Anand: પાલિકાએ શહેરના અનેક વિસ્તારોના કાચા પાકા દબાણો દૂર કર્યાં, વેપારીઓમાં મચી દોડદામ
- દબાણો મામલે અનેક વખત નોટિસો આપવામાં આવી હતી
- પાલિકાએ બિનઅધિકૃત દબાણોને દૂર કરી કાર્યવાહી હાથ ધરી
- દબાણો દૂર કરતા રાહદારીઓએ જાણે રાહતનો શ્વાસ લીધો
Anand: આણંદ પાલિકા દ્વારા શહેરના પોસ્ટ ઓફીસ રોડથી ટૂંકી ગલી સુધીના કાચા પાકા દબાણોને દૂર કરવામા આવ્યાં હતાં. આ કાર્યવાહીમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખીને શહેરના મુખ્ય બજારમાં કામગીરી કરવામાં આવી હતી. જેના કારણે વેપારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. આણંદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી વધી જતી ટ્રાફિક અને મુખ્ય બજારના જાહેર રસ્તાઓ પર અનઅધિકૃત રીતે ખડકી દેવાયેલા દબાણો માથાના દુખાવા જેવા બની ગયા હતા. અવારનવાર તંત્રને મૌખિક અને લેખિત રાજીઆતો છતાં ન સુધરતા દબાણકારોને હવે તંત્રના કાગળને બદલે જાણે કે તંત્રનું બુલડોઝર સમજાવી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ રહેલી નજરે પડી રહી છે.
દબાણો દૂર કરાતા વેપારીઓમાં ભાગદોડ મચી જવા પામી
આણંદ પાલિકાની દબાણ શાખાની ટીમ ચીફ ઓફીસરની આગેવાનીમાં શહેરના મુખ્ય બજારમાં અચાનક કાર્યવાહી કરવા પહોંચી જતા બજારમાં દબાણો ખડકી ધંધા કરતા વેપારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. પાલિકાની ટીમેં અજે શહેરના સ્ટેશન રોડ પાસે આવેલ મુખ્ય પોસ્ટ ઓફીસ, જુના બસ સ્ટેન્ડ, ટૂંકી શેરી, સુપર માર્કેટ વગેરે વિસ્તારોને કાચા પાક દબાણોમાં ભરડામાંથી મુક્ત કરાવ્યાઓ હતો. આ કાર્યવાહીમાં પાલિકા દ્વારા દુકાનો બહાર બનાવેલા ઓટલા અને સેડ પગથિયાં જેવા કાચા પાકા દબાણો દૂર કરી રસ્તા પહોળા કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Rajkot: કિલર તાંત્રિક નવલસિંહ ચાવડા અને જીગર ગોહિલ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ
દબાણો દૂર કરતા રાહદારીઓએ જાણે રાહતનો શ્વાસ લીધો
મહત્વનું છે કે, આણંદના બસ મથક અને રેલવે સ્ટેશન પાસે મુખ્ય બજાર હોય પાથરણા અને દુકાનો ના દબાણો સતત રાહદારીઓ અને સાધન લઈને બજારમાં આવતા લોકો માટે મુખ્ય સમસ્યા બની ગઈ હતી. તેવામાં આજે પાલિકાની ટીમ દ્વારા દબાણો દૂર કરતા રાહદારીઓ દ્વારા જાણે રાહતનો શ્વાસ લીધો હોય તેવી લાગણી વ્યક્ત કરી હતી. દબાણોને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થતો હોય છે, જેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો પણ કરવો પડતો હોય છે.
આ પણ વાંચો: સોલા Civil Hospital માં Gujarat First Reality Check માં ચોંકાવનારો ખુલાસો!
50 જેટલા કાચા પાકા દબાણો દૂર કરાયા
સમગ્ર કાર્યવાહી અને આણંદ પાલિકાના ચીફ ઓફિસર સામજી ગરેવાલ સાથે ગુજરાત ફર્સ્ટે કરેલ વાતચીત માં તેમણે જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા અવાર નવાર શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે, તેના ભાગ રૂપે આણંદના મુખ્ય બજારમાં દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 50 જેટલા કાચા પાકા દબાણો દૂર કરાયા હતા. જે કાર્યવાહીમાં પોલીસ જવાનોને સાથે રાખી પાલિકાના 20 જેટલા કર્મીઓને સાથે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અહેવાલઃ યશદિપ ગઢવી, આણંદ
આ પણ વાંચો: Gondal Marketing Yard માં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક સાથે ભાવમાં કડાકો!


