ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Viral Video : સુરેન્દ્રનગરમાં જોખમી સ્ટંટ કરતા યુવકની ધરપકડ, ઊંઝા-મહેસાણા હાઈવે પર ઇકોચાલકની ઘોર બેદરકારી

સુરેન્દ્રનગર (Surendranagar) અને ઊંઝા-મહેસાણા હાઈવે એવા બે અલગ અલગ કિસ્સા સામે આવ્યા છે.
10:47 PM May 16, 2025 IST | Vipul Sen
સુરેન્દ્રનગર (Surendranagar) અને ઊંઝા-મહેસાણા હાઈવે એવા બે અલગ અલગ કિસ્સા સામે આવ્યા છે.
ViralVideo_Gujarat_first
  1. સુરેન્દ્રનગરમાં જોખમી સ્ટંટ કરતા યુવકની પોલીસે ધરપકડ કરી (Viral Video)
  2. સરદારસિંહ રાણા પુલ પર ટુ-વ્હીલર પર જોખમી સ્ટંટ કર્યો હતો
  3. અન્ય એક ઘટનામાં ઊંઝા-મહેસાણા હાઈવે પર જીવના જોખમે સવારી
  4. ઇકોચાલકે ઠસોઠસ ભરીને મુસાફરોને મોતની સવારી કરાવી!

Viral Video : સોશિયલ મીડિયામાં ફેમસ થવાની છેલછામાં ઘણી વાર લોકો જોખમી સ્ટંટ (Dangerous Stunts) કરતા હોય છે. ત્યારે વાહનો પર જોખમી સ્ટંટ કરીને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકનારા સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર (Surendranagar) અને ઊંઝા-મહેસાણા હાઈવે એવા બે અલગ અલગ કિસ્સા સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં જોખમી સ્ટંટ કરતા યુવકની પોલીસે કરી ધરપકડ કરી છે. જ્યારે ઊંઝા-મહેસાણા હાઈવે (Unjha-Mehsana Highway) પર ઇકોચાલકે મુસાફરોને જીવના જોખમે સવારી કરાવી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. ગુજરાત ફર્સ્ટ (GujaratfirstNews) આ વાઇરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.

આ પણ વાંચો - Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતમાં, સવારથી બેઠકોનો દોર!

યુવકે સરદારસિંહ રાણા પુલ પર ટુ-વ્હીલર પર જોખમી સ્ટંટ કર્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રગનરમાં (Surendranagar) વાહન પર જોખમી સ્ટંટ કરતા યુવકની પોલીસે ધરપકડ કરી છે. સરદારસિંહ રાણા પુલ પર યુવક અસ્લમ ઉર્ફે અસલો જામ દ્વારા ટુ-વ્હીલરનું સ્ટેરિંગ છોડી ઊભા રહીને જોખમી સ્ટંટ કર્યો હતો અને અન્ય લોકોનાં જીવ જોખમમાં મૂક્યા હતા. આ સ્ટંટનો વીડિયો બનાવીને યુવકે સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. જે વાઇરલ થતાં પોલીસનાં હાથે લાગ્યો હતો. આ વાઇરલ વીડિયોનાં (Viral Video) આધારે એ-ડિવિઝન પોલીસે યુવકની ધરપકડ કરી છે અને ભવિષ્યમાં આવા જોખમી સ્ટંટ ન કરવાની યુવક પાસે માફી પણ મંગાવી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Chandola Lake Demolition : આ દિવસે શરૂ થશે 'મેગા ડિમોલિશન' નો બીજા તબક્કો, તૈયારીઓ શરૂ!

ચાલકે પેસેન્જરોને વાનની ઉપર પણ બેસાડી જીવ જોખમમાં મૂક્યા હતા!

અન્ય એક ઘટના ઊંઝા-મહેસાણા હાઈવે (Unjha-Mehsana Highway) પરની હોવાનું જાણવા મળ્યું છે. વાઇરલ થયેલા વીડિયોમાં ઇકોચાલક પોતાની વાનમાં મુસાફરોને ઠસોઠસભરીને લઈ જતાં જોવા મળે છે. ચાલકે પેસેન્જરોને વાનની ઉપર પણ બેસાડી જીવ જોખમમાં મૂક્યા હતા. વાનમાં 15 થી વધુ પેસેન્જરને બેસાડી મોતની સવારી કરાવી હોય તેવું આ વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે ઇકો વાન નંબર પ્લેટ વિનાની હોવાનું વીડિયોમાં જણાય છે. જો કે, આ વાઇરલ વીડિયો અંગે શું કાર્યવાહી થાય તે જોવાનું રહ્યું. ગુજરાત ફર્સ્ટ (GujaratfirstNews) આ વાઇરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.

આ પણ વાંચો - Kutch : ભુજનું સ્મૃતિવન મ્યૂઝિયમ માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગૌરવ : સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ

Tags :
A Division PoliceDangerous stuntsEco Driver Viral VideogujaratfirstnewsSardarsinh Rana BridgeSocial MediaSurendranagarTop Gujarati NewUnjha-Mehsana Highwayviral video
Next Article