Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhota Udepur : રૂ.2.99 કરોડનાં ખર્ચે તાલુકા પંચાયત કચેરીનું નિર્માણ, મંત્રી બચુભાઈ ખાબડે કર્યું ખાતમુહૂર્ત

છોટાઉદેપુર જિલ્લાનાં દીકરા-દીકરીઓ ડૉક્ટર, એન્જિનિયર, આઈએએસ બને એ દિશામાં આગળ વધવું જોઇએ, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
chhota udepur   રૂ 2 99 કરોડનાં ખર્ચે તાલુકા પંચાયત કચેરીનું નિર્માણ  મંત્રી બચુભાઈ ખાબડે કર્યું ખાતમુહૂર્ત
Advertisement
  1. Chhota Udepur માં રૂ.2.99 કરોડનાં ખર્ચે તાલુકા પંચાયત કચેરીનું નિર્માણ થશે
  2. પંચાયત-કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
  3. 51 ગ્રામ પંચાયતનાં 145 ગામોની પ્રજાને આધુનિક તાલુકા પં. કચેરીનો લાભ મળશે
  4. રેઈન વોટર હારવેસ્ટીંગ, આંતરિક સી.સી. રોડ, કંમ્પાઉન્ડ વોલ, પાર્કિંગ સેડ સહિતની સુવિધા : મંત્રી બચુભાઈ ખાબડે

છોટાઉદેપુરમાં (Chhota Udepur) રૂ.2.99 કરોડનાં ખર્ચે નિર્માણ પામનાર તાલુકા પંચાયત કચેરીનું આજે પંચાયત અને કૃષિ રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના (Bachubhai Khabar) હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવ નિર્મિત તાલુકા પંચાયતમાં સવલતો વધશે, જેનો સીધો લાભ 51 ગ્રામ પંચાયતનાં 145 ગામોની પ્રજાને મળશે અને વિકાસલક્ષી કામોને વેગ મળશે.

આ પણ વાંચો - NEET Exam Scam : લાખો રૂપિયાના વહીવટનો કથિત ઓડિયો વાઇરલ થતાં ખળભળાટ, કોંગ્રેસ નેતાના પ્રહાર

Advertisement

Advertisement

રેઈન વોટર હારવેસ્ટીંગ, પાર્કિંગ સેડ સહિતની સુવિધા : મંત્રી બચુભાઈ ખાબડે

ગુજરાત સરકારનાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.2.99 કરોડનાં ખર્ચે નિર્માણ પામનાર છોટાઉદેપુર (Chhota Udepur) તાલુકા પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતીમાં તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. રાજય કક્ષાનાં મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી બનવાથી 2.41 લાખ કરતા વધારે વસ્તી ધરાવતા 51 ગ્રામ પંચાયતમાં 145 ગામોનાં વિકાસલક્ષી કામોને વેગ મળશે. આધુનિક સુવિધાથી સજ્જ થનાર તાલુકા પંચાયત કચેરીમાં રેઈન વોટર હારવેસ્ટીંગ, આંતરિક સી.સી. રોડ, કંમ્પાઉન્ડ વોલ, પાર્કિંગ સેડ, બોરવેલ, અંડર ગ્રાઉંડ સમ્પ અને પંપ રૂમ તથા ઈલેક્ટ્રિફિકેશન વર્કની સુવિધાઓ મળશે.

આ પણ વાંચો - Surat: સચિન પોલીસ સ્ટેશનની સામે બન્યો લૂંટનો નિષ્ફળ પ્રયાસ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

'જિલ્લાનાં દીકરા-દીકરીઓ ડૉક્ટર, એન્જિનિયર, IAS બને એ દિશામાં વધવું જોઇએ'

રાજયમંત્રી બચુભાઈ ખાબડે છોટાઉદેપુર તાલુકાનાં (Chhota Udepur) ગામોની વિકાસલક્ષી માહિતી આપતા જણાવ્યું હતું કે, અંદાજે 528 જેટલા 1005 કરોડનાં રસ્તા તથા 19 હજાર જેટલા આવાસોનાં 147 કરોડ રૂપિયા પહેલી તારીખે લાભાર્થીઓનાં ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાનાં દીકરા-દીકરીઓ ડૉક્ટર, એન્જિનિયર, આઈએએસ બને એ દિશામાં આગળ વધવું જોઇએ, તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા (Kalpanaben Rathwa) દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, છોટાઉદેપુર સાંસદ જશુભાઇ રાઠવા (Jashubhai Rathwa) અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા (Rajendrasinh Rathwa) દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરાયુ હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, ડીઆરડીએનાં નિયામક કે.ડી.ભગત, માજી સાંસદ નારણ રાઠવા, અગ્રણી રસિકભાઈ રાઠવા, છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, કારોબારી સમિતિનાં ચેરમેન શર્મિલાબેન, આરોગ્ય સમિતિનાં ચેરમેન ગુમાનભાઇ, એપીએમસીનાં ચેરમેન મુકેશભાઈ પટેલ, ટી.ડી.ઓ. પૂનમબેન ડામોર, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો - Porbandar : હિરલબા જાડેજાનાં સાગરીતો સામે કસાયો સકંજો! મુંબઈ એરપોર્ટથી ઝડપાયો વિજય ભીમા

Tags :
Advertisement

.

×