પાકિસ્તાનમાં 100 કિમી અંદર સુધી જઈને આતંકવાદીઓને માર્યા - Amit Shah
- પાકિસ્તાનની સીમામાં 100 કિમી અંદર ઘુસીને માર્યા - Amit Shah
- વૈશ્વીક સ્તરે પાકિસ્તાનના આતંકવાદને ખુલ્લો પાડ્યો - Amit Shah
- પાકિસ્તાની આતંકવાદીઓને નેસ્તનાબૂદ કર્યા - Amit Shah
Amit Shah : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ગુજરાત મુલાકાતે છે. અમિતભાઈએ ગાંધીનગર લોકસભામાં 700 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હત કર્યુ છે. આ પ્રસંગે સંબોધન કરતી વખતે તેમણે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર પહેલું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, પહલગામના હુમલા (Pahalgam Terror Attack) નો બદલો લઈ લેવામાં આવ્યો છે. આતંકી અડ્ડાઓને નેસ્તોનાબૂદ કરી દેવામાં આવ્યા છે. ભારતે તેના સંસ્કાર અનુસાર જવાબ આપ્યો છે.
ઓપેરેશન સિંદૂર
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું છે કે, ઓપરેશન સિંદૂરનું નામકરણ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. સિંદૂર નામ રાખવાનું એ બહેનો માટે હતું કે જેમના પતિની આતંકીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર અંતર્ગત જૈશ અને લશ્કરે તોઈબાના હેડ કવાટર્સ ઉડાવી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનની સીમામાં 100 કિમી અંદર જઈને જવાબ આપવામાં આવ્યો છે. આતંકવાદી કેટલા બધા કેમ્પમાં છુપાઈને બેઠા હતા. 9 તારીખે ભારતે 15 જગ્યાઓ પર પાકિસ્તાનમાં હુમલો કર્યો હતો. આપણે પાકિસ્તાનના એરબેઝ તબાહ કરી દીધા હતા. આપણે બતાવી દીધું કે તમે અમારી મિસાઈલને નહીં રોકી શકો. આતંકીઓને સ્પષ્ટ સંદેશ છે કે જવાબ ડબલ જુસ્સા સાથે આપવામાં આવશે.
-પહલગામ હુમલાને લઈને કેન્દ્રીયમંત્રીના આકરા પ્રહાર
-“પાકિસ્તાનની સીમામાં 100 કિમી અંદર ઘુસીને માર્યા”
-“વૈશ્વીક સ્તરે પાકિસ્તાનના આતંકવાદને ખુલ્લો પાડ્યો”
-“પાકિસ્તાની આતંકવાદીઓને નેસ્તનાબૂદ કર્યા”@PMOIndia @HMOIndia @AmitShah @adgpi @rajnathsingh @indiannavy… pic.twitter.com/9bfG8GzKXb— Gujarat First (@GujaratFirst) May 17, 2025
આ પણ વાંચોઃ Mohan Bhagwat : પાકિસ્તાનને લઈ RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન
વડાપ્રધાને તાસીર બદલી નાખી
ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે વડાપ્રધાન મોદીની આતંકવાદને જડબાતોડ જવાબ આપવાની વિશિષ્ટ શૈલીની પ્રશંસા કરતા કહ્યું કે, દેશ ને સુરક્ષિત કરવાનું કામ વડાપ્રધાન મોદી (PM Narendra Modi) એ કર્યું છે. વર્ષ 2014 પહેલા દેશમાં આતંકી હુમલાઓ થતા હતા. પહેલા કોઈ જવાબ આપવામાં આવતો નહોતો. વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં 3 આંતકી હુંમલાઓ થયા. આ ત્રણેય હુમલાઓના જવાબ મક્કમતા સાથે આપવામાં આવ્યા છે. આજે સમગ્ર દુનિયા ભારતને માનથી જોઈ રહી છે. પાકિસ્તાન આજે ભયભીત છે, ભારત તરફથી મળતા જવાબના ડરથી ધૃજી રહ્યું છે. પાકિસ્તાનને ભારત હવે ઓપરેશન સિંદર-2 કરશે તેવો ડર સતાવી રહ્યો છે.
આ પણ વાંચોઃ Operation Sindoor ને કેન્દ્ર સરકાર ઈન્ટરનેશનલ લેવલ પર લઈ જશે, જાણો આખો પ્લાન


