Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhotaudepur : જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક, અધિકારીઓને આપ્યા આ નિર્દેશ

બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારી સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
chhotaudepur   જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક  અધિકારીઓને આપ્યા આ નિર્દેશ
Advertisement
  1. Chhotaudepur માં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
  2. વાવાઝોડા અને કમોસમી વરસાદથી જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું
  3. વીજપુરવઠો, ઝાડ પડવા, મકાનોને નુકસાન, પાક નુકસાન અંગે ચર્ચા થઈ
  4. અધિકારીઓને રિપોર્ટ તૈયારી કરી લોકોને જલદી મદદ કરવા જિલ્લા કલેક્ટરનાં આદેશ

છોટાઉદેપુર (Chhotaudepur) ખાતે કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને વાવઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતી અને તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વીજપુરવઠો, ધોરી માર્ગો પર ઝાડ પડવા, પાક નુકસાન સહિતની વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારી સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - Black Out MockDrill : વડોદરા-સુરતમાં 'અંધારપટ', પોલીસ વિભાગે જવાનોને આપ્યો આ આદેશ!

Advertisement

જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

છોટાઉદેપુર જિલ્લા (Chhotaudepur) કલેક્ટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં યોજાયેલ આ સમીક્ષા બેઠકમાં હાલ 6 તાલુકામાં જનજીવનને અસર કરતો વીજ પુરવઠો, ધોરી માર્ગો પર ઝાડ પડવા, પાક નુકસાનન, કાચા અને પાકા મકાન ધરાશાઈ થવા, પશુ અને માનવ મૃત્યુ, સિંચાઇ વ્યવસ્થા, અનાજનો પુરવઠો, અસરગ્રસ્તોને રહેઠાણની વ્યવસ્થા જેવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતી અને તૈયારીની આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટર ગાર્ગી જૈન તથા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે તમામ વિભાગના અધિકારીઓ પાસેથી વર્તમાન પરિસ્થિતિ અને તેમની તૈયારી વિશે તાગ મેળવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Surat : હજીરામાં NTCP કંપનીમાં યોજાઈ મોકડ્રીલ, પો. કમિશનરે કર્મચારીઓને આપ્યું માર્ગદર્શન

રિપોર્ટ તૈયાર કરી સહાય કરવા કલેક્ટરનું સૂચન

આગામી બે દિવસ હજી ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેક્ટરે (Gargi Jain) લાઈન ડિપાર્ટમેન્ટનાં તમામ અધિકારી કર્મચારીઓને હેડ કવાર્ટર પર હાજર રહેવા સૂચના આપી છે. વધુ વરસાદની પરિસ્થિતીમાં અસરગ્રસ્તોને નજીકની એકલવ્ય મોડેલ શાળામાં ખસેડવાની વ્યવસ્થા કરવા પણ કલેકટરે સૂચન કર્યુ હતું. માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, કાચા-પાકા મકાન ધરાશાઈ થવા, ખેતીપાકને નુકશાન બાબતે સંબંધિત અધિકારીઓને સત્વરે સરવે કરી રિપોર્ટ બનાવી સહાય અંગેની કાર્યવાહી કરવા પણ તેમણે જણાવ્યું હતું. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર શૈલેશ ગોકલાણી, ડેપ્યુટી કલેક્ટર , છોટાઉદેપુર પ્રાંત અધિકારી સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે, પ્રાંત અધિકારી બોડેલી, તમામ જિલ્લાનાં મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ઓનલાઇન આ બેઠકમાં જોડાયા હતા.

અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો - Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડે સ્ટેડિયમમાં તપાસ હાથ ધરી

Tags :
Advertisement

.

×