Chhota Udepur : પાવીજેતપુરમાં MLA ચૈતરભાઈ વસાવાએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ! જાણો સમગ્ર મામલો
- Chhota Udepur માં પાવી જેતપુરમાં MLA ચૈતરભાઈ વસાવાએ નોંધાવ્યો વિરોધ
- તંત્ર દ્વારા 2 વર્ષથી તૂટી ગયેલો બ્રિજ ફરી ન બનાવતા વિરોધ કર્યો
- પાવીજેતપુર નજીક ભારજ નદી પરનો બ્રિજ તૂટેલી હાલતમાં
- સરકાર દ્વારા 2 વખત ડાયવર્જન બનાવ્યું અને તે પણ તૂટી ગયું
- આખરે તંત્ર દ્વારા નિકાલ ન આવતા જનતાએ ડાયાવર્જન બનાવ્યું
Chhota Udepur : છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર (Pavijetpur) નજીકથી પસાર થતી ભારજ નદી ઉપરનો બ્રિજ છેલ્લા બે વર્ષથી વધુનાં સમયથી તૂટી ગયો હોવા છતાં આજદિન સુધી બ્રિજ ના બનતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. સરકાર દ્વારા બે વાર ડાયાવર્જન બનાવ્યું હોવા છતાં અને બંને વાર તૂટી ગયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તંત્ર દ્વારા યોગ્ય નિકાલ ના આવતા લોકોએ જનતા ડાયાવર્જન બનાવ્યું. લોકોમાં સવાલ છે કે સરકારનું કામ જનતાને કેમ કરવું પડી રહ્યું છે ? જેને લઈ આજ રોજ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા (Chaitarbhai Vasava) પાવીજેતપુરનાં ભારજ નદીનાં ડાયાવર્જન ખાતે આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો - Jamnagar : ઢોંસા ખાવાના શોખીનો ચેતજો! જાણીતી રેસ્ટોરન્ટમાં ગ્રાહકને થયો કડવો અનુભવ! Video
તંત્ર દ્વારા 2 વર્ષથી તૂટી ગયેલો બ્રિજ ફરી ન બનાવતા વિરોધ
પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા બે વર્ષથી પણ વધુ સમયથી છોટાઉદેપુર (Chhota Udepur), બોડેલી અને મધ્યપ્રદેશ તરફ જવા-આવવા માટે રાહદારીઓને ભારે હાલકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ભારજ નદીનાં કિનારે અને સિહોદ ગામની સામે પાવીજેતપુર ગામ આવેલ છે, જે બે કિમીનાં અંતરે આવેલ છે. જો કે, પાવીજેતપુર ગામે જવું હોય તો લોકોને 35 કિમી સુધીનું અંતર કાપવું પડે છે. તેનું કારણ ભારજ નદી ઉપરનો જર્જરિત બ્રિજ છે. સ્થાનિકોનો આરોપ છે કે, કેટલાક મલાઈદાર અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરવા માટે પહેલીવાર બે કરોડથી પણ વધુનો ખર્ચ કરી બ્રિજ નિર્માણ કર્યું પરંતુ તે નદીનાં પ્રવાહમાં ધોવાયો ગયો હતો.
આ પણ વાંચો - જૂનાગઢના વિસાવદરમાં માવઠાના મારના કારણે વધુ એક ખેડૂતે આપઘાત કર્યો,સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી
જનતા ડાયવર્જન પર થઈને નેતાઓ, અધિકારીઓ પસાર થયા છે : ચૈતરભાઈ વસાવા
આરોપ અનુસાર, જ્યારે, બીજીવાર 4 કરોડનો ખર્ચ કર્યો અને તે ફરી ધોવાયો હતો. વિસ્તારનાં સરપંચો, સ્થાનિક અને રાહદારીઓએ વારંવાર ધરણા કર્યા, તંત્રમાં આવેદન પત્રો આપ્યા પણ કોઈ અસર ના થતાં આખરે જનતા એ જાતમહેનત અને સરકારની સહાય વગર જનતા ડાયાવર્જન બનાવી દીધું. આશ્ચર્ચની વાત તો એ છે કે એજ જનતા ડાયવર્જન પર થઈને આજે નેતાઓ, અધિકારીઓ પસાર થયા છે જે શર્મજનક વાત કહેવાય એવું ડાયાવર્જનની મુલાકાતે આવેલા ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ કહ્યું હતું. ચૈતર વસાવા નેશનલ હાઈવે નબર 56 ના અધિકારીને મળવા અને બોડેલી ખાતે પહોંચી અહીં રજૂઆત કરી હતી. સાથે જ ધરણાં પ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
અહેવાલ : સલમાન મેમણ, છોટાઉદેપુર
આ પણ વાંચો - Surat : મહિધરપુરામાં ધોળા દિવસે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, Video વાઇરલ


