Deesa: અસામાજિક તત્વોએ બજાર વચ્ચે તલવારથી કેક કાપી વીડિયો વાયરલ કર્યો
- અસામાજિક તત્વોએ તલવારથી કેક કાપી ડાન્સ કર્યો
- નટવર ઠાકોર નામના યુવકે ફેસબુકમાં વીડિયો કર્યા વાયરલ
- વીડિયોમાં દેખાતા યુવકોની અટકાયત કરી પોલીસ મથકે લવાયા
Deesa: ગુજરાતમાં લોકોને કાયદાનું ભાન છે કે કેમ તે અત્યારે સવાલ છે. ડીસામાં બજાર વચ્ચે જ જન્મ દિવસની કેક કાપીને કેટલાક અસામાજિક તત્વોએ ઉજવણી કરી હોવાનું સામે આવ્યું છે. આ અસામાજિક તત્વોએ કોઈ પણ પ્રકારના પોલીસના ડર વિના જ ઉજવણી કરી અને પોલીસને પડકાર ફેક્યો હતો. એટલું જ નહીં પરંતુ હાથમાં તલવારો રાખીને કેક કાપી હતી. જે કાયદાનો ભંગ જ છે. જેથી પોલીસે અત્યારે આ યુવકની અટકાયત કરી છે.
આ પણ વાંચો: Gondal તાલુકા પોલીસે 90 લાખથી વધુ કિંમતની 18,675 વિદેશી દારૂની બોટલોનો નાશ કર્યો
ખુલ્લી તલવારોથી કેક કાપીને ડાન્સ કરતા જોવા મળ્યાં
ડીસા શહેરમાં અસમાજિક તત્વો ખુલ્લેઆમ બજાર વચ્ચે ખુલ્લી તલવારોથી કેક કાપીને ડાન્સ કરતા જોવા મળ્યાં હતા. આ ઘટના ગઈ કાલની હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે અત્યારે ઘટનાની તપાસ કરીને અસામાજિક તત્વોની અટકાયત કરીને પોલીસ સ્ટેશલ લવાયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભલે તેમના લોકોના ભવિષ્યને ધ્યાને રાખીને ગુનો દાખલ કરવામાં ના આવે પરંતુ એવી કાર્યવાહી થવી જોઈએ જેથી અન્ય કોઈ લોકો આવી રીતે કાયદાને હાથમાં ના લે તે પણ જોવાનું રહેશે.
આ પણ વાંચો: Surat: 80 વર્ષીય વૃદ્ધાને અડફેટે લેનાર આરોપીની પોલીસે કરી ધરપકડ, સામે આવી હકીકત
તલવાર વડે કેક કાપી નટવર ઠાકોર નામના યુવકે વીડિયો વાયરલ કર્યો
મહત્વની વાત એ છે કે, અત્યારે લુખ્ખા તત્વો શહેરની શાંતિને ભંગ કરતા હોય છે. આ લોકોએ બજાર વચ્ચે તલવાર વડે કેક કાપી અને તેનો વીડિયો પણ વાયરલ કર્યો હતો. નટવર ઠાકોર નામના યુવકે આ વીડિયો ફેસબુકમાં વાયરલ કર્યો હતો. જેથી પોલીસે વીડિયોમાં દેખાતા યુવકોની અટકાયત કરીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યાં હતા. પોલીસે આ મામલે અત્યારે કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો: Khyati Scam : સંચાલક કાર્તિક પટેલની અરજી પર સુનાવણી, વાંચો બંને પક્ષે શું કરી દલીલ ?


