાવનારો ખુલાસો

રોકાણકારોને આકર્ષવા માટે 1.5-2 લાખ રૂપિયાની કિંમતનાં મોંઘા મોબાઈલ ગિફ્ટ કરાયા હતા.
bz group scam   બંધ પેઢીમાંથી ઢગલાબંધ મોંઘા મોબાઈલ ખરીદી રોકાણકારોને ગિફ્ટ કર્યાં  તપાસમાં ચોંકાવનારો ખુલાસો
Advertisement
  1. BZ Group Scam મામલે સાબરકાંઠા અને અરવલ્લીમાં તપાસનો ધમધમાટ
  2. CID ક્રાઇમની તપાસ હેઠળ ચોંકાવનારા ખુલાસા
  3. કૌભાંડીએ રોકાણકારોને આકર્ષવા મોંઘા મોબાઈલ ગિફ્ટ કર્યા હતા
  4. મોડાસા અને હિંમતનગરમાંથી ઢગલાબંધ મોબાઈલ ફોન પણ ખરીદ્યા હતા

રાજ્યમાં લોકોને વધુ વળતરની લાલચ આપીને રૂ. 6 હજાર કરોડનું સૌથી મોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપની (BZ Group Scam) તપાસમાં એક પછી એક મસમોટા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. CID ક્રાઇમ દ્વારા અરવલ્લી (Aravalli) અને સાબરકાંઠામાં તપાસ દરમિયાન વધુ એક આશ્ચર્ય પમાડે એવો ખુલાસો થયો છે. રોકાણકારોને આકર્ષવા માટે 1.5-2 લાખ રૂપિયાની કિંમતનાં મોંઘા મોબાઈલ ગિફ્ટ કરાયા હતા. આ માટે કૌભાંડીએ મોડાસા (Modasa) અને હિંમતનગરમાંથી ઢગલાબંધ મોંઘા મોબાઈલ ફોન પણ ખરીદ્યા હતા.

રોકાણકારોનાં પૈસાથી કરોડોનો ખર્ચ માત્ર મોબાઈલ પાછળ કર્યો!

BZ ગ્રૂપ કૌભાંડ (BZ Group Scam) મામલે CID ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને અરવલ્લી અને સાબરકાંઠામાં (Sabarkantha) તપાસ હાથ ધરાઈ છે. જે હેઠળ વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. માહિતી અનુસાર, CID ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે, રોકાણકારોને આકર્ષવા માટે રૂ. 1.5-2 લાખની કિંમતનાં મોબાઇલ ગિફ્ટમાં આપવામાં આવતા હતા. આ માટે કૌભાંડીએ મોડાસા અને હિંમતનગરમાંથી (immatnagar) ઢગલાબંધ મોંઘા મોબાઈલની ખરીદી પણ કરી હતી. મોંઘા મોબાઇલની ગિફ્ટની લાલચમાં રોકાણકારોએ કરોડોનું રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Khyati Hospital Scam : સંચાલક કાર્તિક પટેલની અરજી પર સુનાવણી, વાંચો બંને પક્ષે શું કરી દલીલ ?

Advertisement

હિંમતનગરની બંધ પેઢીમાંથી પણ ઢગલાબંધ મોબાઈલ ખરીદ્યા હતા

CID ક્રાઇમની (CID Crime) તપાસ અનુસાર, કૌભાંડીએ હિંમતનગરની બંધ પેઢીમાંથી પણ ઢગલાબંધ મોબાઈલ (Expensive Mobile Phones) ખરીદ્યા હતા. બિલ વિનાનાં મોબાઈલ અને સ્માર્ટ વોચ જથ્થાબંધ ખરીદી ટેક્સ ચોરી પણ આચર્યાની આશંકા સેવાઈ છે. આ મોંઘાદાટ મોબાઈલ અને સ્માર્ટ વોચ કેટલાક નેતા અને અધિકારીઓને પણ ગિફ્ટ તરીકે આપ્યા હોવાનું સામે આવ્યું છે. મોંઘા ફોનની લાલચે અધિકારીઓ લાખ્ખો રૂપિયાનું રોકાણ કરી જાળમાં ફસાયા હતા.

આ પણ વાંચો - Surat : સુરતમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો! વધુ 6 Bogus Doctors ઝડપાયા

મોબાઈલ અને તેનો ડેટા અનેક રહસ્યો ઉજાગર કરે તેવી સંભાવના

CID ક્રાઇમની તપાસમાં એવું પણ સામે આવ્યું કે, BZ ગ્રૂપનો (BZ Group Scam) માલિક કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zala) નેતા-અધિકારીનાં હાથમાં જૂના મોડલ જોઈને તરત નવો ફોન ગિફ્ટ કરી રોફ જમાવતો હતો. મોંઘા ફોન ગિફ્ટ આપી અધિકારીઓ સાથે ઓળખાણની શરૂઆત કરતો હતો. ત્યાર બાદ વધુ વળતરની લાલચ આપીને લાખો રૂપિયાનું રોકાણ કરાવતો હતો. ઉપરાંત, નજીવા પગાર ધરાવતા અનેક કર્મચારીઓને પણ કૌભાંડીએ મોંઘાદાટ મોબાઈલ અને સ્માર્ટ વોચ ગિફ્ટ કર્યા હતા. આ માહિતી સામે આવતા હવે, CID ક્રાઇમે મોબાઈલના ડેટા મેળવી વધુ તપાસ હાથ ધરી છે. મોબાઈલ અને તેનો ડેટા અનેક રહસ્યો ઉજાગર કરે તેવી સંભાવના છે.

આ પણ વાંચો - Amreli : લેટરકાંડમાં પાટીદાર યુવતીને બચાવવા કવાયત! અલ્પેશ કથીરિયા અને અમિત ચાવડાએ કહી આ વાત

Tags :
Advertisement

.

×