Corona Cases : રાજ્યમાં કોરોનાનાં એક્ટિવ કેસ 500 ને પાર, આ જિલ્લામાં પણ થઈ 'Entry'
- રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 500 ને પાર પહોંચી (Corona Cases)
- રાજ્યમાં 508 કોરોના કેસ, 18 હોસ્પિટલાઈઝ, 490 હોમ આઈસોલેશનમાં
- સુરેન્દ્રનગરમાં પણ કોરોનાની એન્ટ્રી, ધ્રાંગધ્રા તાલુકામાં 3 પોઝિટિવ કેસ નોંધાયા
- જામનગર અને ભાવનગરમાં પણ ક્રમશ: 7 અને 4 નવા કેસ નોંધાયા
Corona Cases : રાજ્યમાં આજે કોરોનાનાં નવા 119 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં હવે કોરોના કેસોની કુલ સંખ્યા 508 પર પહોંચી છે. આ દર્દીઓ પૈકી 18 હોસ્પિટલાઈઝ છે જ્યારે 490 દર્દી હોમ આઈસોલેશનમાં રહી સારવાર લઈ રહ્યા છે. રાજ્યનાં વધુ એક જિલ્લા સુરેન્દ્રનગરમાં (Surendranagar) પણ કોરોનાની એન્ટ્રી થઈ છે. જિલ્લાનાં ધ્રાંગધ્રા તાલુકામાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે, જામનગર અને ભાવનગરમાં પણ ક્રમશ: 7 અને 4 નવા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો -Rajkot Corona Cases : રાજકોટમાં સતત ત્રીજા દિવસે કોરોનાનાં કેસમાં વધારો, જાણો શું છે સ્થિતિ ?
આજે રાજ્યમાં 119 કોરોનાનાં નવા કેસ નોંધાયા, સુરેન્દ્રનગરમાં એન્ટ્રી
રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યા છે. આજે રાજ્યમાં 119 જેટલા કોરોનાનાં નવા કેસ (Corona Cases in Gujarat) નોંધાયા છે. આમ, હવે રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા 500 ને પાર એટલે કે 508 પર પહોંચી છે. આ દર્દીઓ પૈકી 18 હોસ્પિટલાઈઝ છે અને 490 હોમ આઈસોલેશનમાં રહી સારવાર લઈ રહ્યા છે. આજે રાજ્યનાં વધુ એક જિલ્લામાં કોરોનાએ એન્ટ્રી કરી છે. માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રા તાલુકામાં (Dhrangadhra) 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તમામ દર્દીનોને હોમ આઇસોલેટ કરી સારવાર શરૂ કરાઈ છે. જિલ્લામાં કાળમૂખા કોરોનાએ ફરી દેખા દેતા આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે.
આ પણ વાંચો -Corona: અમદાવાદમાં ફરી એકવાર કોરોનાનો પગપેસારો, છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો જાણી દંગ રહેશો
શહેરમાં આજે વધુ 7 કેસ પોઝિટિવ આવ્યા
જામનગરની (Jamnagar) વાત કરીએ તો આજે કોરોનાનાં વધુ 7 કેસ નોંધાયા છે. 6 મહિલા અને 1 પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Cases) આવ્યો છે. આ સાથે હવે જામનગરમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 28 એ પહોંચી છે. તમામ કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. શહેરનાં કામદાર કોલોની, પવન ચક્કી જેલ રોડ, દિગ્વિજય પ્લોટ 3, નીલકંઠ રોડ, પીજી હોસ્ટેલ, પટેલ કોલોની અને વૃંદાવન પાર્ક-1 માં પોઝિટિવ કેસ નોંધાયા હોવાની માહિતી છે.
ભાવનગરમાં વધુ 4 કેસ પોઝિટિવ, કુલ 9 એક્ટિવ કેસ
ભાવનગરમાં (Bhavnagar) પણ આજે વધુ 4 કોરોનાનાં કેસ નોંધાયા છે. શહેરનાં ગાયત્રીનગર, વિજયરાજનગરમાં કોરોના કેસ નોંધાયા છે. ઉપરાંત, હાદાનગર અને મફતનગર વિસ્તારમાં મહિલાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, 3 દર્દી સ્વસ્થ થતાં હોમ આઇસોલેશનમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. હાલ, ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ 9 એક્ટિવ કેસ છે. તમામ દર્દીઓ હોમ આઈસોલેટ રહીને સારવાર લઈ રહ્યા છે.
આ પણ વાંચો - Visavadar by-Election : BJP ઉમેદવાર કિરીટ પટેલના AAP પર પ્રહાર, કહ્યું- 400 કરોડનાં શીશ મહેલમાં..!


