ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amul Dairy : અમૂલે પશુપાલકોના હિતમાં લીધો મોટો નિર્ણય, દૂધનાં ખરીદ ભાવમાં કર્યો વધારો

અમૂલનાં ઇતિહાસમાં પહેલીવાર છે જ્યારે દૂધનાં ખરીદ ભાવમાં વધારો અને દાણનાં ભાવમાં ઘટાડો એકસાથે થયો છે.
06:11 PM May 26, 2025 IST | Vipul Sen
અમૂલનાં ઇતિહાસમાં પહેલીવાર છે જ્યારે દૂધનાં ખરીદ ભાવમાં વધારો અને દાણનાં ભાવમાં ઘટાડો એકસાથે થયો છે.
Amul_Gujarat_first main
  1. અમૂલ દ્વારા દૂધનાં ખરીદ ભાવમાં કરાયો વધારો (Amul Dairy)
  2. પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો
  3. અગાઉ રૂ. 855 ભાવ આપતો હતો, જે હવે વધારા પછી રૂ. 865 થયો
  4. અમૂલે દાણનાં ભાવમાં પણ પ્રતિકિલોએ 50 પૈસાનો ઘટાડો કર્યો

બનાસ ડેરી (Banas Dairy) બાદ હવે અમુલે પશુપાલકોને ખુશીનાં સમાચાર આપ્યા છે. અમુલ દ્વારા દૂધનાં ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ. 10 નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ રૂ. 855 ભાવ આપવામાં આવતો હતો જે હવે આ ભાવ વધારાની જાહેરાત બાદ રૂ. 865 થયો છે. આ સાથે અમૂલે (Amul Dairy) દાણનાં ભાવમાં પ્રતિકિલો 50 પૈસાનો ઘટાડો કર્યો છે. દૂધનાં ખરીદ ભાવમાં વધારો કરવાથી 7 લાખ જેટલા પશુપાલકોને સીધો ફાયદો થશે.

આ પણ વાંચો -Banas Dairy : પશુપાલકો આનંદો..! આવ્યા ખુશીનાં મોટા સમાચાર

દૂધનાં ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.10 નો વધારો, દાણમાં 50 પૈસાનો ઘટાડો

થોડા દિવસ પહેલા બનાસ ડેરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી, જે મુજબ પશુપાલકોને ચૂકવવામાં આવતા દૂધનાં ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 25 નો વધારો કરાયો હતો. ત્યારે હવે અમુલે (Amul Dairy) પણ દૂધનાં ખરીદ ભાવમાં વધારો કર્યો છે. માહિતી અનુસાર, અમૂલ દ્વારા દૂધનાં ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ.10 નો વધારો કરવામાં આવ્યો છે. આથી હવે દૂધનો ખરીદ ભાવ પ્રતિકિલો ફેટે રૂ. 865 થયો છે જે પહેલા રૂ. 855 હતો. આ સાથે અમૂલ દ્વારા દાણનાં ભાવમાં પણ પ્રતિકિલો 50 પૈસાનો ઘટાડો કરાયો છે. માહિતી અનુસાર, દાણની 70 કિલોની બેગમાં 35 રૂપિયાનો, જ્યારે 50 કિલોની બેગમાં 25 રૂપિયાનો ઘટાડો થયો છે. અમૂલનાં નિર્ણયથી 7 લાખ જેટલા પશુપાલકોને સીધો ફાયદો થશે.

આ પણ વાંચો -Gandhinagar : કાલે વડાપ્રધાન મહાત્મા મંદિર ખાતે 5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

'અત્યાર સુધીમાં કુલ 994 સોલર સિસ્ટમ લગાડવામાં આવી'

અમૂલનાં ચેરમેન વિપુલ પટેલે (Vipul Patel) જણાવ્યું કે, અમૂલ ડેરીનાં ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે દૂધનાં ખરીદ ભાવમાં વધારો અને દાણનાં ભાવમાં ઘટાડો એક સાથે કરાયો છે. તેમણે વધુમાં કહ્યું કે, અમૂલ ડેરી દ્વારા દૂધ મંડળીઓમાં સોલર સિસ્ટમ (Solar Systems) લગાવવાની પહેલ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 994 સોલર સિસ્ટમ લગાડવામાં આવી છે. આનવાર સમયમાં બધી જ દૂધ મંડળીઓ પર સોલર સિસ્ટમ કાર્યરત થશે.

આ પણ વાંચો - Visavadar By-Election : વિસાવદર પેટાચૂંટણીમાં મતદારો અંગે કલેક્ટરે આપી મહત્ત્વની માહિતી!

Tags :
AmulAmul Chairman Vipul PatelAmul DairyAmul milk PriceBanas Dairycattle farmersGUJARAT FIRST NEWSmilk price per kg fatsolar systemsTop Gujarati News
Next Article